કોયલ ટહુકે સવારના
ને સાંજે કનડે યાદ
સૈયર, શું કરીએ ?
આંખોમાં છે ફાગણિયો
ને પાંપણમાં વરસાદ
સૈયર, શું કરીએ ?
ઊંઘમાં જાગે ઉજાગરો
ને સમણાંની સોગાદ
સૈયર, શું કરીએ ?
મૂંગામંતર હોઠ તો મારા
ને હૈયું પાડે સાદ
સૈયર, શું કરીએ ?
પિયર લાગે પારકું
કે સાસરિયાંનો સ્વાદ
સૈયર, શું કરીએ ?
પગમાં હીરનો દોર વીંટાયો
ને ઝરણાંનો કલનાદ
સૈયર, શું કરીએ ?
તનમાં તરણેતરનો મેળો
ને મનમાં છે મરજાદ
સૈયર, શું કરીએ ?
ઇન્દ્રવદન ભાઈ સાથે સહેમત છ્. સાચે જ ફાટ ફાટ ઓરતાઓથી છલકાતુ કવ્ય મઝા આવિ ગઈ.
ફાટ ફાટ ઓરતાઓથી છલકાતા આ કાવ્યની મઝા માણી.છેલ્લી બે પંક્તિઓએ તો અવધી વાળી.
તનમાં તરણેતરનો મેળો
ને મનમાં છે મરજાદ
ભાઈ ભાઈ…
Off topic: Thank you so much for posting all your beautiful pictures to flickr.com
નારી સંવેદના ઝીલતું સુંદર ગીત.
નામ અલગ ના જોયું હોત તો આ ગીત વિનોદ જોષીનું જ લાગત.
મૂંગામંતર હોઠ તો મારા
ને હૈયું પાડે સાદ
સૈયર, શું કરીએ ?…….
મઝાનું ગીત!
સુંદર કાવ્ય…
…તરણેતરના મેળાને ઘણા પરણેતરનો મેળો પણ કહે છે…
ટહુકે શબ્દો ભર્યા ભર્યા
ને હૈયામાં છે નિનાદ
સૈયર શું કરિએ?
જગત જાગે છે ખટપટ ઓઢી
ને માથાં વિંધે વિવાદ
સૈયર શું કરિએ?
એટલાન્ટાના નસિબ જાગ્યા
તે ટહુકો ડોટ કોમ દાદ
સૈયર શું કરિએ?
જયશ્રીબેન તમારું કાર્ય તો લાજવાબ છે !