ઝરમર વરસે ઝીણી
થાય મને કે લઉં પાંપણથી વીણી
વર્ષાની ધારાઓ સાથે
આભ પીગળતું ચાલે;
ધણ વાદળનાં વીજ-ચાબખે
પવન હાંકતો ચાલે !
માટીમાંથી સુગંધ ફોરતી ભીની,
ઝરમર વરસે ઝીણી.
ઘેરાયા આ મેઘની વચ્ચે
રહી રહી ઢોલ ઢબૂકે,
હૈયામાં ગૌરંભા વચ્ચે
રહી રહી વીજ ઝબૂકે !
રોમે રોમે અગન ઊઠે છે તીણી
ઝરમર વરસે ઝીણી.
સરસ શબ્દચિત્રઃ
વર્ષાની ધારાઓ સાથે
આભ પીગળતું ચાલે;
ધણ વાદળનાં વીજ-ચાબખે
પવન હાંકતો ચાલે !
માટીમાંથી સુગંધ ફોરતી ભીની…
જાણે કે માટીની મઘમઘતી સુગંધ આસપાસ ફેલાઇ ગઈ … વાહ
પણ..
હૈયામાં ગૌરંભા વચ્ચે
રહી રહી વીજ ઝબૂકે !
રોમે રોમે અગન ઊઠે છે તીણી…
… કોઇ વિજોગણની વેદના અંતરમાં ઊંડે એક ચચરાટી જગાડી ગઇ .
બહુ જ સરસ અભિવ્યક્તિ…
Matr vanchva nu nahi pan anubhavva jevu geet!
ભેીના થ્ઈ જવાય તેવુ એક ગેીત;વરસાદ ભેીન્જવે. કવિશ્રેી રમેશ પારેખ
અચુક પને માનવા જેવુ વરસાદિ ગેીત !!
ઝરમર વરસે ઝીણી ઋતુગીત બહુજ રોમાન્ચક અને જો હજુ અલગ અલગ ઋતુ ગીત હોય તો વધુ મજા આવે હજુ તો હુ થોડા સમય થી જ આ સાઇટ જો ઉ ચ્હુ
ઝરમર વરસે ઝીણી
થાય મને કે લઉં પાંપણથી વીણી
સુંદર ઉપાડ…મઘમઘતું વર્ષણ ગીત.
સરસ ગીત…જેવી ઝીણકી ઝરમર એવો જ નાનો ને લવચિક બાંધો…