આજે ટહુકો.કોમને ત્રણ વર્ષ પૂરા થયા છે. જાણે હજી તો કાલે જ જન્મ્યો’તો ટહુકો, અને જોતજોતામાં તો ત્રણ વર્ષનો બાળક પણ થઈ ગયો. આપણા આ વ્હાલા ટહુકાને, ટહુકાનાં ઘર (એટલે કે જયશ્રી) અને વરને… અને ટહુકાનું ગુંજન સાંભળવા અને મોજથી માણવા આવતા બધ્ધા દેશી-વિદેશી પંખીઓને (એટલે કે આપણે બધ્ધા) ટહુકો.કોમની ત્રીજી વર્ષગાંઠ પર મારા-તમારા તરફથી તેમ જ મારા પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન અને મબલખ શુભેચ્છાઓ.
થોડા દિવસથી ટહુકાનાં નવા રૂપ-રંગ તો તમે જોવા જ માંડ્યા હશે… આ સાથે જ કક્કાવાર અનુક્રમણિકા નું બદલાયેલું રૂપ પણ જોઈ લેશો. ઘણા વખતથી જયશ્રીએ ટહુકો ઉપર એક નવો વિભાગ શરૂ કરવો હતો… કે જ્યાંથી અલગ અલગ આલ્બમ ક્યાંથી મેળવી શકાય એની માહિતી મળી રહે… તો મિત્રો, આજે ટહુકોની ત્રીજી વર્ષગાંઠ પર એણે એ વિભાગનો પણ શુભારંભ કરી દીધો છે… સૂરનામા ! આ સાથે જ થોડી નાની-નાની સુવિધાઓ પણ તમને દેખાશે… કોશિશ તો એ જ છે કે વાંચક-મિત્રોને જોઈતી કોઈ પણ માહિતી એકદમ સરળતાથી મળી રહે.
તમને જરૂર થતું હશે કે ટહુકાની બર્થ-ડે પર અહીં ટહુકવાનું મૂકીને બુલબુલ ક્યાં ચાલી ગઈ ?? તો મિત્રો, એણે કહેલી ખાનગી વાત હું પણ તમને ખાનગીમાં જ કહું છું કે એ ટહુકાવાળી દસ દિવસની છુટ્ટી લઈને ટહુકાની બર્થ-ડે મનાવવા ગઈ છે…! મતલબ કે આજે ટહુકાની બર્થ-ડે કેક પણ આપણે જ કાપવાની છે, અને આપણે જ ખાવાની છે. 🙂
ટહુકાની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે મુકુલભાઈએ ખાસ એક ખૂબ જ મજાનું ગીત લખ્યું છે… જેને મેહુલ સુરતીએ ફિલ્માવીને અહીં સુધી મોકલ્યું છે… એ ગીત આપણે મુકુલભાઈનાં મુખે જ અને એ પણ એમને જોતા જોતા સાંભળીએ અને માણીએ. (આભાર મુકુલભાઈ… આભાર મેહુલ…)
ટહુકો ત્રણ વર્ષનો થયો…
ટહુકો ત્રણ વર્ષનો થયો…
કવિતા ને સંગીતનો આજે અર્થ એટલો જ રહ્યો,
કે ઉમળકો પુસ્તકથી નીકળી નેટમાં પહોંચી ગયો !
કે ટહુકો ત્રણ વર્ષનો થયો…
ટહુકો એટલે જય હો થી પણ આગળ એક જયશ્રી હો,
આવતા ભવમાં કાશ કે આ ટહુકાની જાતી સ્ત્રી હો…
પ્રેમમાં જેના કાવ્યપ્રેમી એક સમૂહ ખેંચાઈ ગયો,
એ ટહુકો ત્રણ વર્ષનો થયો…
ત્રીજે વર્ષે એના ત્રણ અક્ષરને સાર્થક કરીએ,
ચાલો, આ ટહુકાને ભરચક પંખીઓથી ભરીએ..
પછી ગમે ત્યાં એ રહેતો અમને તો ભયો ભયો,
કે ટહુકો ત્રણ વર્ષનો થયો…
-મુકુલ ચોક્સી
ખુબ ખુબ અભિનન્દન
જયશ્રી બેન,
ટેબલ પર ગમે તેવુ અને ગમે તેટ્લુ કામ હોય એક વાર ટહુકીને જ પછી કામ ચાલુ કરવાનુ.
ગમતાને તમે ગુન્જે ના ભર્યુ ને તેનો કર્યો રે ગુલાલ!
ગુજ્રરાતી સુગમ સંગીત આભલામાં અથવા વેબલા (web) હજી ખૂબ ખૂબ ગુલાલ ઊડે એવી અભર્થના !
દીલીપ શાહ
dearest sister shree JAYSHREE BAHEN , namstey
with also best & hearty congretulations to you , mukul choksi, mehul surati and raish maniyar too.
i m from surat MANOJ KHENI an editor and owner of a family magazine “JEEVAN YATRI” FROM VARACHHA ROAD – surat.
you are very thank full from us for your lovely and hard workinks for TAHUKO and GUJ.culture
manoj kheni
thanks…
ટહુકાને ત્રીજી વર્ષગાંઠે ખુબ ખુબ શુભેચ્છાઓ.
ઉમળકો પુસ્તકથી નીકળી નેટમાં પહોંચી ગયો .. મુકુલભાઈનું પ્રાસંગિક કાવ્ય પણ મજાનું … વાચકોની લાગણીઓ અને અપેક્ષાનું પ્રતિબિંબ સુંદર રીતે પાડ્યું. આગામી વરસોમાં હજુ વધુ પ્રગતિ થાય એવી શુભેચ્છા.
જયશ્રીબેન,
ટહુકો.કોમ ની ૩જી વર્ષગાંઠે ખુબ ખુબ શુભેછાઓ…..
તમે લખેલુ વાક્ય જ તમને કહીશ, “તમને આભાર કહી ને આ ભાર ઓછો નહી કરુ, પણ તમારો હમેશા ઋણી રહીશ.” કે તમે ગુજરાતી સાહિત્ય ને અમારા સૌ સુધી ખુબ જ સરસ રીતે પહોચાડ્યુ.
હર્ષલ.
જયશ્રીબેન, ટહુકો ને ત્રીજે વર્ષે,.. આકંઠ …શુભેચ્છા….શુભેચ્છા…શુભેચ્છા…મુકુલ ચોકસીનું ગીત ખુબ અનુરુપ છે…
khub khub abhinandan aavi saras website mate,matrubhasa
ni khevana mate,tene sangit thi sajavva mate
aa bhagirath karya tame ekalpande lidhu chhe,te
mate no yash tamane jay,ane te mate adhikarichho
vadhu vikas pame aa saras majano koyali tahuko
જન્મદિને મબલખ શુભેચ્છાઓ….
ઉમળકો પુસ્તકથી નીકળી નેટમાં પહોંચી ગયો !- સરસ પંક્તિ
મુકુલભાઈ , મેહુલભાઈને પણ અભિનંદન……….!!
Today is the special day for me, as I am also celebrating
the birthday along with TAHUKO for using this net book. When I started internet browsing on very ist day I got this site and I am in love with tahuko. Whenever I open net
Ist of all I browse for tahuko only.
On 3rd birthday I wishes this tahko brings all gujarati
closer through SAHITYARAS.
ટહુકા ને ત્રીજા વર્શ નિ ખુબ ખુબ શુભેચ્હાઊ આઑ.
ટહુકાને ત્રીજી વર્ષ-ગાંઠની હાર્દિક શુભેચ્છાઓ અને સફળતાની શુભકામનાઓ!
great work…please keep it up!!
My best wishes..
Regards,
બહેન જયશ્રી,
ખુબ ખુબ અભિનઁદન તારી ત્રણ વર્ષની મહેનત અને ઝળકતી સફળતા બદલ!
ટહુકો.કોમે બધાના રદય જીતી લીધા છે.
દિનેશ અઁકલ, ગેઈન્સવીલ, ફ્લોરિડા, યુ.એસ.એ.
ટહુકાને ત્રીજી વર્ષ-ગાંઠની હાર્દિક શુભેચ્છાઓ અને સફળતાની શુભકામનાઓ!
મુકુલભાઈ અને મેહુલભાઈને પણ અભિનંદન!
સુધીર પટેલ.
DR. CHANDRAVADAN MISTRY Says:
June 12, 2009 at 6:35 pm | Reply
Nice Rachana of Jaishree…..Happy Birthday to Priyashi ! Blessings to her !
Tahuko is a Jewel in Gujarati WebJagat…Nice to know that June 12th is also the Birthday of Tahuko……
Dear Jaishree….I came to know that June 12th is the Anniversary Day for Tahuko by visiting MAN NO VISHVAS…& the Comment I posted is COPY/PASTED here.
All the Best Always !>>>>Kaka
ટહુકાને અને નાની પરીને જન્મદિવસની શુભકામનાઓ.
હાર્દિક શુભકામનાઓ.
નાનો પણ રાઈનો દાણો.
અસરકારક.
સહુને માટે.
તનમનમાં ઉલ્લાસ ભરતો,
રોમાંચભર્યો—————————
ટ…………………હુ………………….કો.
જયશ્રિ અને અમિત્,
ખુબ ખુબ અભિનન્દન, ગુજરતિ સમાજ નિ સેવ કર્વા બદલ્
સ્નદિપ શાહ ,કેલિફોનિયા
આભિનન્દન !
આપને આપના ટહુકા ની ત્રીજી વર્ષગાંઠ પર શુભકામનાઓ
તમારા ટહુકે કેટલા બધા ટહુક્યા ,અમે તો મેઘ બનીને ઝીલ્યા.
ગુજરાતીઓને આપે ગાતા રાખ્યા અને સતત રાખજો..
અભિનંદન
રમેશ પટેલ(આકાશદીપ)
“ટહુકો” ને શુભકામના અને જન્મદિવસની વધાઈ, શ્રી જયશ્રીબેનનો ખુબ આભાર, આપને ગુજરાતીના વિકાસ માટે અનેક વરસો સુધી પ્રેરણા પ્રભુ દ્વારા પ્રાપ્ત થતી રહો અને આપનુ યોગદાન ચિરન્તન બની રહો એ જ પ્રભુપ્રાથના……………………
‘ટહુકો’ ને જન્મદિન ની ખૂબ ખૂબ શુભકામનાઓ.
ટહુકો એટલે જય હો થી પણ આગળ એક જયશ્રી હો,
એવા આશિવાર્દ સાથે.
– અલ્પેશ ભક્ત.
ટહુકાને ખુબ ખૂબ શુભકામના
ટહુકો આમજ ગૂજતો રહે———-
જયશ્રી બેન,
આપ ને ખુબ ખુબ અભિનંદન.
આ સાથે ટહુકો.કોમ સાથે જોડાયેલા તમામ ને મારા હદય પુર્વક ના અભિનંદન.
ટહુકો.કોમ આજ રીતે ગુજરાતી સાહિત્ય જગતની સેવા કરતુ રહે એવી ઈશ્વર પાસે પ્રાથૅના.
ઉત્કષૅ
આભિનન્દન !
jai shree krishna jayshree,
happy birthday to tahuko
and many more to come as well, with many new geet, kavya, etc.
all the best
nisha patel
આજે ટહૂકો મટીને ‘પડઘમ’ થયો.
ટહુકાને જન્મદિનના હૃદયથી અભિનંદન..શુભેચ્છાઓ
જયશ્રીબેન,
‘ટહુકો’ ને જન્મદિન ની ખૂબ ખૂબ શુભકામનાઓ.. અને તમને પણ અઢળક વધાઈઓ… ઈશ્વર તમને આવા કાર્યો કરવાની અધિક પ્રેરણા અને શક્તિ આપે..
‘મુકેશ’
હાર્દિક અભિનન્દન …!
ટહુકોને જન્મદિનની વધાઈ.
Hardik Shubhechho,
રાધાકૃષ્ણ જયશ્રીબેન,
આપને આપના ટહુકા ની ત્રીજી વર્ષગાંઠ પર શુભકામનાઓ.
આપ કદાચ મનનો વિશ્વાસના હિતેશ ચૌહાણ ને ઓળખતા હશો હું તેની મિત્ર મન છું અને અત્યારે તે વ્યસ્ત હોવાથી આ બ્લોગ ચલાવવાની જવાબદારી મને સોંપી છે અને સાથે સાથે
આપને પણ ખુબ ખુબ શુભકામનાઓ મોકલી છે.અને આપના પ્રસંગે આપની કવિતા આપના સંદર્ભ સાથે બ્લોગ પર મુકેલ છે.આશા છે સાથ અને સહકાર આપશો.
આપની મન્.
વહાલી જયશ્રી,
ટહુકો.કોમની ત્રીજી વર્ષગાંઠ પર ખોબો ભરી ભરીને શુભેચ્છાઓ… હજી તો આ શરૂઆત છે, ખૂબ લાં…બે જવાનું છે ! મુકુલભાઈ ભલે ટહુકો.કોમને ત્રણ વર્ષનું બાળક કહે, ત્રણ વર્ષમાં જે પુખ્તતા અને લોકચાહના એણે મેળવી છે એ ઈર્ષ્યા જન્માવે એવી છે !!!
મુકુલભાઈના મજાના પ્રાસંગિક ગીત બદલ આભાર…
————————————————
ટહુકો એટલે જય હો થી પણ આગળ એક જયશ્રી હો,
આવતા ભવમાં કાશ કે આ ટહુકાની જાતી સ્ત્રી હો…
પ્રેમમાં જેના કાવ્યપ્રેમી એક સમૂહ ખેંચાઈ ગયો,
એ ટહુકો ત્રણ વર્ષનો થયો…
————————————————
ઉપર ના આ સબદો થિ સમ્પુર્ન સહમત !!!
વિશ્વ ગુર્જરીના રત્નોની સાહિત્યીક સેવા
અને
ગુજરાતી સુર-સંગીતને નિરંતર..અસ્ખલિત વહેતું રાખવા બદલ આભાર.
આપણો ગુર્જર વારસો જાળવી રાખવાની મથામણના ભાગ રૂપે આપનું નિઃસ્વાર્થ યોગદાન પ્રશંસનીય છે.
ટહુકો હંમેશા ટહુકતો રહે તેવી ઈશ્વરને અરજ.
જયશ્રીબહેન,
મબલખ શુભેચ્છાઓ…. ટકુકો આમ જ સતત ગૂંજતો રહે અને અમે એનો ગૂંજારવ માણતા રહીએ એવી ઇચ્છા….
ખૂબ સરસ ગીત મુકુલભાઈ…
આભિનંદન
many many hearty wishes to all our URMI’s and Tahuko on its third year anniversary.
we hope our tahuko includes more and more laystaro-kavya-ghazals.
ત્રીજે વર્ષે એના ત્રણ અક્ષરને સાર્થક કરીએ,
ચાલો, આ ટહુકાને ભરચક પંખીઓથી ભરીએ..
પછી ગમે ત્યાં એ રહેતો અમને તો ભયો ભયો,
કે ટહુકો ત્રણ વર્ષનો થયો…