કવિતા – જયન્ત પાઠક

કોઇક અખબારના Classified section માં (કે પછી monster.com / LinkedIn.com પર) એક ‘કવિ’ની નોકરી માટે જો જાહેરખબર આપવી હોય, તો એના Job Description માટેની વિગત અહીં પ્રસ્તુત કવિતામાં જોઇ લો.. 🙂

*********

ચોકની વચ્ચે ઊભી કરેલી
શૂળી પર ચઢી
હસતાં હસતાં વીંધાઈ જવાની હિંમત છે ?
ધગધગતા અંગારાને
હથેળીમાં લઈને રમાડવાની આવડત છે ?
ચણોઠીઓ ફૂંકી ફૂંકીને
તાપણું કરી તાપવાની ધીરજ છે ?
ઊભી દીવાલમાંથી
આરપાર નીકળી જવાની હિકમત છે ?
કરોળિયાના જાળામાં
આખા બ્રહ્માંડને
તરફડતું જોવાની આંખ છે ?
હોય તો તું
કવિતા કરી શકે – કદાચ.

– જયન્ત પાઠક

—————-

આ કવિતાના સંદર્ભમાં – કવિ શ્રી જયન્ત પાઠકની બીજી એક કવિતા – કવિતા ન કરવા વિશે કવિતા – પણ માણવા લાયક છે..!!

11 replies on “કવિતા – જયન્ત પાઠક”

  1. કરોળિયાના જાળામાં
    આખા બ્રહ્માંડને
    તરફડતું જોવાની આંખ છે ?…superb

  2. દોસ્તો..કવિતા કરવા માટે હ્રદય જોઇએ..ભલે બાયપાસ કરાવેલુ..પણ લાગણીઓને ઝીલી શકે,મ્રુદુતાને સ્પર્શી શકે,અને ભાઇ જયન્ત પાઠકે કહ્યું તેમ હિંમત અને ધીરજ જોઇએ. આ બધું લાવવું ક્યાંથી ? એ તો કોઇ કવિ જ જોઇએ..પેલો બિચારો કવિ નહીં પણ ભડવીર કવિ જોઇએ. અભિનંદન.જયંત ભાઇ અને બહેન ચેતના બંનેને.

  3. હિઁમત,ધીરજ ,આવડત,હિકમત ,આઁખ કશુઁય નથી.
    માફ કરજો કવિ !તમને અભિનઁદન..આભાર બહેના !

  4. જે રીતે બીલાડીના ટોપની માફક કવિઓ ફૂટી નિકળ્યાછે તે જોતા તો એમ લાગે છે કે નવરા માનણસને કઇ ન આવડતું હોય તો કવિતા તો આવડે જ.

  5. બે લિતિઓ યાદ આવેચ્હે

    !ખાઈપિને નહાઈને કવિતા નથિ બનતિ હે દોસ્ત્

    લોહિ વહે ત્યારેજ કાગર વચે ધરવો જોઈએ

    જશવન્ત્

  6. પરિભાષા કવિતાની ને કવિ ની….તેના જબાબની કવિતા નો પ્રશ્ન પણ તે જ છે…શ્રી વિવેકભાઈ ટેલરના મંતવ્ય સાથે મંજુર છું ને શ્રી જયશ્રીબેન લખે છે તે ઘણું ગમ્યું..કોઇક અખબારના Classified section માં (કે પછી monster.com / LinkedIn.com પર) એક ‘કવિ’ની નોકરી માટે જો જાહેરખબર આપવી હોય, તો એના Job Description માટેની વિગત અહીં પ્રસ્તુત કવિતામાં જોઇ લો..

  7. કવિતા ક્યાંથી આવે છે એ અનાદિકાળથી સંશોધનનો જ વિષય રહ્યો છે… દરેક ભાષામાં કવિઓએ કાવ્યસર્જનની પ્રક્રિયાતો તાગ લેવાનો પ્રયાસ કર્યો જ છે… છતાં એનો ઉત્તર હંમેશા પ્રશ્નાર્થચિહ્ન જ બની રહ્યો છે. જુઓ ને, આ કવિતામાં પણ કેટલા પ્રશ્ન છે?!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *