ગુલમ્હોર

gulmahor1

આ વેદનાઓ મારી કહો કોને જઇ કહું
ગુલમ્હોર મારી આંખ મહીં પાંગર્યા કરે.
– આશ્લેષ ત્રિવેદી

લાલઘૂમ તાપમાં મ્હોરતો, મસ્તીનો
તોર તે કયાં ગયો કોઇ કહેતું નથી
આ નગરની વચોવચ હતો એક
ગુલમ્હોર તે ક્યાં ગયો કોઇ કહેતું નથી
– મનોજ ખંડેરિયા

હું ગુલમ્હોરને જોઉં ને ગુલમ્હોર મને
કોને જોઇને કોને કોના રંગ યાદ આવે.
– રમેશ પારેખ  

લાલાશ આખા ઘરની હવામાં ભરી જઇશ
ગુલમ્હોર મારી લાગણીનો પાથરી જઇશ.
-મનોજ ખંડેરિયા

આ હાથ અને હાથમાં કાગળનું રણ સફેદ
અહીં ઝાંઝવાં, મુકામ, તૃષા ને હરણ સફેદ
કઈ વેદનાએ શોષી લીધાં એનાં યે રુધિર
કે છે તો છે વસંતમાં ગુલમ્હોર પણ સફેદ
– રમેશ પારેખ

4 replies on “ગુલમ્હોર”

  1. જયશ્રી,
    આશ્લેષ ત્રિવેદી નો ફોન નંબર મળી શકે? બાકી આપની આ વેબ સાઈટ અદભૂત લાગી! આભાર અને અભિનંદન! .
    નિલેશ વ્યાસ, અમદાવાદ.

  2. આ કયા કિવ ની છે ખબર નથી….

    કહેતી હોય તો આપણે બન્ને રમીએ ખોટુ ખોટુ…
    તું ઊભે ગુલમ્હોર નીચે ને હું પાડી લઊં ફોટુ…

  3. બહુ સરસ ! બે પંક્તિઓ ઉમેરું…

    લાલાશ આખા ઘરની હવામાં ભરી જઇશ
    ગુલમ્હોર મારી લાગણીનો પાથરી જઇશ.

    -મનોજ ખંડેરિયા

    આ હાથ અને હાથમાં કાગળનું રણ સફેદ
    અહીં ઝાંઝવાં, મુકામ, તૃષા ને હરણ સફેદ
    કઈ વેદનાએ શોષી લીધાં એનાં યે રુધિર
    કે છે તો છે વસંતમાં ગુલમ્હોર પણ સફેદ

    – રમેશ પારેખ

  4. જયશ્રી, આટલા સરસ ફુલ અને આટલી સરસ પંકિતઓ …

    આ વેદનાઓ મારી કહો કોને જઇ કહું
    ગુલમ્હોર મારી આંખ મહીં પાંગર્યા કરે.

    જ્યાંથી પણ લાવતી હોય તેનો વાંધો નથી પણ અમને આ વાંચવાનો લાભ આપે છે એ અમારા માટે ખુબ જ ખુશી ની વાતો છે.

    આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *