પ્રેમ કરું છું – તુષાર શુક્લ

સ્વરાંકન – સ્વર: નયન પંચોલી

Carmel-by-the-Sea, California

.

પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું,
જાણું નહીં કે કેટલો ને કેમ કરું છું.

વધતો રહે છે, સહેજ પણ ઘટતો નથી કદી
છલકાતો જાય છે, હું જેમ જેમ કરું છું.
હું તને પ્રેમ કરું છું..

દિવસો વીતી રહે છે તને જોઈ જોઈને,
રાતો પસાર હું જેમ-તેમ કરું છું.
હું તને પ્રેમ કરું છું..

ખીલતો રહું છું હુંય ને ખૂલતો જઉં છું હું,
ગમતું રહે છે જેમ તને હું તેમ કરું છું.
હું તને પ્રેમ કરું છું..

ભૂલીને ઘાટ જૂજવા એકાંતની ક્ષણે,
ઓગાળી એને હેમનું હું હેમ કરું છું.
હું તને પ્રેમ કરું છું..

– તુષાર શુક્લ

33 replies on “પ્રેમ કરું છું – તુષાર શુક્લ”

  1. tusharbhaine duedarshan par vichar goshtima sambhalvano avasar malyo hato tyare pan khub maja aavi hati ane aa geet tena vicharonu pratibimba pade chhe.tejteoni nikhalasa taswir dekhade chhe.mirror jevu,snigdh pani jevu apratim premnu nirupan chhe.

  2. કેટલીક વાર શબ્દો માનવીના મુખમાંથી નહિ પણ હૃદયમાંથી સરી પડે અને તે લાગણીઓથી ગૂંથાય ત્યારે બની જાય ગજલ. કહેવાય છે કે કાવ્ય કે ગઝલની પહેલી પંક્તિ ઈશ્વરની દેન હોય છે.
    આ ગઝલ થી ગુજરાતીમાં પણ તમારા પ્રિયજનને તને પ્રેમ કરું છુ કેહવામાં શરમ નહિ આવે.સુંદર વાક્ય રચના

  3. નયનભઇ ખુબ સુદર ગિત રજુ કર્યુ.તુશારભઇ ના શબ્દો પન ખુબ સરસ .
    દામિનિ

  4. hu tane prem karu chhu tushar…I Love you for this…….fantastic….you are fantastic poet………..

  5. .Sorry 4 repeating opinion
    Jayashreeben,
    Will you plz show me the way how can this loving song “Hoo Tane Prem Karu Chhoo” be downloaded so that I can make my wife listen this song while Drinking tea to inspre & incline her .

  6. The Song, while many many listening , seems that, I keep on listening it.
    The Singer Nayanbhai Pancholi has a sexy voice , tempting us to listen it many many times.
    Thanks to both of them, to Tushrbhai & to Nayanbhai.

  7. ચહેરા પર સંતોષ અને ઉછળતી નદીની માફક, આનંદ ઉભરાઈ આવ્યો.

  8. વિતેલા સમયને સજીવ કરતુ મસ્ત ગીત…….

    ભૂલીને ઘાટ જૂજવા એકાંતની ક્ષણે,
    ઓગાળી એને હેમનું હું હેમ કરું છું.
    હું તને પ્રેમ કરું છું..

    પ્રેમની નિરાળી રીત્….

  9. પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું,
    જાણું નહીં કે કેટલો ને કેમ કરું છું.
    તુ કેટલો પ્રેમ કરે છે ???

  10. ખીલતો રહું છું હુંય ને ખૂલતો જઉં છું હું,
    ગમતું રહે છે જેમ તને હું તેમ કરું છું.
    હું તને પ્રેમ કરું છું..

    પ્રેમની આ ખરી રીત કહેવાય્

  11. Though a late entrant to this platform of Tahuko, I have read & heard all the lyrics of Shri. Tushar Shukla. I have all admiration for a poet who has managed to to be firmly rooted in the supremacy of LOVE, above all in this world, which is not so conducive to the breeding or nurturing of Love. I Wish many more such love-lyrics may flow from his ‘MUSE’ to make a difference to this world.

  12. ખીલતો રહું છું હુંય ને ખૂલતો જઉં છું હું,
    ગમતું રહે છે જેમ તને હું તેમ કરું છું.
    હું તને પ્રેમ કરું છું..
    વાહ વાહ તુશારભાઇ વાહ ……

  13. પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું,
    જાણું નહીં કે કેટલો ને કેમ કરું છું.

    વધતો રહે છે, સહેજ પણ ઘટતો નથી કદી
    છલકાતો જાય છે, હું જેમ જેમ કરું છું.
    હું તને પ્રેમ કરું છું..

    દિવસો વીતી રહે છે તને જોઈ જોઈને,
    રાતો પસાર હું જેમ-તેમ કરું છું.
    હું તને પ્રેમ કરું છું..

    ખીલતો રહું છું હુંય ને ખૂલતો જઉં છું હું,
    ગમતું રહે છે જેમ તને હું તેમ કરું છું.
    હું તને પ્રેમ કરું છું..

    ભૂલીને ઘાટ જૂજવા એકાંતની ક્ષણે,
    ઓગાળી એને હેમનું હું હેમ કરું છું.
    હું તને પ્રેમ કરું છું..

    – તુષાર શુક્લ

    Share on FacebookShare on Facebook

  14. tusharbhai,…beautiful lyrics as always…this time i felt a spiritual touch to the words ,love for the Lord is the only love jey chalkaay jem jem vadhaare kariye..soulful…a prayer in poetry

  15. દિવસો વીતી રહે છે તને જોઈ જોઈને,
    રાતો પસાર હું જેમ-તેમ કરું છું.
    Very mediocre poetry… good singing…feels like a good movie love song.

  16. ખુબજ સરસ જુવાની ના દિવસો યાદ આવી ગયા. આભાર્

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *