જ્યારે ગોકુળિયું ગામ યાદ આવશે – મહેશ શાહ

આજે ટહુકો ના વાચકો ને બોનસ…. બેવડી ખુશી છે – સ્વાતંત્ર્ય દિવસ, અને આપણા માનીતા અને લાડીલા ગાયક – સંગીતકાર – શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય નો જન્મ દિવસ.

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

દ્વારિકાની દુનિયામાં કેમ તમે રહેશો ?
ને કેમ કરી તમને તે ફાવશે ?
જ્યારે ગોકુળિયું ગામ યાદ આવશે…

કેવું બપોર તમે વાંસળીનાં સૂર થકી
વાયરાની જેમ હતા ઠારતા !
પાંપણમાં પૂરેલી ગાયો લઈ સાંજ પળે
તમે પાદરની વાટને મઠારતા.
મોરપિચ્છ ખોસીને ફરતા બેફામ
હવે સોનાનો ભાર કેવો લાગશે?
જ્યારે ગોકુળિયું ગામ યાદ આવશે…

માખણની જેમ ક્યાંક હૈયું યે ચોરતા
ને ક્યાંક વળી કરતા ઉદારતા
ગોવર્ધન જીતવા છતાં ય એક રાધાની
તમે પાસે અનાયાસે હારતા.
રાજ તણી રમતોમાં નહીં ચાલે હારીને,
જીતવાનું ઠેર ઠેર આવશે.
જ્યારે ગોકુળિયું ગામ યાદ આવશે…

ગોકુળિયું ગામ યાદ આવશે…
ગોકુળિયું ગામ યાદ આવશે…

– મહેશ શાહ

12 replies on “જ્યારે ગોકુળિયું ગામ યાદ આવશે – મહેશ શાહ”

  1. જેટલા સુંદર શબ્દો એટલું જ સુંદર સ્વરાંકન . . . . .સાચું સુગમ ગીત – એક સંપૂર્ણ સુગમ સંગીત . . . મારું નાનપણ એકદમ તાજું થઇ ગયું. . ખુબ સાભળ્યું છે આ ગીત . . . .જમાવટ . . મહેશજી ને અભિનંદન અને પુરષોત્તમભાઈ નો ખુબ ખુબ આભાર . . સલામ – પ્રણામ

  2. જયશ્રિ,આ ગિત મહેશ શાહ નુ લખેલ ચે તે આપનિ જાન્ન માતે,ક્રેદિત આપવા માતે આ લખ્યુ ચે. આભાર.

  3. ગોકુળિયું ગામ યાદ આવશે…
    ગોકુળિયું ગામ યાદ આવશે…
    આખો મા આસુ આવસે જ્યરે પુરુશોત્તમભાઇ યાદ આવશે…

  4. Adbhut Swar rachana evij adbhut Shabda Rachna… haiyu bharai jay tevi lagni nitrtu geet sambhdvani mauj padi gai

  5. Hi Jayshreeben,
    I request u from the deep of my heart that please make-up the stopping of songs from the mid.We are loosing a great treasure of Gujarati Songs.

  6. error fixed.
    you can listen to the song now.
    and yes, most of the gujarati songs on the site are now not in full, except songs composed by our own mehul surti..

  7. Jayshree,

    I know u have many requests to look to. And i dont want to be rude. But please somehow make this song working. And one more question. Is every song is cut or there are some full songs? Is there a time limit for the songs?? that after 4 minutes it will stop?

    Thank u
    Nikit

  8. Hey,

    this song is one of my favorite. So if u can please fix it that will be really nice.

    Thank you in advance for running such a gr8 site.
    thanks

    Nikit Shah

  9. hi Jayshreeben
    Wonderful peice of music sung and composed by one of the best.Do you have any Cd(or somebody u know) which has this song in Purshottambhai’s voice.I will surely like to have it in my collection.Once again thnx for the gujarati songs Fiesta at Tahuko.

  10. ખુબ ખુબ આભાર જયશ્રિબેન,

    પુરુશોત્તમભાઈનો અવાજ ને એનિ મિઠાશ છેલ્લા પચાસ વરસથિ એક સરખિ રહિ છે. પ્રભુને
    પ્રાર્થના કે સદા જ્ળવાઈ રહે! અને તેમ્ના જન્મદિવસનિ શુભેછાઓ,

    દિનેશ ઓ. શાહ
    ગેઇન્સવિલ, ફ્લોરિડા

  11. આભાર જયશ્રીબેન. મા. PU ને વધાઈ.
    તેમના પિતા સમાન અને ગુજરાતી સંગીતના પીતામહ સ્વ. શ્રી અવીનાશભાઈની અને ઝવેરચંદ મેઘાણી, એમ બંનેની પુણ્યતીથી પણ કદાચ ઢુંકડી જ છે.

  12. ઝુરતા ગોકુળિયા ને ગોવિઁદ ના મિત્રો
    મા યશોદાને વાસુદેવ સાથે રુદન કરતા રાધૅ
    આ ગીતમાઁ
    પુરષોત્તમભાઈએ એમના જન્મ દિવસે આપણને ટહુકામાઁ સાઁભળવા મળ્યા.
    Thanks Jaishree !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *