સ્વર : હર્ષિદા રાવલ , જનાર્દન રાવલ
.
કેવા રે મળેલા મનના મેળ ?
હો રુદિયાના રાજા ! કેવા રે મળેલા મનના મેળ ?
ચોકમાં ગૂંથાય જેવી ચાંદરણાની જાળી,
જેવી માંડવે વીંટાઇ નાગરવેલ :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ !
તુંબું ને જંતરની વાણી
કાંઠા ને સરિતાનાં પાણી
ગોધણની ઘંટડીએ જેવી સોહે સંધ્યાવેળ :
હો રુદિયાના રાજા ! એવા રે મળેલા મનના મેળ !
ધરતી ભીંજાય જેવી મેહુલાની ધારે,
જેવાં બીજ રે ફણગાય ખાતરખેડ :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ !
સંગનો ઉમંગ માણી,
જિંદગીંને જીવી જાણી;
એક રે ક્યારામાં જેવાં ઝૂક્યાં ચંપો-કેળ :
હો રુદિયાના રાજા ! એવા રે મળેલા મનના મેળ !
જળમાં ઝિલાય જેવાં આભનાં ઊંડાણ,
જેવા ક્ષિતિજે ઢોળાય દિશના ઘેર :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ !
હ્દય સ્પર્શી… આંખમા આંસુ ને પ્રેમ બંનેવ એક સાથે
Khub j saras geet ne sambhali ne man prasann thai gayu
Khub khub dhanyawad
મિત્રો!
કેવા રે મળેલા મનના મેળ ?
આ ગિત ના પિકચર નુ નામ ???
શ્રી અભય શાહ. આપની જાણ સારુ…
ફિલ્મ – “કાશીનો દિકરો” ગીતકાર – શ્રી બાલમુકુન્દ દવે, ગાયક કલાકારો – શ્રી જનાર્દન રાવલ અને હર્ષીદા રાવલ, સંગીત – શ્રી ક્ષેમુભાઈ દિવેટિયા
આ એક ક્લાસિક્લ ફિલ્મ છે;જેને ઘણા એવૉર્ડ મળેલા. ફીલ્મમાં બીજાં પણ સરસ ગીતો હતાં જેવાં કે ૧. ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા. ૨. રોઈ રોઈ આંસુની ઊમટે નદી તો એને કાંઠે કદમ્બવૃક્ષ વાવજો. ૩. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા. ૪. ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળીયા…
ગુજરાતી સહિત્ય ભુસય ન જાય અને કવિતા નો પ્રેમ આ યૂગ મા જાળવય તે માટે તે માટેના પ્રયશો માટે ઋણી છૌયે.
આભાર
કાનથી નહિ,હૃદયથી સાંભળવાનું ગીત..
અતિ સુન્દર સોન્ગ.
Rekhaben,
You can listen to Sonal Rawal (Daughter of Shree Janardan Rawal & Smt Harshida Rawal) here on tahuko:
https://tahuko.com/?cat=358
એક રે ક્યારામાઁ જેવાઁ ઝૂક્યાઁ ચમ્પો-કેળ….
એવા રે મળેલા મનના મેળ …વાહ રે વાહ ! શ્રી જનાર્દન રાવલ અને હર્ષીદા રાવલ( ફુવાને ફૈબા) ના ત્રણ ત્રણ ગીતો સંભળાવવા માટે જયશ્રીબેન નો ખુબ ખુબ આભાર..૨૦૦૭ મા તેમના દીકરી ને પણ સાંભળવાનો લ્હાવો મળેલો..ખુબ મજા આવેલી.શ્રી નિલમબેન ગામડીયા ને શ્રી રન્નાબેન ના માર્ગદર્શનનો લ્હાવો ગરબામા મળેલો જ્યારે અમે હાઈસ્કુલમા હતા. અને હા શ્રી મ્રુણાલિની સારાભાઈ ને સ્ટેજ પર અમારા પેહલા જોયા ત્યારે તો શું આનંદ થયેલો !!!
એક રે ક્યારામાઁ જેવાઁ ઝૂક્યાઁ ચમ્પો-કેળ….
એવા રે મળેલા મનના મેળ …વાહ રે વાહ !
આંખો ભિની કરી ગયુ આ યુગલ ગીત…..લા-જવાબ શબ્દો,સંગીત,ભાવ,લાગણી,પ્રેમ,અભિવ્યક્તિ,ગુજરાતી સુગમનાં શિરોમણી સમુ આ ગીત યુગો-યુગ અમર રહેશે.
અદ્વિતિય ગેીત – સુન્દર અભિવ્યક્તિ.
Speechless ! After listening this beautiful song.and its narration is too good.Thanks Jayshriji.& specially thanks to out Harshidaji-Janardanji for singing this song amazingly.& to Balmukundaji & kshemuji too.I was just knowing its first two lines when i was small.but today i heard the whole original song. I am very thankful to this site.
પધારો એમ કહેવાથી, પધારે તે પધાર્યા ના !
અનાદર પ્રેમને શાનો,નિમઁત્રણ પ્રેમને શાનાઁ?
પ્રેમ છિપાયા ના છિપે..જા ઘટ પરઘટ હોય;
જો મુખ પે બોલે નહીઁ.. નૈન દેત હૈ રોય !
ભાવોર્મિથી ભરપૂર ,સુન્દર ગેીત મૂકવા બદલ
સૌનો અતિ આભાર !બહેનાને અભિનઁદન !!
સુન્દર ગીત.. આભાર..
જો આ કલાકાર દમ્પતિનો ફોટોગ્રાફ હોય અને આપના બ્લોગ પર પોસ્ટ કરો, તો ખુબ આનન્દ થશે..
ખ્રરેખ્ર્ર સારુ
kavi kalaapi ni j vat chale chhe to lathi ma “kalaapi tirth” ma mukayela emna j hastaxar ma emna prempatro vanchva jevo dastavej chhe.bhavako e e prempatr na shabdo ni anubhuti karva pan lathi ni mulakat levi joie.
shri bharat yagnik digdarshit natak “surmadhu kalaapi” ni sangit badhdh gazal pan aswadva layak khari.
nasib ni balihari nu nim tale bethi….. k evu j kaik git achheru yad chhe. male to tahuko par mukjo. gujrati bhasha na astitv ne takavi rakhvani apni sadabahar koshish ne so so salaam!
ખુબ સરસ્.કલાપિ ના શબ્દો અન્તર મા ગુન્જે ચ્હે.થોદા દિવસ પહેલા આ ફિલમ ઈ તિવિ પર જોયેલિ.tyare aa git hraday par chot kari gayu.
હર્દય ને પર્સિ ગયો મને આ ગિત દાઓનલોદ કરવુ ચે મહેર્બનિ કરિને લિન્ક આપ્સો
બહુ સરસ છે.
માણ્યા પછી મજા આવિ
દામ્પત્ય જેીવન ના ઉત્ક્રુશ્ટ નમુનારુપ ગેીત મુકવા બદલ ધન્યવાદ.
બહુ સરસ છે.
માણ્યા પછી મજા આવિ.
દિનેશ પટેલ
પ્રથમ તો સ્વ્.કાન્તિભાઈ મદિયા ને વન્દન આવુ ગેીત ફિલ્મ મા રાખવા બદલ્….તેમ્નિ હિમત ને ધન્યવાદ…….
i can not hear any of the songs of your web site . what should i do to hear the song.Please guide for the same
ઇ અલ્સો વન્ત થિસ સઓન્ગ . ગોર મ ને પન્ચે અન્ગકિયે પુજયા
તોયે નગ્લ ઓચ્હઅ અ પ્દ્ય રે લોલ્.
ા ઋૅ ઍટ્
This songs is from Kashi no Dikro.
Kantibhai Madia was a director of this movie decided to present this Gujarati movie in Advance Cinema,Ahmedabad – A Air-conditioned theater only for English Cinema for upper class people.
This movie booked 24 week entirely “House full” and Kantibhai put the sign board as “BHAR-CHAK” in Gujarati.
I bought the ticket in Black.
Sanjiv Dwivedi
Toronto
જયશ્રી બેન ,
ટહુકા ને ફરીથી ટહુકાવવા બદલ ખુબ ખુબ આભાર..
પણ ઘણા બધા ગીતો અધુરા જ રહી જાયે છે..before completion..Plz Didi Fix This Problem..
Thank u
all this songs stops before completion.please do something.thanks.
શુ કોઈની પાસે આ જ ફીલ્મનુ ગીત “ગોરમા ને પાચે આગળીયે પૂજ્યા પણ નાગલા ઓછા પડ્યા” છે? જો આ ગીત મળી શકે તો હુ ખુબ આભારી રહીશ.
Reader વિષે જાણવાની ઈછ્છા સહેજે થઈ ગઈ, જણાવશો?
મુબારક હો તમોને આ તમારા ઈશ્કના રસ્તા;
હમારો રાહ ન્યારો છે, તમોને જે ન ફાવ્યો તે !
***
પ્રેમીએ પ્રેમી જાતાં કો બીજાથી પ્રેમ જોડવો,
આવું કાં ન કરે સૌએ પ્રેમી જો કે મળે ખરો?
જોડવી એક જોડીને, બે કો ખંડિત થાય તો
બન્નેનાં એકબીજાથી ઓછાં જેથી બને દુઃખો.
***
પ્રેમને કારણો સાથે સંબન્ધ કાંઈયે નથી,
કારણ પ્રીતિનું પ્રીતિ : પ્રેમીની લક્ષ્મી તે બધી.
***
ઝૂરી ઝૂરી મરવામાં સ્નેહ સંતોષ માને,
નહિ કદી રસ શોધે સારસી અન્ય સ્થાને.
***
દર્દીના દર્દની પીડા વિધિને ય દિસે ખરી,
અરે ! તો દર્દ કાં દે છે, ને દે ઔષધ કાં પછી?
***
રે રે ! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે,
લાગ્યા ઘાને વિસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે.
***
ક્યાંયે હશે જો કો ખુદા તો ઈશ્કનો બંદો હશે,
જો ઈશ્કથી જુદો હશે તો ઈશ્કથી હારી જશે !
***
છવ્વીસ વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કરી જનાર લાઠી નામના નાકકડા રજવાડાના રાજા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલને એક આખી સદી બાદ શા માટે આ દુનિયા યાદ કરે?
‘કલાપી’ એટલે શાબ્દિક અર્થમાં મોર… અને આ મોરનો ‘કેકારવ’ તો સદીઓ પછી પણ આપણા દિલની વાડીઓમાં એજ ચિરયુવાન મીઠાશથી ગુંજતો રહેશે.
પતિ-પત્નીના પ્રસન્ન દામ્પત્યને વર્ણવતું આ એક ઉત્કૃષ્ટ ગીત છે, અને એ પણ જ્યારે જનાર્દનભાઈ-હર્ષદાબેન કે રાસભાઈ-વિભાબેન જેવા યુગલો ગાતાં હોય ત્યારે એ ગીતનો અર્થ ભારોભાર નીકળી આવતો હોય એવું લાગે. કેટલાં ભાગ્યશાળી હશે એ યુગલો જેમનાં મન આવા મળી ગયાં હશે!!
અમારા આજે પણ,પચાસ વર્શો વિત્યા ને દુર રહેવા છતાઁ બન્ને કુટુઁબો સાથે પ્રેમ બઁધન એટલા જ મજબુત છે.
ગીતા-રાજેન્દ્ર
Jaishree you put harshida and Janubhai…
KEEP UP YOUR GOOD WORK.
સરસ રીતે ગવાયેલું …ખૂબ સરસ ગીત….
સરસ્ વાચ્ ક નો રિસ્પોન્સ પન સરસ્
ગીત અને નિબંધ બંને સારા…
આ ગીતતો હર્શિદા અને જનાર્દનભાઈએ “કાશીનો દિકરો” મા ગાયુ છે. સંગીત છે ક્ષેમુભાઈ દિવેટિયાનુ.
Yes, this song was in the movie “Kaashino Dikaro” also. કાશીનો દીકરો ફીલ્મમાં બીજાં પણ સરસ ગીતો હતાં જેવાં કે ૧. ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા. ૨. રોઈ રોઈ આંસુની ઊમટે નદી તો એને કાંઠે કદમ્બવૃક્ષ વાવજો. ૩. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા. ૪. કેવા રે મળેલા મનના મેળ. ૫. ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળીયા…ટહુકો પર આવશે કદાચ.
બીજું, આ ગીતમાં ના ગાયેલી પંક્તિઓ પછીથી જનાર્દનભાઈ-હર્ષદાબેને એક અલગ ગીતમાં ગાયેલી. I can email that to thuko.
વાહ, જયશ્રીબેન વાહ.
“કાશીનો દિકરો”માંનું તો નહીં?
પતિ-પત્નીના પ્રસન્ન દામ્પત્યને વર્ણવતું આ એક ઉત્કૃષ્ટ ગીત છે, અને એ પણ જ્યારે જનાર્દનભાઈ-હર્ષદાબેન કે રાસભાઈ-વિભાબેન જેવા યુગલો ગાતાં હોય ત્યારે એ ગીતનો અર્થ ભારોભાર નીકળી આવતો હોય એવું લાગે. કેટલાં ભાગ્યશાળી હશે એ યુગલો જેમનાં મન આવા મળી ગયાં હશે!!
કોઈને આપણે પૂછીએ કે ગોળ કેવો હોય, તો જવાબ મળે કે ગળ્યો. પણ ગોળ ખાધા વિના ખબર ના પડે, એમ પતિ-પત્નીનો પ્રેમ કેવો એવું કોઈ પૂછે તો કહીએ કે આ ગીતમાં વર્ણવ્યો છે તેવો. પણ એ પ્રેમ અનુભવ્યા વિના ખબર ના પડે. કિનારે ઊભા રહેલાને મઝધારની ક્યાંથી ખબર? ભાગ્યશાળી છે એ કે જે પ્રેમમાં પડ્યા છે, પછી ભલે ને એ પ્રેમ પળભરનો હોય. કોઈએ કહ્યું છે કે માણસે જીવનમાં કોઈ એકને તો મન મૂકીને અત્યન્ત પ્રેમ કરવો જ જોઈએ- અધ્યાત્મિક વિકાસની સીડી છે એ તો.
આ જગત એકલાનું છે જ નહીં, બેકલાનું છે. જગતના સઘળાં અર્થ, સઘળી મજા, સઘળું સાર્થક્ય પ્રિયતમ પાસેથી મળતા હોય છે. એટલે આ ગીતને સમજવા, માણવા માટે પણ એ પ્રિયતમની આવશ્યકતા છે. એના વિના કાંઈ ટપ્પો ના પડે ભાઈ! આ તો એવી પત્ની મળી છે એટલે આ ગીત બહુ જ મીઠું લાગે છે, કારણ કે એને આંખ સામે રાખું તો આ ગીતના એક-એક શબ્દો ઓગળીને સીધા હ્રદયમાં ઊતરી જાય છે. જો એ મારા જીવનમાં ના હોતે તો હું પણ સાવ બોઘા જેવો અને પથરા જેવો જડવત, કોઈ સમજાવતે તો પણ કાંઈ ખબર ના પડતે! ખરેખર, પ્રેમ કરવા જેવો છે; બાકી ઈર્ષ્યા, વેરઝેર, ગુસ્સો તો બધા પ્રાણીઓ કરતા હોય છે- એમાં સવિશેષ શું?
પતિ-પત્નીના પ્રેમમાં શું હોય એ કવિએ આ ગીતમાં પ્રકૃતિનાં તત્વો દ્વારા અદભૂત રીતે કહી દીધું છેઃ શોભા, સૌન્દર્ય, બન્ધન, પ્રેમની ભીનાશ, પ્રેમનું ફળ, તદ્રુપતા, પારદર્શકતા અને વ્યાપકતા! પૂનમની રાતની ચાંદની ચોકની જાળીમાંથી ગૂંથાઈને કેટલી સુન્દર લાગે છે! અને માંડવાની શોભા પણ એને ફરતી જે નાગરવેલ છે એને લીધે છે. આપણા આ ગીતના પ્રેમી પંખીડાંનો પ્રેમ પણ એટલો જ સુન્દર અને શોભાયમાન છે. વળી, પ્રેમમાં બન્ધન છે તો એની મજા છે, બન્ધન નથી તો પછી અલગ-અલગ ચામડીનું સુખ જ માત્ર છે જે ક્ષણિક અને ઝાંઝવા જેવું છે. જ્યારે કિનારાના બન્ધન વાળી નદી તો દૂર સૂધી વહે છે અને સાગરની શાશ્વતતા પામે છે. જંતર એટલે કે તારને તુંબડાનું બન્ધન છે તો એમાંથી સૂરીલું જીવનસંગીત રેલાય છે….અને આ જુઓ તો- કોણ પેલું મચી પડ્યું છે? આ તો પેલો ઘેલો વરસાદ મન મૂકીને ધરતીને ભીંજાવી રહ્યો છે અને કહે છે કે “વરસાદનાં વાદળ કાંઈ ધરતીને પૂછે તને ભીંજાવું ગમશે કે કેમ? એમ પૂછીને થાય નહીં પ્રેમ!” પ્રેમમાં આવી ભીનાશ જોઈએ. પ્રેમથી દલડાને ભીનું ભીનું એવું કરીએ, કે જે રીતે ભીની ધરતીમાં અન્કુર ફૂટી નીકળે અને વરસાદ-ધરતીના મિલનના ફળસ્વરુપે આ જગતના આંગણાંમાં ફૂલડાં ખીલી ઊઠે, બિલકુલ તેવી રીતે પતિ-પત્નીના પ્રેમની ભીનાશથી જગતને સુન્દર સંસ્કારી સંતાન મળે!
પ્રેમનું બીજું એક અગત્યનું પાસું એટલે એકબીજામાં તદ્રુપતા! એક જ ક્યારામાં જાણે ચમ્પો-કેળ ઊગ્યાં હોય એમ રોજબરોજની ઘટનાઓની દ્રષ્ટિએ કહીએ તો ખાવા માટેની થાળી પણ એક, પાણી પણ એક પીએ અને એ જ પાણી બીજાને પીવડાવે, શરીર લૂછવાનો રૂમાલ પણ એક એટલી એકમેકતા, અને મન પણ એકબીજામાં તદ્રુપ- એક દુખી હોય તો બીજું પણ ભલે ને દૂર હોય પણ એ પણ દુખી, એક સુખી હોય તો બીજું પણ સુખી. આવી તદ્રુપતા જેની હોય એ કહે કે ” સંગનો ઉમંગ માણી, એ જી જીંદગીને જીવી જાણી!”. આવા પ્રસન્ન દામ્પત્યની એક આવશ્યકતા એટલે એકબીજા પ્રત્યે પારદર્શકતા. જેવા છીએ એવા આખેઆખા દેખાવું, કશું એવું ના કરવું કે જે બીજાને કહી ના શકાય એટલી પારદર્શકતા આ પ્રેમમાં છે- જેમ આભનું ઊંડાણ જેવું છે તેવું જળમાં ઝીલાય છે ને તેમ!! આવો પ્રેમ વ્યાપક બને છે. દિશાનું ઘર ક્યાં, તો કહે કે દૂરસુદૂર ક્ષિતિજ સુધી. સાચો પ્રેમ બન્નેની આખી જીન્દગી પૂરતો વ્યાપક બને છે. “ઝાકળ જેવું જીવી ગઈ તું, હવે સ્મરણો ભીનાં” એમ પળભરનો સાચો પ્રેમ પણ આખી જીન્દગીનું પાથેય બની શકે છે. પતિ-પત્ની એકબીજાનાં હ્રદયમાં એવાં ખૂંપી જાય છે કે જ્યાં જાય ત્યાં એ સાથે જ હોય છે, પતિ-પત્ની માટે એકબીજાનું અસ્તિત્વ ક્ષિતિજની માફક વ્યાપક બની રહેતું હોય છે. કાલિદાસે શાકુન્તલમાં આ ધન્યો ગૃહસ્થાશ્રમના પતિ-પત્નીના પ્રેમનું દુષ્યન્ત-શકુન્તલા થકી સુન્દર વર્ણન કર્યું છે. આવાં ગીત સાંભળીએ ત્યારે લાગે કે જાણે દુનિયા આપણા પ્રેમનું જ વર્ણન કરી રહી છે. આવા પ્રેમની એક જબરજસ્ત મજા હોય છે, સંતોષ હોય છે.