હજો હાથ કરતાલ – રાજેન્દ્ર શુક્લ

લયસ્તરોની – આપણી યાદગાર ગઝલો શ્રેણીમાં વિવેકભાઇએ આ ગઝલનો જે પરિચય આપ્યો છે, એ પછી મારે કશું કહેવાનું બાકી રહેતું જ નથી..! 🙂 (ચલો, આજે હું કોપી-પેસ્ટ નથી કરતી, લયસ્તરોની લિંક આપી છે ત્યાં જઇને વાંચી લેશો ને? )

પણ હા… ગઝલ સાંભળવાની શરુઆત અહીં જ કરી શકો છો..!! 🙂

સ્વર – સંગીત : પરેશ ભટ્ટ

.

પઠન : રાજેન્દ્ર શુક્લ

.

હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક;
તળેટી સમીપે હજો ક્યાંક થાનક.

લઈ નાંવ થારો સમયરો હળાહળ,
ધર્યો હોઠ ત્યાં તો અમીયેલ પાનક.

સુખડ જેમ શબ્દો ઊતરતા રહે છે,
તિલક કોઈ આવીને કરશે અચાનક.

અમે જાળવ્યું છે ઝીણેરાં જતનથી,
મળ્યું તેવું સોંપીશું કોરું કથાનક !

છે ચણ જેનું એનાં જ પંખી ચૂગે આ,
રખી હથ્થ હેઠા નિહાળે છે નાનક.

નયનથી નીતરતી મહાભાબ મધુરા,
બહો ધૌત ધારા બહો ગૌડ ગાનક.

શબોરોઝ એની મહકનો મુસલસલ,
અજબ હાલ હો ને અનલહક હો આનક !

-રાજેન્દ્ર શુક્લ (જન્મ: ૧૧ ઓક્ટોબર ૧૯૪૨)

16 replies on “હજો હાથ કરતાલ – રાજેન્દ્ર શુક્લ”

  1. આ સ્વરાંકન એ શ્રેષ્ઠ સ્વરાંકન છે..

    આદરણીય પરેશ ભટ્ટ સાહેબે દરેક શેરમાં જે તે પ્રાદેશિક ઢાળ, ઢબ, લ્હેજો સમાવી લીધા છે એ અવિસ્મરણીય છે

    એમના માટે એમને અંતિમ ક્ષણ સુધી ચાહ્યા કરીએ બસ !!

  2. superb Ghazal, just today i heard read about paresh Bhatt, very soulfull, no word for this . Thanks Pareshbhai

  3. જાણે નરસિન્હ મહેતા નવા રુપે આ કાવ્યમાં ડોકાયા..અદભૂત રચના,મઝા પદી.દિવ્ય અનુભૂતી થઈ.

  4. I can’t understand the GUDHARTA, contained in this FABULOUS bhajan. I M a Gujarati. Please take trouble to explain this, please.

    Dear Tahuko,

    Shatam Jive Sharad.. U R a great service. All the best to your endeavours.

  5. ગઝલનુ સ્વરન્કન ઉચ્ચ કોટિના ભજ્નની દિવ્ય અનુભૂતિ કરાવી નરસિન્હ મ્હેતા ની સમકક્શ પહોચાડે ૬ અદ્ ભૂત

  6. This devotional song is sublime! But it makes me very sad as well because I was one of those who had heard Paresh Bhatt in person. If only God had allowed him more time with us, Gujarati music would have been much more rich. The lyric and the voice-what a combination. Thanks

  7. I love to listen to all the songs sung by Paresh Bhatt. I have actually heard him sing in person. These memories make me very sad. If only god had left him with us for more years, Gujarati Music would have much more rich. This devotional song is just ‘divine.’ So Sublime!

  8. સરસ ગીત અને ગાયકી, શ્રી રાજેન્દ્ર શુકલને અભિનદન અને આપનો આભાર…………

  9. ગુજરાતી સુગમ સંગીતનું ઉત્તમ ઘરેણું !!
    પરેશભાઇનાં તમામ સ્વરાંક્નો ” ટહુકો ” માં ટહુકવા જોઇએ.
    ધન્યવાદ.

  10. મારી પ્રિય ગઝલ ……. !!
    સ્વરાંકન પણ સરસ .

    બસ…..અજબ હાલ હો ને અનલહક હો આનક !

  11. I learn this gazal as poem in my school …
    Very first time when i read it , it was tough for me to understand it..
    But today without any explaination i got the whole idea…

    Its really amazing…

    bahu j sundar rachana chhe….

  12. અદભૂત ગઝલ અને કમાલનું સ્વરાંકન!
    સુધીર પટેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *