ખેરવી નાખે જ તારાં પાન તો તુ શું કરીશ ?
ખીલવાનું દે પછી આહ્વવાન તો તુ શું કરીશ ?
વેશ સાધુનો લૈ તું બ્રહ્મચારી થાય પણ
જાગશે તારા મહી શેતાન તો તુ શું કરીશ ?
એમને મુઠ્ઠી ભરી તુ શાપ દેવા નીકળે
એ તને જો આપશે વરદાન તો તુ શું કરીશ ?
કાલ જેને તે હણ્યો તે સત્યવક્તા હુ હતો
રુબરુ આવી કહે ભગવાન તો તુ શું કરીશ ?
જિંદગી વાંચીને તારી એ કરે જો ફેસલો
ભાગ્યમાં તારા નથી અવસાન તો તુ શું કરીશ ?
– મુકેશ જોષી
વાહ…..!!!!
ખુબજ સુન્દર ગઝલ
શ્રી મુકેશ જોશીનુ ગીત-ગઝલ પઠન પણ માણવા જેવુ છે, આભાર…..
આવા શબ્દો આપશો તો અમે શું કરશું ? વાહ વાહ !!
સુન્દર્ ગઝલ્.
ફક્ત…..વા…..હ
મોત આઘે ઠેલવાનું છે સતત
ક્યાં સુધી જીવશું એ જુઠ્ઠા આળ પર…
સરસ કવિતા…
મુકેશ ભાઇ નિ તો વાત જ અલગ ચ્હે.