બધી વાતો હું તારી કાંઈ ભૂલાવી નથી શક્તો,
કવિતા ઠીક, બાકી ક્યાંય બોલાવી નથી શક્તો.
તું એવા સૂર્ય આંખે આંજી ગઈ છે કે આ પાંપણમાં
શશી, નિંદ્રા કે શમણાં-કાંઈ બિછાવી નથી શક્તો.
જમાના જેવું પણ છે કંઈ અને એ માનવાનું પણ,
હું જાણું છું છતાં આ મનને સમજાવી નથી શક્તો.
જણાય એવું કે બાજી મારી છે, પ્યાદાં ય મારાં છે,
કશું તો છે કે એકે દાવમાં ફાવી નથી શક્તો.
લગીરે દર્દ ના હો મુજ ગઝલમાં, ઈચ્છું છું એવું,
જીવનની વાત છે, હું ખોટું દર્શાવી નથી શક્તો.
કવનમાં છે જીવન મારું, છડેચોક આ કહું હું કેમ ?
જે દિલમાં છે હું એને હોઠ પર લાવી નથી શક્તો.
લખાવ્યે રાખે છે કાયમ મને બસ, આ જ એક અહેસાસ-
‘જે કહેવું છે એ આજે પણ હું ફરમાવી નથી શક્તો.’
સાધ્યન્ત સુન્દર ગઝલ્…..
જો ભી મૈ કેહના ચાહું બરબાદ કરે અલ્ફાઝ મેરે….
લખાવ્યે રાખે છે કાયમ મને બસ, આ જ એક અહેસાસ-
‘જે કહેવું છે એ આજે પણ હું ફરમાવી નથી શક્તો.’
ખુબ સરસ વિવેકભાઈ…!!!
કવનમાં છે જીવન મારું, છડેચોક આ કહું હું કેમ ?
જે દિલમાં છે હું એને હોઠ પર લાવી નથી શક્તો.
આ શેર્ પરથી મારાં સ્વ પિતાશ્રી રવિ ઉપાધ્યાયની આવી જ એક ગઝલ યાદ આવી ગ ઇ.
નથી શકતો…….
હ્રદયની વાત છાની, હોઠ પર લાવી નથી શકતો,
તમોને ચાહું છું, હકીકત હું છૂપાવી નથી શકતો.
મળ્યાં’તાં આપણે બન્ને, હશે એ સત્ય કે સપનું
વિરહ દુ:ખે મિલનની માવજત, માણી નથી શકતો.
મજા મીઠી મહોબ્બતની ચખાડી તું ગઇ ચાલી
અદાઓની પડી આદત, હું ભૂલાવી નથી શકતો.
વફા પર બેવફાઇની જફાના જામ તેં પાયા…
ઝહરના રુપમાં અમરત, હું પીવડાવી નથી શકતો.
જીવનભર જાણી માણી છે, તમારા પ્રેમની મસ્તિ
છતાં તુજ દિલની દાનત, હજી જાણી નથી શકતો.
અમે જોયો’તો ઠસ્સો રુપનો, જૂસ્સો જૂવાનીનો
છે કમજોરી કે એક્કે ખાસિયત જાણી નથી શકતો.
બન્યો તુજ પાપ ધોવાને હું પશ્ચાતાપની ગંગા
હવે કાશી જઇ કરવત, હું મૂકાવી નથી શકતો.
બનાવ્યો શાહજહાંએ તાજ, અમર-મુમતાઝે-મ્હોબ્બતનો
છે એ અફસોસ, ઇમારત હું બંધાવી નથી શકતો.
શબ્દરચના : રવિ ઉપાધ્યાય – ‘રવિ’
http://raviupadhyaya.wordpress.com/
http://raviupadhyaya.wordpress.com/2008/05/07/
જી મિત્ર! હું જન્મે અને કર્મે સુરતી, સૉરી, હુરતી છું !
ડૉ. વિવેક્, તમે તો મારા ખ્યાલથી સુરતથી છો. કદાચ.
લખાવ્યે રાખે છે કાયમ મને બસ, આ જ એક અહેસાસ-
‘જે કહેવું છે એ આજે પણ હું ફરમાવી નથી શક્તો.’
આભાર, જયશ્રી… આભાર, મિત્રો !
wah, nice words
fact !
જણાય એવું કે બાજી મારી છે, પ્યાદાં ય મારાં છે,
કશું તો છે કે એકે દાવમાં ફાવી નથી શક્તો.
nice one.. Vivek bhai..
perhaps its true..
બધી વાતો હું તારી કાંઈ ભૂલાવી નથી શક્તો,
કવિતા ઠીક, બાકી ક્યાંય બોલાવી નથી શક્તો.
લગીરે દર્દ ના હો મુજ ગઝલમાં, ઈચ્છું છું એવું,
જીવનની વાત છે, હું ખોટું દર્શાવી નથી શક્તો.
————————————-
જ્યારે કૉઈ ને બોલાવવાનો અધિકાર નથી રહેતો , ત્યારે માત્ર
કવિતા કે ગઝલ દ્વારા જ એમની યાદ વ્યક્ત થતી હોય છે.
બહુ જ સરસ ગઝલ. છેલ્લો શેર બહુ જ ગમ્યો.
લખાવ્યે રાખે છે કાયમ મને બસ, આ જ એક અહેસાસ-
‘જે કહેવું છે એ આજે પણ હું ફરમાવી નથી શક્તો.’
કેટલાય દિલો ની વાતો ને તમે એક કવિતા દ્વારા બધા સમક્ષ રજુ કરી છે.
ખુબ સરસ VMT.
કવનમાં છે જીવન મારું, છડેચોક આ કહું હું કેમ ?
જે દિલમાં છે હું એને હોઠ પર લાવી નથી શક્તો.
સુંદર શબ્દો
one of the best gazals in gujarati ….
ઉત્તમ…
vivekbhai na blog vacation darmyan j emani aa mari atyant priy rachana vanchi ne aanand thayo….. en ken prakare e potani gerhajari ma pan hajari purave chhe
કવિતા ઠીક, બાકી ક્યાંય બોલાવી નથી શક્તો……
વિવેકભાઈ, આજે સુંદર રચના આપી.
કોમ્પ્યુટર પર ટહુકો.કોમ નું પેજ ખૂલ્યું કે તરત તમારી ગઝલનો ટહુકો સંભળાયો.
આભાર
કવનમાં છે જીવન મારુ…….
સરસ