સ્વર – સંગીત : હરીશ સોની
.
તરછોડ્યો જ્યારે આપે, હસવાનું મન થયું;
બોલાવ્યો જ્યારે પાછો, તો રડવાનું મન થયું.
ખોળામાં જ્યારે કોઈના માથું મૂકી દીધું;
સોગંદ જીવનના, ત્યાં ને ત્યાં મરવાનું મન થયું.
દિલને મળ્યું જે દર્દ એ ઓછું પડ્યું હશે!
નહિતર ફરી કાં આપને મળવાનું મન થયું?
દીઠી જ્યાં મસ્ત ઝૂલ્ફ ને ચકચૂર આંખડી,
તૈબાને ઘોળી, પ્યાલીઓ ભરવાનું મન થયું.
ડૂબ્યો નથી, ‘અમર’ને ડૂબાડ્યો છે કોઈએ;
નહિતર કાં એની લાશને તરવાનું મન થયું!
– અમર પાલનપુરી
ખુબ હૃદયસભર શબ્દો પાલનપુરી
બંધુઓ ગુજરાતી ગઝલ માં છવાઈ
ગયા ખુબ અભીનંદન
…દિલને મળ્યું જે દર્દ એ ઓછું પડ્યું હશે!
નહિતર ફરી કાં આપને મળવાનું મન થયું?…
..સરસ ગઝલ..
દિલને મળ્યું જે દર્દ એ ઓછું પડ્યું હશે!
નહિતર ફરી કાં આપને મળવાનું મન થયું?
સરસ ! અતિ સુદર ગઝલ.
જન્મિ આ જગતે અમર તુ રડ્યો બાળપણ મા તુ રમ્યો હસ્યો. જવાનિ મા ફરિ ગર્લ પાસે દર્દ લૈ રડ્યો. ગોડે તને મોક્લ્યો અહિ,પામ્વા ગોડ ને બદલેગર્લ પામિ દર્દ અને સુરા નો આશ્રો લૈ ન પામ્યો ચેન્ અરે ભુડા દુનિયામાબેજ અલભ્ય હસ્તિ એક ગર્લ અને બિજો ગોડ્!ગર્લ પાચ્હળ પડિશ તો જગત નહિ પુચ્હે. ગોડ્પાચ્હળ્પડિશ તોજગત પુજશે.મરિ ને પણ ખરો અમર થૈશ્ા તરો બન્સિ પરેખ્.૦૫-૩૦-૨૦૧૨ બપોર ના ૧૨- વાગે.
જ સુદર ગઝલ.શરુઆતનો આલાપ કૅટલો સરસ છે? રમણ સોનીનો અવાજ બહુ સરસ્ છે.વિચાર આધયાત્મિક છે.ઘણિ મઝા આવી. જ સુદર ગઝલ. શરુઆતનો આલાપ
nice gazal khub maja aavi
thank to jayshree….
સુ શ્રી જયશ્રી, તમારી આ અમૂલ્ય ભેટ માટે ખૂબ ખૂબ અભિનંદન.મને લાગે છે કે જીવનમાં લાગણી વ્યક્ત કરવા માટેનું ઉત્તમ માધ્યમ પદ્ય સ્વરુપે ગઝલ જ છે જેમાં દર્દની અભિવ્યક્તિની ઊંચાઈ છે અને પડઘો પણ છે. આભાર.
લાશ તરે છે એની કાવ્યાત્મક કલ્પના ગમી.
શુઁ લાશ તરી કઁઈ કહેવા?
દર્દ પણ તરે છે પૂરે પુરુઁ, એજ કહેવા.
આભાર
કલ્પના
all the words are born from deep within!congrats Amar !
સુંદર રચના…..કોઈની યાદ અપાવી ગઈ…..
તરછોડ્યો જ્યારે આપે, હસવાનું મન થયું;
બોલાવ્યો જ્યારે પાછો, તો રડવાનું મન થયું.
ખોળામાં જ્યારે કોઈના માથું મૂકી દીધું;
સોગંદ જીવનના, ત્યાં ને ત્યાં મરવાનું મન થયું.
દિલને મળ્યું જે દર્દ એ ઓછું પડ્યું હશે!
નહિતર ફરી કાં આપને મળવાનું મન થયું?
Hi Jayshree..
Sundar Gazal… Sabdo khub j saras…
Regards,
RAJESH VYAS
CHENNAI
Vey nice and sweet voice .. affect on heart… little bit tone of pursottam Upadhyuai..
Thanks Amit n jaishri
Wonderful gazal. Like it very much.
Nalin
Very touchy
વાહ ક્યા બાત હૈ. શ્રી હરીશભાઈ અમારા નવસારી નું નજરાણું છે.ઉત્તમ કંપોસર, અત્યન્ત સુરિલા ગાયક સાથે ગુણિ ગુરુજન છે.અમરભાઈની સુંદર ગઝલને એમણે વધુ આસ્વાદ્ય બનાવી દિધી.તમારો ખૂબ આભાર જયશ્રીબેન.
સુંદર રચના… દર્દવાળૉ અને લાશવાળો શેર સરસ થયા છે…
ડૂબ્યો નથી, ‘અમર’ને ડૂબાડ્યો છે કોઈએ …
બહુ સરસ
ખોળામાં જ્યારે કોઈના માથું મૂકી દીધું;
સોગંદ જીવનના, ત્યાં ને ત્યાં મરવાનું મન થયું.
સુંદર શેર…
અમર પાલનપુરીની બીજી એક સુંદર ગઝલ “અમર હમણા જ સુતો છે” યાદ આવી ગઈ.
આભાર.
દિલને મળ્યું જે દર્દ એ ઓછું પડ્યું હશે!
નહિતર ફરી કાં આપને મળવાનું મન થયું?
Very nice!
દિલને મળ્યું જે દર્દ એ ઓછું પડ્યું હશે!
નહિતર ફરી કાં આપને મળવાનું મન થયું?
Breathtaking……