મારામાં ઊગે ને મારામાં આથમે
એ ઝાડવાને કેમ કરી ઝાલું જી રે ?
લીલાંછમ પાંદડા કરમાયાં એવાં
કે આ મેળામાં કેમ કરી મ્હાલું જી રે ?
મારામાં વાદળા ઘેરાય ને વીખરાય :
જળને હું કેમ કરી ઝીલું જી રે ?
એકલતાનું આ સરોવર ઊભરાય
હું કમળ થઇને કેમ ખીલું જી રે ?
સૂની આ ગલીઓ ને સૂનાં મકાન છે :
એમાં જઇને કેમ મારે વસવું જી રે ?
આંખોમાં આંસુને સંતાડી રાખ્યાં
પણ કેમ કરી હોઠેથી હસવું જી રે ?
ચહેરો ઉતારું ને મ્હોરાને પહેરું :
મ્હોરું પહેરીને કેમ જીવવું જી રે ?
પૃથ્વીની પથારી પીંજાઇ ગઇ
ને ચીથરેહાલ આભ કેમ સીવવું જી રે ?
the best site i everseen.
સુરેશભાઈ બહુ સમયે દેખાયા
મઝા આવી
વાહ…
Khubaj saral bhasha pan nakkar vastvikata….sundar..
ખરેખર,
ચહેરા પર મ્હોરુ પહેરી ને ફરીએ છે આપણે બધા…
એક ચહેરે પે કઈ ચહેરે લગા લેતે હે લોગ…..
ખૂબ જ સરસ કવિતા છે.