ધવલભાઇના શબ્દોમાં આ ગીત વિષે : ગુજરાતી ગીતોના ‘ટોપ ટેન’માં સહેજે સ્થાન પામે એટલું સરસ બન્યું છે આ ગીત. કન્યાવિદાયનો પ્રસંગ છે એટલે વિષાદની ઝાંય તો રહેવાની જ. પરંતુ અહીં કન્યામાંથી વિવાહિતા બનવાની વાતને વધારે અંગત દ્રષ્ટિકોણથી મૂકી છે. પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતું ચોરી ગયું રે કોઈ ભાન ! – કેટલી નાજુક પણ સચોટ પંક્તિ !
સંગીત : ક્ષેમુ દિવેટીઆ
સ્વર : કાજલ કેવલરામાની, ગોપા શાહ
.
દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન,
પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન !
ખોળો વાળીને હજી રમતાં’તાં કાલ અહીં
સૈયરના દાવ નતા ઉતર્યા;
સૈયરના પકડીને હાથ ફર્યા ફેર-ફેર –
ફેર હજી એય ન’તા ઉતર્યા;
આમ પાનેતર પહેર્યું ને ઘૂંઘટમાં ડોકાયું
જોબનનું થનગનતું ગાન !
દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન.
આંગળીએ વળગેલાં સંભાર્યા બાળપણાં,
પોઢેલાં હાલરડાં જાગ્યાં;
કુંવારા દિવસોએ ચૉરીમાં આવીને
ભૂલી જવાના વેણ માગ્યાં !
પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતું
ચોરી ગયું રે કોઈ ભાન !
પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન !
( ફરમાઇશ કરનાર મિત્રો : વિવેક, ઊર્મિ )
ખુબ ખુબ આભાર,
કન્યા વિદાય નું અતિકરૂણ સાંભળ્યું હૈયુ ભરાઈ આવ્યુ જાણે અત્યારેજ દિકરેીને વળાવતો હોય તેવેી અનુભુતી થઈ !!!! આપનો આભાર !
બહુ વર્ષો હ્રદ્ય પોૂર્વક ભણાવ્યુ કન્યા વિદાય એ કરુણ મંગલ પ્રસંગ છે આ એકજ પ્રસંગેવોછે જેમા ઢાલ જેીવેી છાતેીવાળો પોૂળો પોૂળો મુછો વાળો મરદ માણસ આંખ માં આસુ સાથે શોભે છે . બહુ સમય કવિ શ્રી લેીંબડેી આવેલા એમના મોંએ મે એમને આ કવ્ય પઠન સાંભળેલુ પણ આજે સ્વરબદ્ધ સાંભળેી હૈયુ ભરાઈ આવ્યુ જાણે અત્યારેજ દિકરેીને વળાવતો હોય તેવેી અનુભુતી થઈ !!!!
આભાર આભાર આભાર !
શ્રી માધવભાઈ ના કાવ્યો સદા જીવંત રહ્યા છે અને રહેશે. તેઓશ્રીનું આવુજ કરુણ ગીત” હળવે તે હાથે ઉપાડજો રે અમે કોમળ કોમળ ” રાગ બૈરાગીમાંસ્વર બદ્ધ કર્યું છે જે અવાર નવાર ગાઈને તેઓશ્રીને ખુબ યાદ કરું છું .પરમાત્મા તેઓશ્રીને સદા કાવ્યોની નવી નવી પ્રેરણા આપે
[…] દાદાએ વાવેલા આંબે એક કૂણેરું પાન હજુ ફૂટ્યું ના ફૂટ્યું અને કોઇ પરદેશી પંખી આવી તેને ચૂંટી જાય. સેંથાનું સિંદૂર કે આંખનું કાજળ હૈયાનું ભાન ચોરી જાય પણ, ખોળો વાળીને પાંચીકા રમતાં કે ફેરફૂદરડી ફરતાં તે કુંવારા દિવસો કેમ ભૂલાય ? ઘરનાં આંગણામાં ઊડાઊડ કરતી, આંગણાને ગહેકાવતી દેવચકલી જેવી દીકરીઓ પરણીને સાસરે જાય પછી ઘર રુપી માળામાં વેરાન ન ફરકે તો જ નવાઈ ?! માધવ રામાનુજનાં જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ. ( ઑડિયો ) […]
કન્યાવિદાય કરુણ હોય જ અને શ્રી માધવ રામાનુજના શબ્દો એટલે કરુનભાવ હોય જ મે એમને ગાન્ધીજીને ગોળી માર્યા પછીની કવિતા માણી છે…..આપનો આભાર
Sorry but this song is composed by Shri Kshemoobhai Divatia.
This song heard on Hastaksar Cd. Sorry I did not see the names of artists before and just started listening the song and left comment.
Sheela
This song heard on Hastaksar Cd. May I know who is singing this song ? Voice is very nice, touching. Thanks Sheela
હસ્તાક્ષરમાં આ ગીત સાંભળ્યું હતું. આજે નવી સ્વર રચનામાં સાંભળવા મળ્યું.
કરુણ રસ અહીં વધારે સારી રીતે વ્યક્ત થયો છે.
ઘણા વષોઁ પહેલા માધવભાઈ અને એમના પત્નિને મારિ ઘેર ગેઇન્સવિલ બોલાવેલા. તે ઘરમાઁ દાખલ થયા ત્યારે હુ રસોઇ કરતો હતો. તેમણે તરત તેમના પત્નિને કહુઁ કે દોડ અને દિનેશભઈને રસોડામાઁથિ બહાર કાઢ. એમના ગિતોમાઁથિ એજ પ્રેમ્ , વાસ્તલ્ય, ઊશ્મા ઉભરાય છે. એમનો પરિચય છાપવા ખુબ ખુબ આભાર.
દિનેશ ઓ. શાહ, ગેઈન્સવિલ, ફ્લોરિડા, યુ.એસ.એ.
હદ્ય કેરી લાગણીનો ભવ્ય નિચોડ !
ચાંદસૂરજ
nice one !!
[…] # સાંભળો – પાસપાસે તોયે – માળામાં ફરક્યું વેરાન – […]
ખુબ જ રહદય સ્પર્શિ ગિત છે
આભાર જય
ગીત હજી સાંભળવાનું છે, પણ વાંચીને જ મનને, હૃદયને સ્પર્શી ગયું…. શ્રી રામાનુજની કવીતાઓ લયસ્તરો પર પહેલા મ્હાણી છે; સંવેદનાશીલ પ્રસંગ વિષે કેટલું નિપુણતાથી લખ્યું છે.
સુંદર કલ્પના, સુંદર શબ્દો