અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા – સુરેશ દલાલ

દેશમાં તો ગઇકાલે ધૂળેટી ગઇ.. પણ અમેરિકા અને બીજી ગઇ જગ્યાએ ઘણા વખત સુધી હોળીના રંગો ઊડશે.. (અહીં બધું સગવડ પ્રમાણે.. હોળી હોય કે દિવાળી – Weekend વગર એ ના આવે.. 🙂 )

તો આજે ફરી એક હોળીના ઘેરૈયોઓનું મજેદાર બાળગીત.. સાથે સાથે તમને પણ ગાવાનું મન થઇ જાય એવું..!

સ્વર : ભદ્રાયુ ધોળકિયા, કસ્તુરી ધોળકિયા
કોરસ : માધવ ધોળકિયા, રોહન ત્રિવેદી, હરીતા દવે
સંગીત : ભદ્રાયુ ધોળકિયા – ડો. ભરત પટેલ
કવિ : સુરેશ દલાલ

.

અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા
અમે ફાગણનો ફાલ છીએ ઘેરૈયા

અમે તલવાર ને ઢાલ છીએ ઘેરૈયા
અમે આજ અને કાલ છીએ ઘેરૈયા
ઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…
અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા…

અમે સંમદર ને પાળ છીએ ઘેરૈયા
અમે સોનેરી વાળ છીએ ઘેરૈયા
ઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…
અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા…

અમે રેશમી રૂમાલ છીએ ઘેરૈયા
અમે ધાંધલ ધમાલ છીએ ઘેરૈયા
ઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…
અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા…

અમે ખૂલ્લો સવાલ છીએ ઘેરૈયા
અમે જાદુ કમાલ છીએ ઘેરૈયા
ઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…
અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા…

– સુરેશ દલાલ

18 replies on “અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા – સુરેશ દલાલ”

  1. ચા…….લો ધૂળેટી ગઈ…

    એ પછીની થોડી ટિપ્સ આપી દઉં..??

    રાધા ને કાન રમ્યાં
    વ્રજમા
    ઉલ્હાસથી, એ
    હૈયામાં,
    ધૂળેટી
    સાચવો…
    **

    **

    તમને યે
    ક્યાંક કોઈ
    રાધા મળે તો
    સહેજ
    ચપટી

    ધૂળ એંઠી
    સાચવો…!!!!

  2. હોલિ મુબારક જય્શ્રેીબહેન્
    હોલેી નુ ગેીત ખુબજ ગમ્યુ

  3. ગુલાલથી રમવા માટેનું સરસ હોળી ગીત છે.

  4. હોળી માટેના રન્ગબેરન્ગી કાવ્યોમા એક વધુ ઉમેરવા વિન્નતીઃ લેખક મને ખબર નથી.
    Happy Holi..
    ચાલ આજે તું ને હું પ્રેમની હોળી હોળી રમીએ,
    કાનો કાન પણ પડે ના ખબર કોઈને ના તો કહિએ.
    વિસરી ને જગતની જંજાળ છાનામાના જઈએ,
    ચાલ આજે તું ને હું પ્રેમની હોળી હોળી રમીએ,
    કેસુડાં પાસેથી લઈએ રંગ મજાનો કેસરી,
    વાતો એટલી મીઠી કરીએ કે મોરી લાગે મીસરી.
    પાન પાસેથી લઈએ રંગ મજાનો લીલો,
    મોહક તો એટલા થઈએ કે ચાંદ પણ લાગે ફીકો.
    સૂરજ પાસેથી લઈએ રંગ મજાનો સોનેરી,
    મંજીલો ને પામતાં પામતાં યાદો લાગે અનેરી.
    વાદળો પાસેથી લઈએ રંગ મજાનો વાદળી,
    એક્મેકમાં ગુમ થતાં આજે જીંદગી લાગે ખાનગી.
    ચાલ આજે તું ને હું પ્રેમની હોળી હોળી રમીએ,
    તારાં જોડે વિહાર કરતાં ગગનમાં કાંઈ ભમીએ.
    ચાલ આજે તું ને હું પ્રેમની હોળી હોળી રમીએ

  5. સરસ રચના અને સરસ સ્વરનિયોજન. ખાસ કરીને પરંપરાગત કરતા નોખી beats માં વધુ મજા આવી.આ ભરતભાઈનો જ idea હશે એની ખાતરી છે.

  6. મને તમે આવા સરસ ગિતો મોકલો અને મોકલતા રહેજો ખુબજ તમ્રારો આભાર્

  7. I read song because it was written by Suresh Dadal. Very average song and no imagination. Compare this song with Priykant Maniyar’s song and you can understand why I wrote it just newcomer’s kavita.

  8. Chi Jayshreeben,We have enjoyed so many holi songs turn by turn and one after another..since we are in touch with tahuko thanks lot but in this …Spring season has started n we want to listen KOYAL NO TAHOOKAR” which is lost …and mislaid pl help where it is we want to listen again pl guide I tried my best but could!t achive hence this request pl help and pl see “sacbee.com/photos”in today!s news paper u will find holi festival at park in goldriver by sac gujarati samaj holi festival…colours …..every where…JSK RANJIT VED.

  9. કેમ છો, ગોપાલકાકા?

    તમે આ ગીતની વાત કરો છો?

    ચકલામાં ચેતીને ચાલો, નવાઈલાલ !

    એ ગીત ટહુકો પર સંગીત સાથે અહીં સાંભળી શકાશે
    https://tahuko.com/?p=1242

  10. આકાવ્યની સાથે વેણીભાઇનુઁ કાવ્ય ઘેરૈયાલાલ મારા બ્લોગ પરછે બન્ને સાથે વાઁચીને માણજો, મને પણ જણાવજો કેવુઁ લાગ્યુઁ કાવ્ય? બન્ને મજામાઁ હશો
    આવજો
    ગોપાલકાકા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *