ગુણવંતી ગુજરાત …. – અરદેશર ખબરદાર ‘અદલ’

આજે જુલાઈ ૩૦, પારસી કવિ અરદેશર ફ. ખબરદાર ‘અદલ’ ની પૂણ્યતિથિના અવસરે, તેમને યાદ કરીયે…..ગુજરાત સ્થાપના દિન May 1st, 2007 ના અવસરે પહેલા પ્રસ્તુત કર્યું હતું. આજે પ્રસ્તુત છે તેમની પૂર્ણ રચના.

ગુણવંતી ગુજરાત ! અમારી ગુણવંતી ગુજરાત !
નમિયે નમિયે માત ! અમારી ગુણવંતી ગુજરાત !

મોંઘેરા તુજ મણિમંડપમાં, ઝૂકી રહ્યાં અમ શીશ !
માત મીઠી ! તુજ ચરણે પડીને માગિયે શુભ આશિષ !
અમારી ગુણવંતી ગુજરાત !

મીઠી મનોહર વાડી આ તારી નંદનવન શી અમોલ !
રસફૂલડાં વીણતાં વીણતાં ત્યાં કરિયે નિત્ય કલ્લોલ !
અમારી ગુણવંતી ગુજરાત !

સંત મહંત અનંત વીરોની, વહાલી અમારી માત !
જય જય કરવા તારી જગતમાં અર્પણ કરિયે જાત !
અમારી ગુણવંતી ગુજરાત !

ઊંડા ઘોર અરણ્ય વિષે કે સુંદર ઉપવનમાંય :
દેશવિદેશ અહોનિશ અંતર એક જ તારી છાંય !
અમારી ગુણવંતી ગુજરાત !

સર સરિતા રસભર અમીઝરણાં, રત્નાકર ભરપૂર:
પુણ્યભૂમિ ફળફૂલ ઝઝૂમી, માત ! રમે અમ ઉર !
અમારી ગુણવંતી ગુજરાત !

હિન્દુ મુસલમાન,પારસી, સર્વે માત ! અમે તુજ બાળ :
અંગ ઉમંગ ભરી નવરંગે, કરિયે સેવા સહુ કાળ !
અમારી ગુણવંતી ગુજરાત !

ઉર પ્રભાત સમાં અજવાળી ટાળી દે અંધાર !
એક સ્વરે સહુ ગગન ગજવતો કરિયે જયજયકાર
અમારી ગુણવંતી ગુજરાત !

નમિયે નમિયે માત ! અમારી ગુણવંતી ગુજરાત !

– અરદેશર ખબરદાર

*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*

ફરીથી એક વાર, સૌને મારા તરફથી ગુજરાત સ્થાપના દિનની શુભેચ્છાઓ.

અને, વિવેકભાઇના શબ્દોમાં કહું તો, આજે તો ટહુકો.કોમ પર મેહુલો વરસશે, એ પણ ગગન ગજવીને… 🙂

આમ તો કોઇ પણ ગીત સાથે મેહુલ સુરતીનું સંગીત હોય, તો એ એક જ કારણ બસ હોય છે, એ ગીત ગમી જવા માટે.

અને આજે અહીં પ્રસ્તુત ગીતની વિશિષ્ટતા છે, ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! ‘ જેવા અમર ગીતના રચયિતા, અરદેશર ફ. ખબરદાર ‘અદલ’ ના શબ્દો, અને દ્રવિતા ચોક્સી – જેસ્મિન કાપડિયાનો સુમધુર સ્વર.
શંખનાદ, ઢોલ, મંજિરા, નગારા, ડફ, પખાવજના અવાજમાં જ્યારે આ બે ગાયિકાઓનો બુલંદ અવાજ ભળે છે, ત્યારે કોઇ પણ પરિસ્થિતીમાં જુસ્સો લાવી દે છે… કોઇ પણ વ્યક્તિનું મન જાણે કહી ઉઠે છે કે ‘ એક સ્વરે સહુ ગગન ગજવતો કરીએ જયજયકાર…. ગુણવંતી ગુજરાત…..

અને બીજી એક વિશેષતા છે આ ગીતમાં આવતી સરગમ. શાસ્ત્રીય સંગીતનો કોઇ પણ રસિયો જીવ મન મુકીને ઝુમી ઉઠે એ રીતે આ ગીતમાં 2 વાર સરગમ વણી લેવામાં આવી છે…

આમ તો આ ગીત માટે જેટલું કહીશ એટલું મને ઓછુ જ લાગશે, પણ ખરી મઝા તો આ ગીત સાંભળવામાં જ છે.

prem shaurya gujarat

સંગીત સંયોજન : મેહુલ સુરતી
સ્વર : દ્રવિતા ચોક્સી

ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાત
નમીએ નમીએ માત અમારી ગુણવંતી ગુજરાત
ગુણવંતી ગુજરાત….સંત મહંત અનંત વીરોની વ્હાલી અમારી માત
જય જય કરવા તારી જગમાં અર્પણ કરીએ જાત
ગુણવંતી ગુજરાત….

ઉર પ્રભાત સમા અજવાળી ટાળીદો અંધાર
એક સ્વરે સહુ ગગન ગજવતો કરીએ જયજયકાર
ગુણવંતી ગુજરાત….

*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*

અને હવે થોડી વાત આ ગીત જેમાંથી લેવામાં આવ્યું છે, એ ‘પ્રેમ શોર્ય ગુજરાત’ આલ્બમ વિષે.

1 મે, 2004 ના દિવસે સુરતના indoor stadium ખાતે ગુજરાત સ્થાપના દિનની ઉજવણીના ભાગ રૂપે ગીતો તૈયાર કરવા માટે મેહુલ સુરતીને આમંત્રણ મળ્યું. એમણે 5 ગીતો તૈયાર કર્યા, અને મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતીમાં 500 જેટલા કલાકારોએ, 8000 થી વધુની મેદની સાથે આ ગીતો નૃત્ય સાથે રજુ કર્યા.

અને જેમ હિન્દી દેશભક્તિના ગીતો પ્રચલિત છે, એ જ રીતે ગુજરાત પ્રેમના, આ ગરવા ગુજરાતી ગીતોના પ્રચાર માટે મેહુલભાઇએ એ ગીતો અને સાથે બીજા 3 ગીતો ઉમેરીને, ‘પ્રેમ શોર્ય ગુજરાત’ને નામે એક આલ્બમ બનાવ્યું, અને એની 2000 જેટલી નકલ બનાવીને એની મિત્રોમાં અને ગુજરાતી અને ગુજરાતને ચાહતા લોકોમાં લ્હાણી કરી.

મેહુલભાઇએ સ્વરબધ્ધ કરેલ આ ગીત, અને બીજા ઘણા ગીતો આપ એમની વેબસાઇટ : http://www.mehulsurti.com/ પરથી ડાઉનલોડ કરી શકો છો.

Gunavanti Gujarat, Gujarat din special song, mehul surti, dravita choksi, khabardar, listen online gujarati music

10 replies on “ગુણવંતી ગુજરાત …. – અરદેશર ખબરદાર ‘અદલ’”

  1. ગુજરાતની શૌર્યભરી ગૌરવગાથાની સંગીતમય સરસ રજુઆત અને અરદેશર ખબરદાર, દ્રવિતા ચોકસી, તથા મેહુલ સુરતી બધા જ અમારા “હુરત”ના, આનદ આનદ થઈ ગયો આપનો આભાર……

  2. ગુજરાતની ગૌરવ ગાથાનુ સુંદર નિરૂપણ.
    કર્ણપ્રિય સ્વરાંકન.

  3. સાદ્યંત સુંદર રચના…

    પારસીઓએ ગુજરાતને પોતાના વતન તરીકે કેવું આત્મસાત્ કર્યું હતું એની આ જવલંત સાબિતી છે !!

  4. જયશ્રીબેન,
    કવિશ્રી નર્મદનુ રચેલુ “જય જય ગરવી ગુજરતની,
    જય ગથા ગુજરતની…
    … … …. ….
    સુવર્ણ અક્શરે લખશે કવિઑ જય ગથા ગુજરતની
    પ્લિઝ આ ગીત આ વીક મા વારમ્વાર સમ્ભળાવશો ?
    ફુલવતી શાહ

  5. નમસ્કાર્

    મને એક ગીત બહુ જ ગમે જે મને પ્લીઝ કોઇ આપો..
    ગીત ના બોલ ;- જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો શ્રી અમ્બે માતની.
    સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ, યશગાથા ગુજરાતની..

    પ્લીઝ્

    મારા પર મહેરબાની કરજો..
    હુ અત્યારે મેલ્બોર્ન ઓસ્ટ્રેલિઆ મા છું અને..

    હુ ગુજરાત ને બહુ મિસ્સ કરુ છું……

  6. “GUNVANTI GUJARAT” is a very nice album composed by Mehul uncle. This song creates a feeling of prideness of being a gujarati and its glory. We, the gujaratis are very proud of our culture and its traditions. Really it is a mind blowing work. I enjoyed this song very much. Thanks Jayshree auntie for keeping such a beautiful collection of songs.Well done mehul uncle!

  7. This songs make us feel about the power and glory of our gujarati culture and its delicacy. We, the children enjoy them very much and the songs are well and composed in the manner in which the adults as well as children like it very much. It was a nice composition of Mehul uncle. I enjoyed it very much and i thanks the whole team of “Hasta Ramta” for organising such beautiful songs.
    -Rashi Sonsakia

  8. download કરવા સાઈટ જોઈ પણ આ ગીત મેહુલભાઈની સાઈટ પર નથી. જો કે કદાચ અમારાથી trace ના થયુ હોય એવુ પણ બને. Anyway, nice composition & melidious work with new experiments. Enjoyed it. Thanks.

  9. Really good work by mehul and his team. and really thankful to you for sharing this song on may 1st.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *