H वो कागझकी कश्ती, वो बारिशका पानी

થોડા દિવસો પહેલા જ મનહર ઉધાસના કંઠે ‘બચપણ’ ગીત સાંભળ્યું, એ તો યાદ હશે ને ? અને ત્યારે મેં કહ્યું હતું કે वो कागझकी कश्ती, वो बारिशका पानी પણ એક દિવસ ટહુકા પર સાંભળીશું. તો ચલો.. આજે જ એ ગીતની મજા લઇએ. અને આજે તો આ ગીત જરા બોનસની સાથે છે. એ જ ગીત, અને એ જ ગાયક, પણ ગીતનો લય થોડો બદલાય એમાં તો ગીતનો ભાવ કેટલો બદલાય જાય, એ આ ત્રણે ગીત વારાફરતી સાંભળશો તો ખ્યાલ આવશે. ( કદાચ એ મારો ભ્રમ પણ હોઇ શકે, પરંતુ મને ફક્ત જગજીતસીંગના અવાજમાં જે ગીત છે એ વધારે કરુણ લાગે છે).

સૌથી પહેલા, જગજીગસીંગ અને ચિત્રાના અવાજમાં આ ગીત.
શબ્દો : ?
48335451_be3e9c9254

અને હવે સાંભળો, ફક્ત જગજીતસીંગના અવાજમાં, એ જ શબ્દો, પણ વધારે કરુણ લાગે એ રીતે. ( આ ગીત 2 અલગ અલગ ભાગમાં છે, પહેલામાં 2 ફકરા, અને બીજામાં 1 ફકરો )

suvidha1

( બાળપણના દરેક પહેલા વરસાદની મજા જ્યાં માણી છે એ સુવિધા કોલોનીનો બાગ, અતુલ )

( હિન્દી જોડણીમાં ભુલ થઇ હોય તો ધ્યાન દોરશો )

ये दौलतभी लेलो, ये शोहरतभी लेलो
भले छीनलो मुझसे मेरी जवानी
मगर मुझको लौटादो बचपनका सावन
वो कागझकी कश्ती, वो बारिशका पानी

मुहल्लेकी सबसे निशानी पुरानी
वो बुढिया जिसे बच्चे कहते थे नानी
वो नानीकी बातों में परियोंका डेरा
वो चहेरेकी झुर्रियोंमें सदीयोंका फेरा
भुलाये नहीं भुल सकता है कोइ
वो छोटीसी रातें, वो लम्बी कहानी

कडी धूपमें अपने घरसे निकलना
वो चिडिया वो बुलबुल वो तितली पकडना
वो गुडियाकी शादी पे लडना झगडना
वो झुलों के गिरना वो गिरके संभलना
वो पितल के छल्लों के प्यारे से तोहफे
तो तुटी हुइ चुडियोंकी निशानी

कभी रेतके उंचे टिलों पे जाना
घरोंदे बनाना बनाके मिटाना
वो मासुम चाहतकी तसवीर अपनी
वो ख्वाबों खयालोंकी जागिर अपनी
न दुनियाका गम था न रिश्तोंका बंधन
बडी खूबसुरत थी वो झिंदगानी

27 replies on “H वो कागझकी कश्ती, वो बारिशका पानी”

  1. I prefer the solo by Jagjeet Sinh. Whenever I had an opportunity to listen to this song, it is a moving experience and a flood of memories of the days long gone return. Thanks for the reminder and another opportunity to remember “true” happiness.

    As for the text of the lyrics, I also noted those and agree with the “corrections” suggested by others.

  2. જયશ્રી બહેન, તે હિ નો દિવસાઃ ગતાઃ. બાળપણના સ્મરણોનીભરમાળ સ્મરણપટ પર

    છવાઈ ગઈ બાળપણ વિષે લખવાનુ મન થઈ ગયુ. ક્યરે લખાશે? ખબર નથી પણ્

    જરુર લખીશ. ગુજરાતી કાવ્ય ” સાભારે રે મને બાળપણના સમ્ભારણા” યાદ આવી ગયુ.

    જગજીત સિહનુ આ ગીત સાભળવાની ઈચ્છા ઘણા વખતથી હતી અને આજે પરિપૂર્ણ થઈ.

    બહુ મઝા આવી ગઈ. હવેતો રોજ એક વારતો આગીત સાભળીશ્ આભાર

  3. great songs …

    since you had asked specifically….
    in last stanza…of Jagjit alone – second version
    in line 4, it’s sung like “khwabo khilono” instead of “khwabo kayalo”

    please verify before correcting…

  4. આ ગીત કોણે લખ્યું છે ? વરસોથેી જેટલેી વાર સાંભલ્યું છે તેટલેી વાર આંખો ભરાઇ આવેી છે. જયશ્રેીજેી જ્યાં તમારું બાળપણ વિત્યું ત્યાં હું જુવાન બન્યો.
    ગઝલ માટે ખૂબ ખૂબ આભાર

  5. કૈલાસ પન્દિત નુ બચપન કાવ્ય મન્હર ઉધાસ ના સ્વરમા સાથે મુક્યુ હોય તો વધારે મજા આવિ જાય

  6. જયશ્રિબેન્ , આભાર્, આપનો. પણ એક વિનન્તિ ફરિ એકવાર કે પ્લીઝ ફકત એ જણાવી દો કે આટલુ સરસ સન્ગિત આપ ક્યાથી અને કેવી રીતે સન્કલિત કરો છો? આ સન્ગ્રહ અમે કેવી રીતે મેળવી શકીએ આની સીઙી ક્યાથી મેળવી શકાય? હકરત્મક જવાબની અપેક્ષા સહ્

  7. કોણે કહ્યુ બાળપણ પાછુ નથી આવતુ. ક્યારેક બાળકો જોડે બાળક બનીને જાઓ પછી જુઓ આખી દુનિયા બદલાયેલી લાગે છે કે નહીં. જરુરી નથી કે પોતાના બાળકો જોડે જ એ એહસાસ થાય. હું તો જ્યારે પણ નાના બાળકો જોડે રમુ છું ત્યારે હું પણ બાળક બની જાઊં છું.ગમે તેટલો તનાવ કે ચિંતાઓ બાળકની હસીમાં ખોવાઈ જાય છે. મન પ્રસ્સન થઈ જાય છે.

  8. માનદ જયશ્રેીબેન,
    નમસ્તે.
    આભાર સહ્ સલામ…આપને તેમ જ તમામ સાથેીઓને કે જેમણે આ માધ્યમ ધ્વારા ગુજરાતેી તથા અન્ય સાહિત્યનેી સુન્દરતાને સઁગેીતના સ્વરોમાઁ પેીરસેી લોકોનેી લાગણેી જિતેી અને જેીવાડેી!

    Well, as per suggestion…in the 3rd & 4th Stanza of the above song the 4th sentence sounds as:

    वो झुलों સે गिरना वो गिरके संभलना – 3rd Stanza
    वो ख्वाबों ખિલોનોઁकी जागिर अपनी- 4th Stanza,

    …may suggest if at all reqd.!

    Thanks & regards,
    Tushar Naik

  9. જયશ્રેી બેન્,…આપનો આભર્….જરુર આ સામ્ભલી ને બાલ્પન યાદ્ આવી જાય્ પણ તે કદી પાચ્હુ આવતુ નથી ..અને આવે તો?તેને કદી જવા નો દઉ અને સાચ્વી રાખુ..પન્…….કુદરત આવો મોકો દેતી નથી……

  10. Wahhhhhhh

    koi Shabd nathi malata tamne Thank u kehava mate

    Ahi thank u formality hashe

    Aaje ghana samay pachhi aankh mathi Shravan varsyo
    VERY TOUCHYYYYYY
    I love Tahuko

  11. જયશ્રિબેન્;
    ક્માલ કિયા!
    … આભાર માનુ તો .. would not be enough!..

  12. Jayshreebahen, may I request following small changes?

    निशानी पुरानी should be पुरानी निशानी
    वो झुलों के गिरना should be वो झुलों से गिरना
    and lastly, although both are the same; if you are singing it, it makes a difference
    घरोंदे बनाना बनाके मिटाना should be
    घरोंदे बनाना बनाकर मिटाना

    Thank you. I absolutely admire your site

  13. VERY NICE GAZEL

    U R RIGHT JADEJA BHAI E BACHPAN PACHU MADTU HOI TO KEVU SARAS LAGE EJ VARSAD NA PANI SATHE FARE RAMVANU KAGAD NI NAV BANAVE PANI MA TARTI MUKI TENE PACHAD JAVANI BAHU MAJA PADE
    KHAREKHAR E BACHPAN PACHUMADE TO KADE JAVANI MAGIEJ NAHI

  14. બહેનશ્રી જયશરીબેન,
    આ ગીતના હૈયાને ગમે તેટલુ ખોદીએ પણ એનો સમ્પુર્ણ ભાવ કદી અવિષકૃત થઈ શકે નહી.
    બાળપોથીના ચરણે બેસી પાટીમા પેન વડૅ ઘુટેલા એકડા બગડાના
    વળાકમા ખોવાયેલુ બચપન આજે જાણે આળસ મરડીને બેઠુ થઈ ગયુ અને મનડાને અતિત્ના એ સુન્દર મન્દિરની જાતરાએ ઘસડી ગયુ જયા લોચનીયાને ભાગે તો આવ્યા બસ આસુના એ
    તોરણિયા.બહેન, બતાવશો કયા છે એ બચપન?
    અને

  15. “બાળપણ”… સાંભળતાની સાથે જ મનને જાણે યાદોની પાંખો ફૂટી નીકળે અને મન ખોવાઈ જાય જીવનની સૌથી સુંદર અવસ્થાના સંસ્મરણોમાં. એવુ નથી લાગતું કે નાના હતા ત્યારે કેટલી ઓછી ઈચ્છાઓ, કેટલી ઓછી જરૂરીયાતો, નાના-નાના સપનાઓ ને તે છતાય ખુશીઓનો કોઈ પાર નહિ. કોઈ તરફથી એક નાની પેન્સિલ પણ ભેટમાં મળતી તો પણ કેટલાય દિવસો સુધી એ પેન્સિલ મળ્યાનો આનંદ એવો ને એવો જળવાઈ રહેતો અને દરેકને આપણે એ પેન્સિલ એવી તો ઠાવકાઈથી બતાવતા કે જાણે એક પેન્સિલમાં આપણને આખુય જગત મળી ગયુ. મોટા થયા પછી ધારીએ તો આવી 100 પેન્સિલ ખરીદી શકીએ, પણ એનાથી કદાચ બાળપણમાં થતી હતી એના કરતા 100 મા ભાગની ખુશી પણ નહિ થાય. ક્યાં ગાયબ થઈ ગયો જીવનનો એ અનેરો આનંદ?

    કેટલીય વાર મિત્રો સાથે ઝઘડતા, ને તો પણ બીજા દિવસે તો પાછા ભેગા ને ભેગા જ. મોટા થયા પછી આપણે આવુ કેમ નથી કરી શકતા? નાના હતા ત્યારે આપણે બધાના લાડકા, બધા તરફથી ભરપૂર પ્રેમ મળતો. મોટા થયા પછી આપણામાં એવો તો શું ફેરફાર થઈ ગયો કે હવે બધાની આંખોમાં એ પ્રેમ, વ્હાલ અને લાગણી નથી રહી? અને કદાચ આપણી આંખોમાં પણ.

    બાળપણ એટલે જવાબદારીનો લગીરેય ભાર નહિ. ભવિષ્યની કોઈ ચિંતા નહિ અને સામાજીક, ધાર્મિક કે ભાવનાકિય પ્રશ્નોથી તો જાણે જોજનો દૂર. નાના-મોટા, અમીર-ગરીબ કે નાત-જાતના ભેદભાવોનો સદંતર અભાવ.

    શું કોઈ પણ કિંમતે આ અવસ્થા પાછી મળી શકે ખરી?

    ખાસ દિવસે આ ખાસ ગીત પોસ્ટ કરી ફરમાઈશ પુરી કરવા બદલ વિશેષ આભાર…

  16. કૈલાસ પંડિત લિખિત એક મુક્તક
    who has written this?it’s really beautiful

    જીવવાનુ એક કારણ નીકળ્યું
    ધૂળમાં ઢાંકેલું બચપણ નીકળ્યું
    મેં કફન માનીને લીધું હાથમાં
    એ સુખી માણસનું પહેરણ નીક્ળ્યું

  17. All three audios are wonderful. First is like a happy version and next two are like sad version.Very nice qyality of sound. Thanks Jayshree

  18. બાળપણ ની મીઠી મધુરી યાદોનાં વિવિધરંગી ફૂલો થકી સ્મરણોની માળા બનાવી માણસ પોતાના જીવનની ‘મંઝીલ’ તરફ આગેકૂચ કરી શકે છે. –જય

    કૈલાસ પંડિત લિખિત એક મુક્તક
    જીવવાનુ એક કારણ નીકળ્યું
    ધૂળમાં ઢાંકેલું બચપણ નીકળ્યું
    મેં કફન માનીને લીધું હાથમાં
    એ સુખી માણસનું પહેરણ નીક્ળ્યું

  19. બાળપણ અને બાળપણની યાદો અવિસ્મરણીય હોય છે અને એ સમયમા પાછા લઈ જવા બદલ ખુબ ખુબ આભાર !!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *