Category Archives: રવિન્દ્રનાથ ટાગોર

રવિન્દ્રનાથ ટાગોર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

जन गण मन अधिनायक - રવિન્દ્રનાથ ટાગોર
અંતર મમ વિકસિત કરો - કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોર (અનુ. પિનાકીન ત્રિવેદી)
એકલો જાને રે! - રવિન્દ્રનાથ ટાગોર (અનુ.-મહાદેવભાઇ દેસાઇ)
મધુ સુગંધે ભરી, મૃદુ સ્નેહભીની, પર્ણકુંજ તળે - રવિન્દ્રનાથ ટાગોર (અનુ. મેઘલતા મહેતા)
મા મને કોઈ દી સાંભરે નૈ – રવિન્દ્રનાથ ટાગોર (અનુ. ઝવેરચંદ મેઘાણી)
મોરલા હો ! મુંને થોડી ઘડી... - રવિન્દ્રનાથ ટાગોર (અનુ. ઝવેરચંદ મેઘાણી)
રવિન્દ્ર ગુર્જરી - રવિન્દ્ર સંગીતની ગુજરાતીમાં રજૂઆત
સૂરની તારી ધાર - રવિન્દ્રનાથ ટાગોર (અનુ. - પિનાકીન ત્રિવેદી)
Ekla Chalo Re - રવિન્દ્રનાથ ટાગોરરવિન્દ્ર ગુર્જરી – રવિન્દ્ર સંગીતની ગુજરાતીમાં રજૂઆત

Ravindra Gurjari

Bay Area, California માટે ગૌરવની વાત છે કે કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરને ગુજરાત તરફથી શ્રધ્ધાંજલી રૂપે એક અનોખું આલ્બમ – ‘રવિન્દ્ર ગુર્જરી’ નું આજે જુન ૩૦ ના દિવસે લોકાર્પણ થઇ રહ્યું છે. Bay Areaના જ માધ્વી-અસીમ મહેતાની આગેવાનીમાં તૈયાર થયેલા આ આબ્લ્મમાં અહીંના જ બીજા કલાકારો સાથે મળીને એમણે ૧૨ રવિન્દ્રનાથ ટાગોરની કવિતાઓના ગુજરાતી ભાવાનુવાદોની – રવિન્દ્ર સંગીત શૈલીમાં રજૂઆત કરી છે. તમે પણ જો અહીં નજીકમાં રહેતા હો તો ‘ICC Milpitas’ માં થનાર આ વિમોચન પ્રસંગે આ જ બધા કલાકારોને પ્રત્યક્ષ માણવાનો ફરી લ્હાવો મળશે.

આ આબ્લમ ‘રવિન્દ્ર ગુર્જરી’ મેળવવા માટેની માહિતી ટૂંક સમયમાં ટહુકો પર જરૂર મળશે. ત્યાં સુધી તો આજે પ્રસ્તુત આ ગીત માણો. આ પહેલા પણ થોડા ગીતો ટહુકો માટે માધ્વીબેન-અસીમભાઇ પાસેથી મળ્યા છે – જે અહીં ક્લિક કરવાથી સાંભળી શકશો.

સ્વર – અસીમ મહેતા
સ્વરાંકન – માધ્વી-અસીમ મહેતા

વિત્યા દિનોની એ સહુ વાતો
ભૂલી હાય, શેં ભૂલાય
નજર નજરથી કરેલી વાતો
કદિયે શું ભૂલાય?

આવને ફરી એકવાર સખા
પ્રાણોમાં સમાઇ જા
આવ સુખદુઃખની કરીએ વાતો
હ્રદય ભરાઇ જાય .. વિત્યા દિનોની…

આપણ વ્હેલી સવારે ચૂંટતાં ફૂલો
ઝુલા પર ઝૂલ્યાં
બાંસુરી સાથે ગીત ગાતાં’તાં
બકુલ છાંય તળે

હાર રે કેવી રીતે અધવચ્ચે
વિખૂટાં થઇ ગયાં
હવે ફરી જો મળીએ સખા
પ્રાણમાં સમાઇ જા ..

– રવિન્દ્રનાથ ટાગોર (અનુ. મેઘલતા મહેતા)

અંતર મમ વિકસિત કરો – કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોર (અનુ. પિનાકીન ત્રિવેદી)

સ્વર નિયોજન : અસીમ અને માધ્વી મહેતા
સ્વર : માધ્વી-અસીમ મહેતા અને સાથીઓ

અંતર મમ વિકસિત કરો, અંતરતર હે,

નિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુંદર કરો હે.

જાગૃત કરો, ઉદ્યત કરો, નિર્ભય કરો હે,
મંગલ કરો, નિરલસ નિઃસંશય કરો હે.

સંગે સહુની એક કરો બંધન કરી મુક્ત,
કર્મ સકલ હો સદ્ય તુજ શાંતિછંદ યુક્ત,

ચરણ કમલે મુજ ચિત નિઃસ્પંદિત કરો હે,
નંદિત કરો, નંદિત કરો, નંદિત કરો હે.

– કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોર (અનુ. પિનાકીન ત્રિવેદી)

Ekla Chalo Re – રવિન્દ્રનાથ ટાગોર

આજે ૧૫મી ઑગસ્ટ ના દિવસે, સ્વાતંત્ર્યદિનની શુભેચ્છાઓ સાથે….ગુરુ રવિન્દ્રનાથ ટાગોરએ ૧૯૦૫ માં લખેલું આ બંગાળી દેશભક્તિ કાવ્ય.
The song exhorts the listener to continue his or her journey, despite abandonment or lack of support from others. The song is often quoted in the context of political or social change movements. Mahatma Gandhi, who was deeply influenced by this song, cited it as one his favorite songs.

અને હા, આ ગીતનું ગુજરાતી ભાવાનુવાદ, અને સ્વરાંકન આ પહેલા ટહુકો પર અહીં મૂક્યું છે – એ સાંભળવાનું ભૂલી નથી ગયા ને?

એકલો જાને રે! – રવિન્દ્રનાથ ટાગોર (અનુ.-મહાદેવભાઇ દેસાઇ)

Jodi Tor Dak Shune Keu Na Ase Tobe Ekla Cholo Re

સ્વર – કિશોર કુમાર

સ્વર – શ્રેયા ઘોશાલ

Singer: Amitabh Bachchan
Film: Kahaani
Lyrics: Anvita Dutt Guptan
Music Director: Vishal-Shekhar

The following song is a Bengali phonemic transcription (courtesy – Ekla Chalo Re Wikipedia)

Jodi Tor Dak Soone Keu Na Asse
Tobe Ekla Chalo re
Ekla Chalo Ekla Chalo Ekla Chalore

Jodi Keu Katha Na Kai Ore Ore O Abhaga
Jodi Sabai Thake Mukh Firae Sabai Kare Bhay
Tabe Paran Khule
O Tui Mukh Fute Tor Maner Katha Ekla Balo re

Jodi Sabai Fire Jai Ore Ore O Abhaga
Jodi Gahan Pathe Jabar Kale Keu Feere Na Chay
Tobe Pather Kanta
O Tui Rakta Makha Charan Tale Ekla Dalo re

Jodi Alo Na Dhare Ore Ore O Abhaga
Jodi Jharr Badale Andhar Rate Duar Deay Ghare
Tobe Bajranale
Apaan Buker Panjar Jaliey Nieye Ekla Jalo re

The following is an English Translation of the Bengali original rendered by Rabindranath Tagore himself.

If they answer not to thy call walk alone.
If they are afraid and cower mutely facing the wall,
O thou unlucky one,
open thy mind and speak out alone.
If they turn away, and desert you when crossing the wilderness,
O thou unlucky one,
trample the thorns under thy tread,
and along the blood-lined track travel alone.
If they do not hold up the light when the night is troubled with storm,
O thou unlucky one,
with the thunder flame of pain ignite thy own heart
and let it burn alone.

– રવિન્દ્રનાથ ટાગોર

મા મને કોઈ દી સાંભરે નૈ – રવિન્દ્રનાથ ટાગોર (અનુ. ઝવેરચંદ મેઘાણી)

રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીને એમની પૂણ્યતિથિને દિવસે શ્રધ્ધાંજલી.. ! (જન્મ – ૧૭ ઓગસ્ટ,૧૮૯૬ : અવસાન – ૦૯ માર્ચ, ૧૯૪૭). આ રવિન્દ્રનાથ ટાગોરનાં કાવ્યનો મેઘાણિએ કરેલો અનુવાદ છે. સાંભળીયે આ સુંદરગીત..!

સ્વર : નિરુપમા શેઠ
સંગીત : અજીત શેઠ

સ્વર : મુરલી મેઘાણી (કવિની સુપુત્રી)
સંગીત : ગૌરાંગ વ્યાસ

કેવી હશે ને કેવી નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ
કોઈ દી સાંભરે નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ

કોક કોક વાર વળી રમ્મત વચાળે મારા
કાનમાં ગણગણ થાય
હુ તુ તુ તુની હડિયાપાટીમાં
માનો શબદ સંભળાય
મા જાણે હિંચકોરતી વઈ ગઈ
હાલાંના સૂર થોડા વેરતી ગઈ

મા મને કોઈ દી સાંભરે નૈ….

શ્રાવણની કોક કોક વે’લી સવારમાં
સાંભરી આવે બા
પારિજાતકની મીઠી સુગંધ લઈ
વાડીએથી આવતો વા
દેવને પૂજતી ફૂલ લૈ લૈ
મા એની મ્હેક મ્હેક મેલતી ગઈ

મા મને કોઈ દી સાંભરે નૈ…

સૂવાના ખંડને ખૂણે બેસીને કદી
આભમાં મીટ માંડું
માની આંખો જ જાણે
જોઈ રહી છે મને
એમ મન થાય ગાંડું
તગતગ તાકતી ખોળલે લૈ
ગગનમાં એ જ દ્દગ ચોડતી ગૈ

મા મને કોઈ દી સાંભરે નૈ…

– રવિન્દ્રનાથ ટાગોર

સૂરની તારી ધાર – રવિન્દ્રનાથ ટાગોર (અનુ. – પિનાકીન ત્રિવેદી)

લયસ્તરો પર વિવેકે ગીતાંજલીનો અનુવાદ મુક્યો, તો મને સ્હેજે યાદ આવ્યું કે કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરના કેટલાક ગીતોનો અનુવાદ અને એમનું એકદમ તાજ્જુ સ્વરાંકન મને અસીમભાઇ-માધ્વીબેન પાસેથી મળ્યું છે – એનો બીજો ભાગ તમારી સાથે વહેંચી લઉં..!

 સ્વર-સ્વરાંકન : માધ્વી – અસીમ મહેતા

મૂળ બંગાળી ગીત..

સ્વર – Sraboni Sen

YouTube Preview Image

સૂરની તારી ધાર વહે જ્યાં એની પ્રેરક પારે,
દેશે કે શું વાસો મને એક કિનારે? – સૂરની..

મારે સૂણવી એ ધૂન કાને
મારે ભરવી એ ધૂન પ્રાણે
સૂરધૂને એ ઊરવીણાના બાંધવા મારે તાર, વારંવારે – સૂરની..

મારા આ સૂનકારે
તારા એ સૌ સૂરેસૂરે
ફૂલની ભીતર રસ ભરે તેમ
ગુંજી રહે ભરપૂરે
મારા દિન ભરાશે, જ્યારે
કાળી રાત ઘેરાશે ત્યારે
ઉરે મારે ગીતના તારા ચમકી ઉઠે હારેહારે – સૂરની.

– રવિન્દ્રનાથ ટાગોર (અનુ. – પિનાકીન ત્રિવેદી)