ગઇ કાલે તો આપણે દીયર-ભાભીની હોળી પણ રમી લીધી, અને આજે હોળીનો પૈસો માંગવા નીકળ્યા… જરા ઉંધુ ખાતુ થઇ ગયું આ તો, હેં ને ? !! ચલો વાંધો નહીં.. એમ પણ પૈસો માંગીયે જ છીએ ને.. ક્યાં આપવાનો છે.!! 🙂
સ્વર : નિશા ઉપાધ્યાય
COMPOSED BY SHRI ASHIT DESAI
(આજે છે રંગ રંગ હોળી….)
.
ચકલામાં ચેતીને ચાલો, નવાઈલાલ !
હોળીનો પૈસો આલો, નવાઈલાલ !
આજે છે રંગ રંગ હોળી, નવાઈલાલ !
આવી ઘેરૈયાની ટોળી, નવાઈલાલ !
ખાવાં છે સેવ ને ધાણી, નવાઈલાલ !
દાણ માગે છે દાણી, નવાઈલાલ !
આવ્યાં નિશાળિયા દોડી, નવાઈલાલ !
શાહીની શીશીઓ ઢોળી, નવાઈલાલ !
ઝાલી છે હાથમાં ઝોળી, નવાઈલાલ !
સિકલ તમારી છે ભોળી, નવાઈલાલ !
જૂની પોતડી પ્હેરી, નવાઈલાલ !
લાગો છો રસિયા લ્હેરી, નવાઈલાલ !
ઊંધી તે પ્હેરી ટોપી, નવાઈલાલ !
હસશે ગામની ગોપી, નવાઈલાલ !
ચશ્માની દાંડી વાંકી, નવાઈલાલ !
આંખોની આબરૂ ઢાંકી, નવાઈલાલ !
ચાલોને ઘેરમાં ફરશું, નવાઈલાલ !
નદીએ નાવણિયાં કરશું, નવાઈલાલ !
કોરા રહેવાની વાત મૂકો, નવાઈલાલ !
આજે દિવસ નથી સૂકો, નવાઈલાલ !
મૂછોમાં બાલ એક ધોળો, નવાઈલાલ !
કાળા કલપમાં બોળો, નવાઈલાલ !
કૂવાકાંઠે તે ના જાશો, નવાઈલાલ !
જાશો તો ડાગલા થાશો, નવાઈલાલ !
આજે સપરમો દા’ડો, નવાઈલાલ !
લાવો ફાગણનો ફાળો, નવાઈલાલ !
ચકલામાં ચેતીને ચાલો, નવાઈલાલ !
હોળીનો પૈસો આલો, નવાઈલાલ !
————————-
આભાર : ઈન્દ્રવદન મિસ્ત્રી
THIS IS COMPOSED BY SHRI ASHIT DESAI..PL CONFIRM BEFORE POSTING.
ભૂલ તરફ ધ્યાન દોરવા બદલ આભાર, હેમાબેન. પોસ્ટ સુધારી લીધી છે.
ગીતે રન્ગિ નાખ્યા. વાહ.
Tahuko mane bahuj game che and anand aape che. Jayshreeben aa pravruti chaluj rakhjo.
જયશ્રીબેન,
ચકલામાં ચેતીને ચાલો, નવાઈલાલ ! -વેણીભાઈ પુરોહિત By Jayshree, on March 22nd, 2008 in અચલ મહેતા , ગીત , ટહુકો , નિશા ઉપાધ્યાય , વસંત/ફાગણ/હોળી , ખુબ ખુબ અભિનંદન. ગત માસ મુકેલ મારી ફરમાઈશ ના જવાબ બદલ. ગીતના ફ્ક્ત થોડાં જ શબ્દો જ મારી યાદદાસ્તમાં હતા. પણ આજે આખું ગીત મળી ગયું અને તે પણ સ્વર અને સંગીત સાથે. ગીત હોળીના દિવસોમાં માણવાની કઈંક ઓર જ મઝા ને રંગત લાવે છે.
ચન્દ્રકાન્ત લોઢવિયા.
બે વર્ષ પહેલા પણ મઝા આવી હતી……..અને…………
આજે ૨૦૧૦ ના હોળી ના દિવસે પણ આ ગીત સાંભ્ળ્યુ ત્યારે જ આ પરદેસમા તહેવાર નૉ આનંદ થયો
I MISS U BARODA…………… ESPECIALLLY IN NAVARATRI
i was going through comments.. most of them are having connection with baroda..to all of them..its same old fun..on a mega scale.
do come during navratri.. and enjoy.
gautam
where is Nisha Upadhyay nowadays? is she doing any stage performance during navratri? has she published any garba album. There is a big vaccum after her departure from arcee and to that matter baroda.
Thanks to Achal Mehta and Nisha Upadhya for singing this song supurbly. Also the music team of Rishabh Group. It always remind me the days of Navaratri in Vadodara.
this song made me remember the days of Navratri in Vadodara… . we used to have all Dhamaal when this song used to play…lovely…
Thanks Tahuko… U R amazing…
& Thanks Jayshree… i loved it…have to visit it daily now.. 🙂
ેfeeling nostalgic….
thanks for this lovely song.જુના દિવસો યાદ આવી ગયા.
વાહ મજા આવ ગઈ. આર્કીના દિવસો યાદ આવી જાય છે.
ચકલામા ચેતીને ચાલો, એક સાબરકાંઠાનો શાહુકાર, અંબે માડી ગરબે રમવા આવ… આ બધાજ ગરબા નિશા એક પછી એક ગાતી અને અમે બધા જ ઝુમી ઉઠતા.
નિશા ઉપાધ્યાયનો સ્વર ગીતને વધુ મધુરૂ બનાવે છે.
પૈસો આપતા છતાં ય રંગવાનૂં- રંગાવાનું ગમે!
માણ્યું
This is a superb Holi song……..Thanks Jayshree and Happy Holi/Dhuleti to all Tahuko lovers! Bina Trivedi
ગીત સાંભળીને સ્કૂલના દિવસો યાદ આવી ગયા, ગીત મઝાનું ગવાયું છે, હોળીનો પૈસો આપ્યા કે લીધા વગર જ આવું સુંદર ગીત સાંભળવા મળ્યું, આભાર!
Vakhat na vaja khara vakhate vagadya…..
Fantastic, Once again Nisha, Achal and above all Jayshree, thanks a lot