સપનાનું ઘર હો…. – મુકુલ ચોકસી

આ ગીતમાં જે મીઠા મીઠા સપનાઓની વાત થઇ છે… આપના એવા અને બીજા દરેક સપના સાકાર થાય એ શુભેચ્છાઓ સાથે…. (આજે તો ધોકાનો દિવસ છે ને? એટલે સાલ મુબારક તો કાલે કરીશ 🙂 )

સ્વર : રૂપકુમાર રાઠોડ, સાધના સરગમ
સંગીત : મેહુલ સુરતી

.

સપનાનું ઘર હો, ભીંતોથી પર હો,
છત ને છજાઓ, દિશાઓ વગર હો.
આંગણમાં ઝૂલો ને મઘમઘતાં ફુલો,
નદીના કિનારાની ભીની અસર હો….

ગગનમાં સિતારાઓ ચમકી રહ્યા છે,
ધરા પર એ આપણને તાકી રહ્યા છે.
રમતિયાળ ચાંદાને ખોળામાં લઈને,
જુઓ વાદળો વ્હાલ વરસી રહ્યા છે.

ઋતુઓ બધી અહીં એકસાથે આવે,
દિલના ઝરૂખે તને ને મને ઝુલાવે,
મીઠું મીઠું એ સતાવે.

આંગણમાં ઝૂલો ને મઘમઘતાં ફુલો,
નદીના કિનારાની ભીની અસર હો….

સપનાનું ઘર હો, ભીંતોથી પર હો,
છત ને છજાઓ, દિશાઓ વગર હો.

ગગન હું ધરા તું,જરા હું જરા તું,
નદીમાં ભીંજાતી કોઈ અપ્સરા તું
છે સપનું અધુરું, છતા બહું મધુરું,
મળે સાથ તારો તો થઈ જાય પૂરું.

સાથ દઈશ હું તુજને સફનમાં,
તારો બનીને સદા રહીશ જીવનમાં,
હો જેમ પંખી ગગનમાં.

સપનાનું ઘર હો, ભીંતોથી પર હો,
છત ને છજાઓ, દિશાઓ વગર હો.

– મુકુલ ચોકસી

24 replies on “સપનાનું ઘર હો…. – મુકુલ ચોકસી”

  1. khubaj sundar rachana chhe.jene farsan bhavtu hoy te te rite maja mane ane jene chasani vali sweet bhavati hoy te t erite maja mane.pan mane anero aanand aavyo .me be vaar turat turat sambhali.shabdo sundar ane singer pan sunder pachhi puchavu shu?

  2. વાહ્…વાહ્…REALLY A WONDERFUL SONG…GOOD COMPOSITION AND BATTER SINGING…I LOVE IT…

  3. આ ગીત સાંભળીને જગજીત-ચિત્રાનું યે તેરા ઘર યે મેરા ઘર- સાથ સાથ ફીલમનું ગીત યાદ આવી ગયું. ઘણુ; જ સરસ છે.

  4. …છે સપનુ અધુરું, છતાં બહુ મધુરું
    મળે સાથ તારો તો થઈ જાય પુરું…

    સાચે જ..!!!

  5. છે સપનુ અધુરું, છતાં બહુ મધુરું
    મળે સાથ તારો તો થઈ જાય પુરું.

    ખરે જ દિલબર નો સાથ મળે તો બધા સપના પુરા થાય.
    સુંદર રચના.

  6. આ મારેી વાઈફ ને ખુબજ ગમ્યુ આન્ગન મા ઝુલો અને મઘમઘતા ફુલો ખુબજ ગમ્યા પન્ન સ્નો મા નહિ ઝુલાય્
    ઇન્દુબેન થ્ક્ક્રર

  7. સપનાંનૂ ઘર હો…મારું? તો તો મારે એમાં કઈ બીજુ પણ ઉમેરવુ પડે…પણ ગઝલ છે mind blowing..:)
    સપના

  8. સરસ ગીત, સરસ સન્ગીત, સરસ ગાયકી સૌને અભિનદન……

  9. ચોખ્ખા ચણાક અવાજમાં હોમ-ઈન્શ્યોરન્સની જાહેરાત જેવો મુલાયમ ઉપાડ! રવિવારને અનુરૂપ હલકું ફૂલકું ગણગણવા લાયક ગીત સંગીત.

  10. સ્વપ્ન હતુ એક ઘર નુ જેના કણે કણ બોલતા હોય;બોલેલા સબ્દો થિ પ્રગટતા પડઘાઓ અવિરત વહેતા હોય ;સ્રુસ્ટિ અમ એમા જ રચે ના પરવા બિજા નિ હોય…….

  11. ઓહ્હ્હ્.. ખરેખર એકદમ હ્રદયસ્પર્શી છે

  12. મુકુલભાઈ….છવાઈ ગયા!
    જયશ્રી, સપનાની “વાત” પણ “ધોકા” ના જ દિવસે ?

  13. સારી રચના…
    આ ગમ્યું,

    સપનાનું ઘર હો, ભીંતોથી પર હો,
    છત ને છજાઓ, દિશાઓ વગર હો.
    આંગણમાં ઝૂલો ને મઘમઘતાં ફુલો,
    નદીના કિનારાની ભીની અસર હો…

  14. Respected Dear Sir and Madem,
    In this Poem wordings matches with their meaning are appropriate. Songs by Mr. Roopeshkumar and Sadhana Sargam is so sweet to listen. I like to read and listen this Poem writtten by Mukul Choksi and Mehul Surti.

    From Shrenik R. Dalal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *