ઝરણાનું દે નામ અને ના આપે વહેવું ! આ તે કેવું ?
શબ્દો સાથે કામ ને પાછું મૂંગા રહેવું ! આ તે કેવું ?
રણની જેવું તરસી પડીએ તોય વહે તું અધ્ધર ?
ઝાકળ જેવું વરસી પડીએ તોય કહે તું પથ્થર ?
તું બોલે બેફામ ને મારે કંઇ ના કહેવું ? આ તે કેવું ?
હોય વૃક્ષની જાત અને ના છાંયો આપે ?
છે અમાસની રાત અને પડછાયો આપે?
માંગું ખુલ્લેઆમ ને તારે કંઇ ના દેવું ? આ તે કેવું ?
મત્સ્ય હોઉં ને જળને કંઇ તરવાનું પૂછું ?
વાદલ છું તો વરસું કંઇ સરનામું પૂછું ?
ભીંજે આખું ગામ ને કોરું એક જ નેવું ! આ તે કેવું ?
– કૃષ્ણ દવે
—————–
વેમ્બલિમાં ઝળહળતી ગુર્જરી માટે એક અનેરો લ્હાવો…. કવિ કૃષ્ણ દવે સાથે મજલિસ (લંડન, 17 જુલાઈ 2010, બપોરે 2.30)
ખુબ જ સરસ……
વાહ ક્રિશ્નભાઇ..મજા આવિ
લંડન વાસીઓ ને મજા પડશે એમાં બે-મત નથી.
કૃષ્ણ ને મારા અભિનંદન
વાહ ! Classic…!
૧૭,જુલાઈએ લંડન જવાનુ મન થઈ જાય એવુ, આ તે કેવું…….
વા……હ ક્રુષ્ણભાઈ
અહી ગુજરાતમાઁ તમારા કાવ્યોનુ કામણ પથરાયુ છે તેનાથી વધુ વિદેશમા પણ પથરાય એવી હ્રદય પુર્વકની શુભકામના…
જાણીતી મજાની રચના…
ભીંજે આખું ગામ ને કોરું એક જ નેવું ! આ તે કેવું ?…
Beautiful!!!
A MASTERPIECE OF KRISHNA DAVE!