લયસ્તરો પર સપ્તપદી વિશેષ અઠવાડિયું ઉજવાઈ રહ્યું છે… અને એ જ ઉજવણીનાં ભાગરૂપે ઊર્મિસાગર.કૉમ પર પ્રસ્તુત છે, ફટાણાં સ્પેશ્યલ… અને અહીં ટહુકો પર માણીએ લગ્નગીતો સ્પેશ્યલ..!!
.
માંડવળે રે કાંઇ ઢાળો ને બાજોઠી
કે ફરતી મેલો ને કંકાવટી
તેવાડો રે મારા જાણાપરના જોષી
કે મારે લખવી છે કંકોતરી
બંધાવો રે મારે માલાભાઇને છેડે
કે જાય બેનબા ઘેરે નો’તરે
બેની રે તમે સૂતા છો કે જાગો
તમારે મૈયર પગરણ આદર્યા
વીરા રે તમે કિયા શે’ર થી આવ્યા
કે કિયે શે’ર તમારા બેસણા
બેની રે હું તો મુંબઇ શે’રથી આવ્યો
કે મુંબઇ શે’ર અમારા બેસણા
વીરા રે તમે કોણ કેરા બેટા
કે કઇ માતાને ઉદર વસ્યા
બેની રે હું તો મનુભાઇનો બેટો
કે વીરબાઇ માતાને ઉદર વસ્યો
બેની રે મારી ——-(?)
કે આંગણે આવ્યો વીરના ઓળખ્યો
———- (?)
———- (?)
વીરા રે મેં તો ઘોડિયે ને પારણે દીઠા
કે રથ ઘોડલિયે વીર ના ઓળખ્યો
વીરા રે મેં તો ઝભલે ને ટોપીએ દીઠા
કે પાઘડી પોશાકે વીર ના ઓળખ્યો
please give us gujarati manglashtak.
Please put Viday Geet ” Dada ne angan amblo, amblo ghor ghambhir jo…”
સરસ લગ્નગીત છે.
નવુ લગ્નગીત મણવા મળ્યુ, અગાઉ સાંભળ્યાનુ સ્મરણ થાય છે….સરસ લગ્નગીત માટે આભાર…..
JAISHREE,
TULSHI VIVAH PACHHI NU AAJROJ LAGN GEET SARUAAT NU SHAMBHDU,
AANAND THAYO,
ABHAR,
SHANTILAL THACKER
મજાનું ગીત… લય-ઢાળ અને સંગીત પણ સુંદર…