આજે વાસી ઉત્તરાણ… સાંભળ્યું છે કે અમદાવાદમાં ઉત્તરાણના દિવસ જેટલો જ ઉત્સાહ વાસી ઉત્તરાણના દિવસે જોવા મળે.. તો આપણે પણ જતી ઉત્તરાણની એકવાર ફરીથી મઝા લઇ લઇએ, ભગવતીકાકાના આ મઝાના પતંગ-ગીત સાથે..! લયસ્તરો પર તો તમે આ ગીત પહેલા માણ્યું જ હશે, પણ ગીત છે જ એવું મઝાનું કે કદી વાસી લાગે જ નહીં..!! 🙂 (આભાર, ધવલભાઇ..!)
* * * * *
પવનપાતળો કાગળ લઈને નભમાં ઊડે અગાશીજી;
વાંસ-સળીનો કિત્તો લઈને લખતી ગઝલ ઉદાસીજી!
પવન સૂસવે ઘડીક સામટો, ઘડીક ખાતો ખત્તાજી;
શ્વાસ હાવરા-પુલશા થઈને સાચવતા કલકત્તાજી !
ઠાગાઠૈયા, ઠુમકા, ઝૂમખાં હુંકારે અવિનાશીજી…
કાગળ પર રેશમના દોરે કન્યા બાંધે કન્નાજી;
પવન ટપાલી થઈ પહોંચાડે કાગળ એ જ તમન્નાજી!
કંઈ ગગનમાં તરે માછલી, એકલ મીન પિયાસીજી…
વિના અમાસે સૂર્ય ઘેરતા રાહુ બની પતંગાજી;
ધોળે દા’ડે નભમાં આલે અંધકારના દંગાજી!
આ જ ધરાનું પાણીપત ને આ જ ગગનનું પ્લાસીજી!
– ભગવતીકુમાર શર્મા
(આભાર : લયસ્તરો.કોમ)
very nice song . i like it. thanks
ઉત્તરાયણ પર્વ વિશે વાંચેલા શ્રેષ્ઠતમ ગીતોમાં શિરમોર કહી શકાય એવું ગીત…
મારા સદભાગ્ય કે ભગવતીભાઈના આ પતંગ ગીત
સાથે મારા એક પતંગ ગીત ને ભાઈ શ્રી જય વસાવડાએ
ગુજરાત સમાચાર ની શતદલ આવૃતિમાં સ્થાન આપ્યું…..
થેંક્યુ જય ભાઈ…..
આપ પણ માંણશો આ ગીત ??
ચાલ ભેરુને સંગ
લાલ દોરીને રંગ
ચિત્ત ચોટેના આજ કોઈ કામમાં
મારા ઉરનો પતંગ ઉડે આભમાં
ચોક ફળીયા સૂમ સામ
પોળ કરતી આરામ
ગામ રંગે ચડ્યુ છે બધું ધાબમાં
મારા ઉરનો પતંગ ઉડે આભમાં
લાલ પીળા ચટ્ટક
ફુલ ખિલ્યાં અઢળક્ક
જાણે ધરતી વરસી’તી આસમાનમાં
મારા ઉરનો પતંગ ઉડે આભમાં
બોર ગંડેરી પાક
ખાવ ઉંધીયાના શાક
સાંજ રડવડતી ખાલી સૌ ઠામમાં
મારા ઉરનો પતંગ ઉડે આભમાં
માર કાઈપા ની બૂમ
પછી પકડ્યાની ધૂમ
કોઈ દોડે લઈ ઝાંખરાંને વાંસમાં
મારા ઉરનો પતંગ ઉડે આભમાં
ફરરર ઉડી ગઈ લાજ
છેડ બિંદાસી સાજ
વહુ તાળી દે સસરાનાં હાથમાં
મારા ઉરનો પતંગ ઉડે આભમાં
ક્યાંક હૈયાનાં તાર
ક્યાંક છુપો અણસાર
પેચ લાગે છે ક્યાંક કોઈ આંખનાં
મારા ઉરનો પતંગ ઉડે આભમાં
ચાંદ તારાને રાત
ઉગે સરખું પરભાત
તોયે કરતી ઉત્પાત
સાલી માણસની જાત
આભ વહેંચે છે અલ્લા ને રામમાં
Dear jayshree,
Very beautiful lyrics describing the day of uttaran n the patang.I think I m not very good at expressing my feelings abt the poem but U r doing a very good work.Atleast many like me must be reading the poems written in gujarati but otherwise wouldn’t have if they had to look for them.keep it up