ભારતીય અને પાકિસ્તાની મૂળના ગઝલકારોને આમંત્રણ…

પ્રિય મિત્રો,

ભારતના અગ્રણી અખબાર ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા‘ના ઉપક્રમે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ અને ભાઈચારો પ્રસ્થાપિત થાય એવા ઉજળા હેતુથી બંને દેશના ગઝલકારો માટે એક ઑન-લાઇન તરહી મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત, પાકિસ્તાન અને વિદેશોમાં વસતા ભારત અને પાકિસ્તાની મૂળના ગઝલકારોને નિમ્નલિખિત પંક્તિ પર પોતાની રચના વીસમી જાન્યુઆરી સુધીમાં મોકલી આપવા વિનંતી છે:

“सरहद की दोनों ओर चहकता चमन रहे |”

– આ પંક્તિ ઉપર હિંદી અથવા ઉર્દૂ ભાષામાં પાદપૂર્તિ કરી વીસમી સુધીમાં dr_vivektailor@yahoo.com અથવા “વિવેક મનહર ટેલર, આયુષ્ય મેડીકેર હૉસ્પિટલ અને કાર્ડિયાક સેન્ટર, 47, સ્વીટી સૉસાયટી, ભટાર રોડ, સુરત-395001, ગુજરાત (ભારત)” પર મોકલી આપવા નમ્ર અનુરોધ છે. પ્રયોગશીલ કવિઓ હિંદી પંક્તિ ઉપર ગુજરાતીમાં ગિરહ બાંધીને રચના મોકલાવી આપે તો એ પણ આવકાર્ય છે…

આપના કવિમિત્રોને, ખાસ કરીને પાકિસ્તાનના કવિમિત્રો જો આપના સંપર્કમાં હોય તો એમને આ ફિલબદીમાં ભાગ લેવા આપ અમારા તરફથી શીઘ્રાતીશીઘ્ર આમંત્રો એવી આપ સહુને અમારી વિનંતી છે…

3 replies on “ભારતીય અને પાકિસ્તાની મૂળના ગઝલકારોને આમંત્રણ…”

  1. I salute God! if thou! make miracle and India -Pakistan may united!
    યારો! ફૂકો આજ સૌહાર્દનો શંખનાદ ,
    કુરુક્ષેત્ર ના, આ છે સ્નેહ સંગમ ઘાટ.
    લાલ લીલા રંગોથી મલીન નિજ જાત
    ઝબોળી દો આજ સૌ ગંગા જમના ઘાટ.
    અંધકાર અટવાતા સૌ પ્રવાસી ગુમરાહ!
    સ્વાગત કરો આ નવલ સૌહાર્દ પ્રભાત.
    રેઢાં મેલો મારાં તારાનાં ગલી ગામ,
    યાત્રી છો તમે પ્રેમ, એકતા, મંગલ ધામ.
    ધરમ કરમ, જાત પાતના આ ભેદ અપાર,
    તોડો મરડો પ્રેમ વાણી વળી પ્રેમ પ્રહાર.
    અસુર, અશુભ, વળી આતંક, સંઘાત
    સંહારો સાથ સાથ મળી કરાલ કાલ.
    હાથમાં હાથ ગૂથી ગૌરવ સંઘગાન
    ગાઓ અખંડ, અમર ચમને હિન્દુસ્તાન.

  2. રોજ રોજ લડિયે છીયે કહિને અલગ છે મઝહબ, શુ ઉપર પણ આમજ લડતા હશે ખુદા અને રબ..

  3. Jayshreeji, thodi farmaaish……Jode rehjo raaj….naagar velio ropaav tara raj mehlo ma…mara sapna ma aawiya hari….Pls. kyak thi made to share karjo. thanks.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *