લયસ્તરો પર સપ્તપદી વિશેષ અઠવાડિયું ઉજવાઈ રહ્યું છે… અને એ જ ઉજવણીનાં ભાગરૂપે ઊર્મિસાગર.કૉમ પર પ્રસ્તુત છે, ફટાણાં સ્પેશ્યલ… અને અહીં ટહુકો પર માણીએ લગ્નગીતો સ્પેશ્યલ..!!
.
કરકર કંકણ ને વચ્ચે ચૂડી રે
લાડા પાસે, લાડી દીસે છે રૂડી રે
કો’ને લાડી, એવડા તે શા તપ કીધા રે
——- ગોપીનાથ પૂજવા ને ગ્યા’તા રે
તેને તપે, આવા રૂડા સસરા પામ્યા રે
કો’ને લાડી, એવડા તે શા તપ કીધા રે
——- માંડવરાય પૂજવાને ગ્યા’તા રે
તેને તપે, આવા રૂડા સાસુ પામ્યા રે
કો’ને લાડી, એવડા તે શા તપ કીધા રે
વાંકાનેરમાં —— પૂજવા ને ગ્યા’તા રે
તેને તપે, આવા રૂડા જેઠ પામ્યા રે
કો’ને લાડી, એવડા તે શા તપ કીધા રે
પાલીતાણે આદીશ્વર પૂજવા ને ગ્યા’તા રે
તેને તપે, આવા રૂડા કંથ પામ્યા રે
કરકર કંકણ ને વચ્ચે ચૂડી રે
લાડા પાસે, લાડી દીસે છે રૂડી રે
લયસ્તરો પર સપ્તપદી વિશેષ અઠવાડિયું ઉજવાઈ રહ્યું છે… અને એ જ ઉજવણીનાં ભાગરૂપે ઊર્મિસાગર.કૉમ પર પ્રસ્તુત છે, ફટાણાં સ્પેશ્યલ… અને અહીં ટહુકો પર માણીએ લગ્નગીતો સ્પેશ્યલ..!!
લયસ્તરો પર સપ્તપદી વિશેષ અઠવાડિયું ઉજવાઈ રહ્યું છે… અને એ જ ઉજવણીનાં ભાગરૂપે ઊર્મિસાગર.કૉમ પર પ્રસ્તુત છે, ફટાણાં સ્પેશ્યલ… અને અહીં ટહુકો પર માણીએ લગ્નગીતો સ્પેશ્યલ..!!
અને લગ્નગીતોનો એક ખાસ પ્રકાર – ફટાણાંની જરા મઝા લઇએ આજે..
.
બહુ મીઠા વેવાણ રે પણ મીઠા વગરના
હે સૌને ખોટી કરતા તાણ રે વેવાણ મીઠા વગરના
રૂપ એનું એવું કે કાળી અમાસ
અંગ એવા મહેકે ન આવે કોઇ પાસ
એ તો અમથા માંગે માન રે, વેવાણ મીઠા વગરના
તાડ જેવા ઉંચા ને નાકે છે બૂચા
એક આંખ બંધ તોયે ભારે છે લુચ્ચા
દાંત નહીં પણ ચાવે પાન રે, વેવાણ મીઠા વગરના
લયસ્તરો પર સપ્તપદી વિશેષ અઠવાડિયું ઉજવાઈ રહ્યું છે… અને એ જ ઉજવણીનાં ભાગરૂપે ઊર્મિસાગર.કૉમ પર પ્રસ્તુત છે, ફટાણાં સ્પેશ્યલ… અને અહીં ટહુકો પર માણીએ લગ્નગીતો સ્પેશ્યલ..!!
.
આવી રે વેવાઇની જાન, વરરાજા દેખાયા
મસ્તીમાં સૌ છે ગુલતાન, જાનૈયા દેખાયા
આવી રે વેવાઇની જાન, વરરાજા દેખાયા
વરના કાકા ને વરના મામા
પહેરીને ઉભા જરકસીજામા
જોવા ઉમટ્યું લોક તમામ, જાનૈયા દેખાયા
આવી રે વેવાઇની જાન, વરરાજા દેખાયા
વરની મા તો લાગે સધ્ધર
વાજા વાગે ને ચાલે અધ્ધર
સૌને આપે એ બહુમાન, જાનૈયા દેખાયા
આવી રે વેવાઇની જાન, વરરાજા દેખાયા
લયસ્તરો પર સપ્તપદી વિશેષ અઠવાડિયું ઉજવાઈ રહ્યું છે… અને એ જ ઉજવણીનાં ભાગરૂપે ઊર્મિસાગર.કૉમ પર પ્રસ્તુત છે, ફટાણાં સ્પેશ્યલ… અને અહીં ટહુકો પર માણીએ લગ્નગીતો સ્પેશ્યલ..!!
.
માંડવળે રે કાંઇ ઢાળો ને બાજોઠી
કે ફરતી મેલો ને કંકાવટી
તેવાડો રે મારા જાણાપરના જોષી
કે મારે લખવી છે કંકોતરી
બંધાવો રે મારે માલાભાઇને છેડે
કે જાય બેનબા ઘેરે નો’તરે
બેની રે તમે સૂતા છો કે જાગો
તમારે મૈયર પગરણ આદર્યા
વીરા રે તમે કિયા શે’ર થી આવ્યા
કે કિયે શે’ર તમારા બેસણા
બેની રે હું તો મુંબઇ શે’રથી આવ્યો
કે મુંબઇ શે’ર અમારા બેસણા
વીરા રે તમે કોણ કેરા બેટા
કે કઇ માતાને ઉદર વસ્યા
બેની રે હું તો મનુભાઇનો બેટો
કે વીરબાઇ માતાને ઉદર વસ્યો
બેની રે મારી ——-(?)
કે આંગણે આવ્યો વીરના ઓળખ્યો
———- (?)
———- (?)
વીરા રે મેં તો ઘોડિયે ને પારણે દીઠા
કે રથ ઘોડલિયે વીર ના ઓળખ્યો
વીરા રે મેં તો ઝભલે ને ટોપીએ દીઠા
કે પાઘડી પોશાકે વીર ના ઓળખ્યો
લયસ્તરો પર સપ્તપદી વિશેષ અઠવાડિયું ઉજવાઈ રહ્યું છે… અને એ જ ઉજવણીનાં ભાગરૂપે ઊર્મિસાગર.કૉમ પર પ્રસ્તુત છે, ફટાણાં સ્પેશ્યલ… અને અહીં ટહુકો પર માણીએ લગ્નગીતો સ્પેશ્યલ..!! 🙂 આ નવેમ્બરમાં ક્યારના પૈણું પૈણું કરતા બે મિત્રોના લગ્ન થઇ રહ્યા છે… (કોઇ પાસે પેલું ‘ગગો કે’દાડાનું પૈણું પૈણું….‘ વાળું ગીત છે? કશેથી એ ગીત મળે તો ટહુકો પર મુકવું છે… ખાસ એ મિત્રો માટે..!! ) તો અઠવાડિયા સુધી આપણે આ લગ્નગીતો સ્પેશિયલની મઝા લઇએ..!! કોના લગ્નના ગીતો અને ફટાણા ગવાઇ રહ્યા છે, એ વાતો અઠવાડિયા પછી.! 🙂
* * * * *
.
( અહીં મુકેલા ઓડિયો પરથી લખેલા શબ્દો : )
પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા
ગણેશ દુંદાળા ને મોટી ફાંદાળા
ગણેશજી વરદાન દેજો રે હો… મારા ગણેશ દુંદાળા
ગણેશ દુંદાળા ને ફાંદે રૂપાળા
તેત્રીસ કરોડ દેવતા સીમડીએ આવ્યા
હરખ્યાં છે ગૌરીના મન રે હો મારા ગણેશ દુંદાળા
હરખ્યાં છે માવડીના મન રે હો મારા ગણેશ દુંદાળા
અને હા, આજથી ટહુકો પર એક અઠવાડિયા સુધી દરરોજની પોસ્ટ સ્વારે ૧૦.૩૦ વાગે – ભારતીય સમય પ્રમાણે આવશે..! (એટલે કે દરરોજના સમય કરતા ૫ કલાક પાછળ..) આ ખાસ ફેરફાર ફક્ત એક અઠવાડિયા માટે… એક ખાસ ઉજવણીના ભાગ રૂપે.. Stay Tuned.. 🙂
નવેમ્બર ૬, ૨૦૦૯… સ્વ. કવિ-શાયર શ્રી આદિલ મન્સૂરીની પ્રથમ પૂણ્યતિથિ..! એમને આપણા તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલિ સાથે માણીએ… ‘એક શામ, આદિલ કે નામ..’
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
૨૭મી ઓક્ટોબર – વ્હાલા કવિ-ગઝલકાર શ્રી મનોજ ખંડેરિયાની પુણ્યતિથિ. ૬ વર્ષ પહેલા અચાનક જ આપણી વચ્ચેથી એમણે ભલે વિદાય લીધી એમ કહેવાય – પણ મનોજ ખંડેરિયા આમ જુઓ તો ક્યાંય નથી ગયા…