સ્વર / સંગીત – રવિન નાયક
કવિ – રમેશ પારેખ અને અનિલ જોશી
ડેલીએથી પાછા મ વળજો, હો શ્યામ
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં
પાછલી તે રેણની નીંદરની કામળી
આઘી હળસેલતીક જાગું
દયણે બેસુંને ઓલી જમનાના વ્હેણની
ઘુમ્મરીમાં બૂડતી લાગું
બારણાંની તડમાંથી પડતા અજવાસને
ટેકે ઊભી રે મારી ધારણા
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં
કૂકડાંની બાંગ મોંસૂઝણાંની કેડીએ
સૂરજની હેલ્ય ભરી આવે
કોડના તે કોડિયે ઠરતા દીવાને ફરી
કાગડાના બોલ બે જગાવે
ખીલેથી છૂટતી ગાયુંની વાંભ મુંને
બાંધી લ્યે થઈને સંભારણાં
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં
ડેલીએથી પાછા મ વળજો, હો શ્યામ
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં
-રમેશ પારેખ અને અનિલ જોશીની
સહિયારી રચના
[સમયઃ બુધવાર, તા. ૧૬ ઓગસ્ટ, ૧૯૬૭ના
રોજ વહેલી સવારે ૨.૩૦ વાગ્યે]
( શબ્દો માટે આભાર – માવજીભાઇ.કોમ)
ર. પા . અને અ .જોશી ગુજરાત ના ભવ્ય કવિ ઓ.ક્યારેય જુનુ ન થાય તેવુ કાવ્ય . સુન્દર .
બહુ જ મજા આવિ…અદ્બુત શબ્દો અને સ્વરાન્કન..હુરતી હામ્ભલ્વાનિ બહુ મજા આવી.
વહેલિ સવાર થઈ આવો હે શ્યામ
મેતો નિન્દર્ને ક્યારનિ ત્યાગિ
જશવન્ત્
આ મજાની વાત
[…] , રવિન નાયક | થોડા દિવસ પહેલા પેલું અનિલ જોશી અને રમેશ પારેખનું સહિયારું
દક્ષિણ ગુજરાતના ગણ્યાગાંઠ્યા મૌલિક સંગીતકારો માં રવિનભાઇનું નામ આદરપૂર્વક લેવુન પડે.આ ગીત માં સાંભળ્યા, હંમેશા આટલા જ નિખાલસ.બે વરસ પેલા એમને હાફુસ કેરી ના ભજિયા ખવડાવેલા તે હજી યાદ કરે પ્રેમપૂર્વક.એમના ગિતો રૂબરૂ સાંભળવાની મજા ઓર જ છે.
ખુબ જ સુન્દર દેશિ સુરતી પ્રસ્તાવ્ના.મધુર સ્વર રવિન નાયક ને ધન્યવાદ.
સાચે જ જુના ગિતો ભુલાવા ના જોઇએ. ખરિ મધુરતા હોઇ ચ્હે.
બહુ જ સરસ ગીત –
આ ગીત હું ૧૯૭૦ની આસપાસમા મોરબીમા શિખેલી – અમારા સાહેબ ઉમાકાન્ત જોષી પાસેથી…
એ દિવસોની યાદ તાજી થઈ ગઈ
મને આવડ્યું એવું કૃષ્ણગીત
ર.પા. ને સમર્પિત
આજ હજી જળ-થળ, પનઘટનાં
યાદ કરે રાધાની ઘટના
ધન્ય હજો જીવન એ વ્રજના
બાલ સખા, ગોપી, નટખટના
એક ભરી તાંદુલની મુઠ્ઠી
કામ કર્યાં શ્યામે કેવટનાં
ખેલ દડા-ગેડીના નામે
નાગ હર્યા કાલિ ઝંઝટનાં
રાસ રમાડ્યા, કર બાળીને
શામળીયા સાથે રમઝટનાં
વાંસ મહીં વહાલાની ફુંકે
નાદ ઉઠે, ધા ધા ધીરકીટ નાં
ચીર પુરે મધદરિયે માધવ
પુર શમે સઘળાં સંકટનાં
નાથ ઉંચક અમને આંગળીએ
થાય દરસ મન મોર મુકુટનાં
બાઈ કહે મીરાં, મેવાડા
પીત કટોરા રોજ કપટનાં
અદભુત…..સરસ સુરતી રજુઆત..
મને બહુજ પ્રિય સ્વર….મઝા પડી ગઇ…..