સૌને ઉત્તરાણની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… ઘણા બધા તલના લાડુ ખાઓ, બોર ખાઓ, ઘણા બધા પતંગ કાપો, અને આખો દિવસ ધાબા પર પસાર કરી સાંજે ફાનસ ચગાવો, અને ખાટા પૂડા ખાઓ..!!
અહીં પ્રસ્તુત ગીત કોઇ જુની રેકોર્ડમાંથી લેવામાં આવ્યું છે (જે કવિ તુષાર શુક્લએ ‘કંકુનો સૂરજ’ કાર્યક્રમમાં રજૂ કરેલું). ગીત સાથે પ્રદ્યુમ્ન તન્ના અને અનિરુધ્ધ તન્ના એવું નામ હતું, પણ વધુ કોઇ માહિતી નથી. આપને ગીત વિશે વધુ માહિતી હોય તો જરૂરથી જણાવશો. ત્યાં સુધી, સાંભળો આ મઝાનું Vintage પગંત-બાળગીત..!!
.
ઊડે પતંગ ભાઇ ઊડે પતંગ
વિધવિધ રંગ કેવા ઊડે પતંગ
(આગળના શબ્દો લખવામાં થોડી મદદ કરશો? 🙂 )
આ ગીત બહુ જુની ૭૮ આરપીએમ રેકોર્ડ “”ઊચા ઊ્ચા આભ મા હતુ,
Gujrati 78 Rpm 10” Gramophone Record Vintage Rare
Side – 1 : Uncha Uncha Aabh Ma
Side – 2 : Ude Patang Bhai Ude Re Patang
Geet :- Pradhuman Tanna & Sangeet :- Anirudh Tanna
Record label : His master’s Voice
નિતિન મેહતા
અનિરૂધ્ધ તન્ના બાળકો માટે સરસ મજાના ગીત, વાર્તા, નાટક લખતાં.સંગીત અને નાટકનું દિગદર્શન પણ કરતાં.સારું નૃત્ય પણ જાણતાં. મુંબૈની ઘણી બધી સ્કૂલોમાં મ્યુઝીક ટીચર તરીકે રહ્યાં હતાં. મારાં પણ ટીચર હતાં (અને મારાં પેશંટ પણ હતાં.) પરેશ રાવળની કારકીર્દીમાં એમણે પાયાનું કામ કર્યું છે એમ જરૂરથી કહી શકાય. એમનો સુપુત્ર સમીર તન્નાએ “હમ દીલ દે ચૂકે સનમમાં….” ” ઢોલી તારો ઢોલ વાગે…..” ની કોરીયોગ્રાફી કરી હતી. મારાં મોટાંભાઇ પ્રકાશ ઉપાધ્યાયે એમનાં ઘણાં બધાં સ્કૂલનાં નાટકોમાં ગાયું હતું. લગભગ દોઢ વર્ષ પહેલાં એમનું અવસાન થયું. પ્રભુ એમના આત્માને પરમ શાંતિ અર્પે…..
ડો. જગદીપ ઉપાધ્યાય
raviupadhyaya.wordpress.com
Aniruddh Tanna is the younger brother of Pradumna Tanna.
આનન્દ આનન્દ્. ગમ્યુ ..
I willtry to find entire geet perheps it is in “Megh dhanush” bal geeto or in Archieves I will try my best to get the same even by listening repeatedly again n again….!!
પરમકૃપાળુ પવનદેવની ઇષ્ટ કૃપાથી
શ્રીમતિ સળીબેન અને શ્રી કાગળલાલના સુપુત્ર
ચિરંજીવી પતંગના શુભલગ્ન
શ્રીમતિ ફીરકીબેન અને શ્રી માંજાલાલની સુપુત્રી
અખંડ્સૌભાગ્યવતી ચિરંજીવી દોરી સાથે
તા. 14 જાન્યુઆરી 2010 ના રોજ નિર્ધાર્યા છે.
તો, આ શુભ ખેંચણીયા પ્રસંગે ઊડણીયા દંપતિનો આનંદ લેવા
લૂંટણીયાઓ સહિત પધારી ઘોંઘાટમાં વૃદ્ધિ કરશોજી….
વિશેષ નોંધ – ગુંદરપટ્ટી પ્રથા બંધ
જયશ્રેીબેન આજના દિવસને મસ્ત બનાવી દીધો તમે.અહી અમેરિકાના મારા શહેરમાં અમે પણ પતંગઉત્સવ મનાવીઍ છીઍ પરંતુ આજના દિવસે નહી, weather સારુ હોય ત્યારે… આજે તો વાદળોનુ સામરાજ્ય છે અમારા આકાશમાં….
Happy Utarayan to Everyone at Tahuko
જેટલું બરાબર સંભળાયું એટલું જ લખીને મોકલ્યું છે..બિજા શબ્દો બહુ જ અસ્પષ્ટ છે..
પોપટના રંગના,બદરા સા રંગના
હૈયાને હરી લેતાં મોરપિંછ રંગના
વિધવિધ રંગ કેવા ઉડે પતંગ..
ચઢે પતંગ ભાઇ ચઢે પતંગ
ઉંચે ઉંચે તે કેવા ચઢે પતંગ..
લડે પતંગ ભાઇ લડે પતંગ
એકમેક સંગ કેવા લડે પતંગ..
Hi Jayshre !!
Tamone, tamara kutumb ne, ane Tahuke team ne Makar Sankranti ni khub khub shubhkamanao !!!
Warm Regards,
RAJESH VYAS
CHENNAI
ખુબજ મઝા પદિ અમે નાના હત ત્યરે આગેીત માલાદ મુમ્બૈ મા સૌ ભેગા મલિને પતન્ગ ચગાવ્યા પચ્હિ દિવ્સો સુધિ આજ સુર્મા ગાત પન પુરુ ગેીત આવદતુ નહિન આજે ઘન સમય બદ સામ્ભલવા મલ્યુ અને સાથે ગયુન /ગુન્ગવ્યુ પન ખરુન્ હેપિ સન્ક્રતિ..અમે સૌ ગુજ્રતિ સમાજ વાલ “મકર સન્ક્રન્તિ” નો તહેવાર ઉજવ વાન ચ્હિયે જો વર્સદ નહિ હોય્તો …અહિયન ચેલ્લ બે દિવસ્થિ વર્સદ પદેચ્હે….શુન કરિયે તમેજ કહો ને જય્શ્રેીબેન્?..
HAPPY UTTARAYAN 2 U ALL !!!!!
TO,Jayshree & all my gujaraties near & dears,’TIL GUL GHYA AANI GOD GOD BOLA’મકર સન્ક્રાન્તિનિ ખુબ્-ખુબ શુભેચ્હાઓ!!!!!’ ‘પતન્ગ’ગિત ગમ્યુ. ધન્યવાદ્!!
ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…. !
(ગીત સાથે પ્રદ્યુમ્ન તન્ના અને અનિરુધ્ધ તન્ના એવું નામ હતું, પણ વધુ કોઇ માહિતી નથી.)
પ્રદ્યુમ્ન તન્ના કવિ છે જેમણે ગીત લખ્યું હોય અને અનિરુધ્ધ તન્ના તેમનાં ભાઈ જે સંગીત સાથે સંકળાયેલ છે તો તેમણે જ આ ગીતનું સ્વરાંકન કર્યું હોય શકે.
અરે જયશ્રીબેન આ ગીત તો હુ જ્યારે બાળમંદિરમા હતી ત્યારે અમને ગવડાવતા હતા એ છે..ઘણુ જ મઝાનુ ને મને અતિ પ્રિય હતુ આ ગીત..
આપનો ખૂબ ખૂબ આભાર..