સ્વર : ચન્દુ મટ્ટાણી
હજી આ કોકરવર્ણો તડકો છે
સાંજ તો પડવા દો, દિવસને ઢળવા દો
હજી આ સૂર્ય બુઝાતો ભડકો છે
સાંજ તો પડવા દો, દિવસને ઢળવા દો
હજી ક્યાં પંખી આવ્યા તરૂવર પર
અને કયાં દીપક પણ પ્રગટ્યા ઘર ઘર
હજી ના મનડુ બેઠુ મહુવર પર
દેવ મંદિરે નોબત સંગે ઝાલર મધુર વગડવા દો
સાંજ તો પડવા દો, દિવસને ઢળવા દો
હજી આ ધરતી ઉની ઉની છે
ગગનની મખમલ તારક સૂની છે
સાંજ તો શોકિન ને સમજુની છે
કનક કિરણને નવ વાદળમાં અદભૂત રંગ રગડવા દો
સાંજ તો પડવા દો, દિવસને ઢળવા દો
હજી ક્યાં દુનિયાદારી થાકી છે
હવાની રુખ બદલવી બાકી છે
હજી આ કિરણોમાં કરડાકી છે
ગમતીલી ગોરજને ઉંચે અંગેઅંગ મરડવા દો
સાંજ તો પડવા દો, દિવસને ઢળવા દો
આ…હા…….
દસમાં ધોરણમાં આ ગીત ભણેલો, ત્યાર પછી ખોવાઈ ગયેલું ગીત…
મારી એક વિશાળ નવલકથાની પ્રેરણા આ ગીતમાંથી મળેલી છે. તેથી આ ગીત સાથે મારે અનન્ય સંબંધ રહેશે.
આભાર વેણીભાઈ..અને આભાર ટહુકો.કોમ
[…] હજી આ કોકરવરણો તડકો છે, સાંજ તો પડવા દો.” – સંગીત : ચંદુ મટ્ટાણી ….. […]
હુ તો સુરજ્મુખિ નુ એક નાનકદુ ફુલ સામ્ભલવુ ચે
plzzzzzzzzzzzzzz
i like this web .
jayshree
thanks but i am eager to listen a song mara saathiya ma ek rang ocho pade.and choryashi rang no sathyo re puryo.please
uma
જયશ્રી, ur excellent. મને હજી કોપ્યુટરમાં ગુજરાતી લખતા ફાવતુ નથી. પણ મને ‘મારા સાથિયામાં એક રંગો ઓછો પડે’ સાંભળવુ છે.
ઊમા
[https://tahuko.com/?p=332]
બે શબ્દ રહી ગયા છે દેવમંદિરે નોબતમાં
કનક કિરણને નવ વાદળમાં
ગુજરાતી ભાષા કેટલી શ્રીમંત દેખાય છે
અદ્ ભુત કાવ્ય
-Harshad Jangla
Atlanta, USA
Feb 1 2007