થોડા દિવસ પહેલા પેલું અનિલ જોશી અને રમેશ પારેખનું સહિયારું સર્જન – રવિન નાયકના અવાજમાં સાંભળેલું એ યાદ છે? એવું જ મઝાનું સ્વરાંકન અને મઝાની રજૂઆત સાથે આજે સાંભળીએ આ એટલું જ મઝાનું ગીત..!!! સાંભળ્યું છે કે આ વર્ષે તો દેશમાં ભરપૂર કેરીઓ આવી છે, અને એમાંથી કેટલીક તો ઊડી ને ન્યુ જર્સી-કેનેડા સુધી પહોંચે છે..! જો કે હું અને અમિત તો મેક્સિકોની કેરીમાં જ દેશની થોડી સુગંધ શોધી લેવોનો નિષ્ફળ પ્રયાસ કરી લઇ છીએ..! 🙂
સ્વર / સંગીત – રવિન નાયક
(કેસર કેરી વાવી….. Photo from Web)
.
કેસર કેરી વાવી ગણદેવી ગામમાં રે
ટોળાં પંખીઓના આવ્યા ઇનામમાં રે…
એની મહેક ગગનમાં ઘૂમે, ચૌદ ભૂવનમાં ખેલે
એના કેસરિયા છાંયે સૂરજ ઘડીક માથું મેલે
કીડી ખરીદતી એની મીઠાશ મોંધા દામમાં રે…
કેસર કેરી વાવી ગણદેવી ગામમાં રે
ટોળાં પંખીઓના આવ્યા ઇનામમાં રે…
વાયુ વળોટ થઇ ને વાતો, તડકો બીતા બીતા જાતો
એની સૌથી પહેલી ચીરી એનો વાવણહારો ખાતો
એની સોના સરખી છાંય જરી પણ છાની નહિ,
સરીઆમમા રે… સરીઆમમા રે…
કેસર કેરી વાવી ગણદેવી ગામમાં રે
ટોળાં પંખીઓના આવ્યા ઇનામમાં રે…
– નયન દેસાઇ
ઓહો, કેરેીનો મધુર સ્વાદ સ્વર સન્ગેીત મા અદ ભુત રચ ના.
આવા ગેીત તહુકામા આપ્યા કરો.આભાર સ હ્.
આટ્લુ ખુબ સુન્દર ગેીત અને આજે સામ્ભલ્યુ બહુ દુખ થયુ! અને તેમાય સ્વર અને સન્ગેીત અદ્-ભુત્…….નયન દેસાઈ આભારને લાયક ચ્હે.
વાહ વાહ નયન્ભૈ.. સરસ રચના
કેસર કેરી વાવી..સાંભળીને તોડી ને ખાધી તેટલો આનંદ આવ્યો…
રવિન ભાઈથિ સરસ બિજુ કોણ આ ગિત ને ન્યાય આપિ શકે?
ખેદુત નિ લાગ્ણિ એમનાથિ બિજિ કોને વધુ હોઇ.
ખુબ સરસ અને દક્ષિણ ગુજરાત નુ ગિત એમના સ્વર મા એક્દમ પોતાનુ લાગે છે.
પ્રિય શ્રોતાઓ અને ભાવકો,
તમને સૌ ને મ્હારુ આ સ્વર સન્યોજન ગમ્યઉ અને હુરતિ તેમજ અનાવિલો એ બિ હઆમ્ભ્દ્યુ એત્લે ખોૂબ મઝા આવિ.ધન્યવાદ્.-રવિન નયક્
Dear Ravinbhai,
It is always a pleasure listening to your mesmerizing voice. I have been a great fan of yours right from beginning. Regular audience to your Garba performance way back from the nostalgic moments when you started at Vimal Society.
One request can I get your old garba collection (Re Ma Pa Ni Cassettes).
With Regards,
Hemant Upadhyay
This is amazing song. I have listen to it for couple of times in last 3 days. Very melodious voice of Mr Ravin Nayak. I quite like the way he speaks in between the song. Love that surati language.
Wow, kevu kesar jevu madhuru geet, sambhadi ne mann harkhay. Nayanbhai nu sundar kavya ane Ravinbhai no avaj khubaj saras, ane typically dehai(Desai) ni boli hambhadi ne aanand ave ne watan ni yaad aavi jay. Very nice. Thanks to Tahukane.
really good singer…. a typical surati boli … very sweet
Wow ! very nice song and singer both.
સરસ ગીત. સ્વરાંકન/ગાયન પણ ગમી જાય એવું.
વાહ રવિન્…કેસર જેટ્લુ મધુરુ.
આભાર ટહુકાનો !!!!!!!!!!!!!!!!!!!
કેસર કેરી ખાવાનો આનંદ થાય એટલો આનંદ થયો. આ ગીત ક્યાંથી ખરીદી શકાય, મને માહિતી આપશો પ્લીસ.
ભરત પારેખ.
hello tahuko team
ame to pure Talala gir ni kesar keri khaye mara papa kesar keri ne ashiq aje a song sambhali ne kesaer ni mahek manama vasi gaichhe
Thanks to nayanbhai.
વાહ. કેસર કેરેી ખાવાનેી અને ગાવાનેી મઝા પડેી. આભાર જયશ્રેી. શ્રેી નયનભાઈ મારા કુટુમ્બેી અને વાલોડ ગામના પાડોશેી થાય. સુઁદર રચના નયનભાઈ.
બહુ સરસ ગિત્
enjoyed this seasonal mango -geet..vah…
કાનમા જાણે મધ રેડાયુ હોય ! સુન્દર કવિતા અને તેને પુરો ન્યાય આપતુ એટલુજ સુન્દર સ્વર સઁયોજન. ટહુકા ને ધન્યવાદ !
સસરાજિ મોટા જમિનદાર એટલે વાર્સા મા ખુબ જમિન મળિ પણ આંબાવાડિ મોટા ને ભાગે ગયિ….ને અમારા ભાગે પડતર્…..તેમા બરિકા થિ શિંચિ શિંચિ હાફુસ કેરિ ના પાંચ્સો ઝાડ ઉગાડ્યા પણ હવે લિલા લહેર….એક વાર વાડિ મા જાવ..એટ્લે ખસવા નુ મન ન થાય>
ઝાકમઝૉળ.આફરીન.કેનેડા મા કેસર કેરી ખાતા આ LIVE CONCERT નૉ આનંદ માણ્યો…
Ravin nayak no avaj 15- 20 varsh pahela aamari vimal societyma salang 10 varsh sambhlyo hato te yad aavi.
Aavarsheto hu canadama hoi keshar ke Hapush nashibma nathi
Saras mazani rachna sambhalva Mali Aananda thayo
Aabhar tahukano….
Are you the same Kantibhai who used to organize Garba in Vimal Society ?
I used to stay in Vivekanand Society and a great fan of Ravin Nayak.
With Regards,
Hemant
બહુ સરસ ! મજા પડે બાપુ વાતો
I have Mango tree in my backyard. When we moved to florida we asked our gardener to get tree of Kent Mango and he brought it and put in our backyard . Then next year i.e.1988 we started getting lots of mangoes about 1/2 to 3/4 lbs. size also enjoying mangoes on the tree like the picture here. This is nice song and nice commentry . Enjoyed listening the song and its history.
Sheela
Dear Jayshreeben and Team:
This poem once again reaffirms the poetic freedom enjoyed by the poets including Nayanbhai Desai in thatjust very soon after the planting of Kesar mango trees, flocks of birds are hovering over them by way of rewards.We know from experience that it takes about 7 years for any mango tree (Keasr variety included)to bear fruits on it.Then all the happy tidings follow as have been beautifully and vividly narrated by Desai.Not earlier.
The rendition of the poem is just marvellous and captivates us especially intermittent small but pithy monologues.
Is the picture of mango tree of the Kesar family or Payari one? I am not sure as my experience with the former for 18 years declines to confirm.
Vallabhdas Raichura
North Potomac
May 30,2010.
નયન દેસાઈને સુંદર સ્વરાંકન માટે ખુબ ખુબ અભિનંદન! તેમણે કવિતાના શબ્દોમાં ચેતન અને લાગણીઓ ભરી છે.
દિનેશ ઓ.શાહ, ગેઈન્સવીલ,ફ્લોરીડા,યુ.એસ.એ.
આ ગીત ની હું રાહ જોતી તી… પહેલી વાર એક કાર્યેક્રમ મા સાંભડેલુ…
આ ગીત ને ઘણું શોધ્યુ પણ ન મળયું…તમે સી.ડી માંથી મળયું??
ખુબ ખુબ આભાર!!!
શું વાત છે. કેસર કેરી જેવું જ મીઠું ગીત. વચ્ચે જૂનાગઢ ગયો હતો ત્યારે કેસર કેરીની સુગંધે મન હરી લીધું હતું. આવી જ મીઠું ગીત સાંભળી રવિવાર સુધરી ગયો.
સુંદર સ્વરાંકન. સરસ ભાવ!