તમે રે તિલક રાજા રામના – રાવજી પટેલ

આજે કવિ શ્રી રાવજી પટેલના જન્મદિવસે આજે એમનું ગીત સાંભળી એમને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ..!

****

તમે રે તિલક રાજા રામના,
અમે વગડાનાં ચંદન કાષ્ઠ રે,
તમારી મશે ના અમે સોહિયાં –

કેવાં કેવાં દ:ખ સાજણ તમે રે સહ્યાં !
‘કહો ને સાજણ દ:ખ કેવા સહ્યાં!’
તમે રે ઊંચેરા ઘરના ટોડલા !
અમે લજવાતી પાછલી રવેશ રે,
તમારી મશે ના અમે સોહિયાં –

કેવાં કેવાં દ:ખ સાજણ તમે રે સહ્યાં ?
‘કહો ને સાજણ દ:ખ કેવાં સહ્યાં ?’
તમે રે અખશર થઈને ઊકલ્યા !
અમે પડતલ મૂંઝારા મૂંઝીણી છીપના,
તમારી મશે ના અમે સોહિયાં –
કહો ને કહો ને દ:ખ કેવાં પડ્યાં ?

– રાવજી પટેલ

18 replies on “તમે રે તિલક રાજા રામના – રાવજી પટેલ”

  1. Excellent lyrics and composition. i have been looking for this since long. thanks I got tahuko.com. Very good collection that allows me to be with myself. My heartiest tribute to Shri Ravji Patel

  2. sugam sangeet na aatla khb j saras songs ne download krva mate koi j rasto hoy to janavva vinti…..aa song sambhdi ne khrekhar ek judi j adabhut dunia no anubhav thay che…

  3. ખુબ જ નાનિ વયે મુર્જાયેલ આ ફુલએ ચારેબાજુ સુગન્ધ ફેલાવિ..અમુલ્ય ખજાનો મુકિ ગયા
    ખુબજ આદર સાથે નમસ્કાર્…..

  4. thankx, i was waiting for this…
    plz help to understand the meadning of:
    તમારી મશે ના અમે સોહિયાં
    અમે પડતલ મૂંઝારા મૂંઝીણી છીપના

    Thankx for your reply

  5. Its a master creation of Shri Ravji Patelji. Bhagwan always keep pure soul like Shri Ravji Patelji with them.
    This song was sung by Hariharan and this was a part of Album “Maari aankhe kankoo na suraj athmya”…
    The entire event was created and organised by Shir Ajit Seth & Smt. Nirupama Seth in Mumabi at Bhartiya Vidhya Bahavan. And Yes the title song of Album “Maari Aankhein” was sung by Bhupinderji.

  6. The song was sung by Bhupinder. Ravjibhai died from TB and not cancer…All his works are very touchy. My favorite one is ” maari aankhe kankoo na suraj athmya”…

  7. રાવજીભાઇ પટેલ ડાકોર પાસેના ગોકળપુરા ગામના હતા.
    અઁગત,અશ્રુઘર,ઝઁઝા એમનાઁ સર્જન છે.બહુ નાની વયે
    કેન્સરની બિમારીમાઁ દેહ છોડ્યો !ભાવાઁજલિ, આભાર !!

    • સુગમ સન્ગેીત નો કોઇ એ ખરેખર તદ્ન્ન સાચો અનુભવ કરવો હોય તો આ ગેીત ને ખુબ જ સામ્ભ્દો….

  8. Khoobaj Saras Geet – Adbhoot Kavi hata Ravjibhai…unfortunately, he could not be with us for a while and passed away quite young; sad.

  9. હરિહરનનો સ્વર છે.
    થોડી શબ્દ રચનામાં ભૂલ છે…

    તમે રે અકસર થઈને ઊકલ્યા !
    અમે પડતર મુંઝારા ઝીણી છીપના,

    -નિહિર શાહ
    અમદાવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *