ચાલ સખી, પાંદડીમાં… અને એ ગીત મારા કહેવાય કઇ રીતે? કવિ ધ્રુવ ભટ્ટ ના બંને ગીતો મારા ખૂબ જ ગમતાં ગીત..! જેટલીવાર સાંભળો એટલીવાર કવિની કલમને દાદ આપવાનું મન થાય.. અને આ ગીતમાં કવિએ કુદરતના જાદુને પણ આબાદ રીતે કલમથકી ઉજાગર કર્યો છે..! ખરેખર, કુદરતના સૌંદર્યના દરેક રૂપને જોઇને એ નકરો જાદુ જ લાગે ને?
(નકરો જાદુ…. Top of Nevada Falls, Yosemite N.Park, Apr 09)
* * * * *
લોક કહે ડુંગર પર ઊગ્યાં છે ઝાડ,
મારાં ઝાડવાંમાં ડુંગર રમમાણ છે,
આખો યે દેશ સાવ વાદળ થઇ જાય
એવા નકરા જાદુનું આ કામ છે.
કાળા-જૂના પથ્થરમાં ઊભી તિરાડ સમી
આકરી વ્યથામાં સ્હેજ જોવું,
અંદર છે ઝરણાને રણઝણતું રાખવાને
આખાયે જંગલનું હોવું.
ક્યાંક કંઇક કોળે તો એક વાત જાણીએ કે
ધરતી તો ઊગવાનું જ્ઞાન છે.
આખો યે દેશ સાવ વાદળ થઇ જાય
એવા નકરા જાદુનું આ કામ છે.
લોક કહે ડુંગર પર ઊગ્યાં છે ઝાડ,
મારા ઝાડવામાં જંગલ રમમાણ છે.
મહુડા કે સાગડામાં આથમતા સૂરજથી
જંગલની વારતાઓ થાય નહીં;
રંગ-રૂપ, ગંધ-સ્વાદ, શબ્દ-ઢોલથાપ વિના
જંગલના ગીતો ગવાય નહીં.
જંગલ તો હાથ મૂકો છાતીએ ને
સાંભળી લો એવા થડકારનું નામ છે.
લોક કહે ડુંગર પર ઊગ્યાં છે ઝાડ,
મારાં ઝાડવાંમાં ડુંગર રમમાણ છે,
આખો યે દેશ સાવ વાદળ થઇ જાય
એવા નકરા જાદુનું આ કામ છે.
– ધ્રુવ ભટ્ટ
‘અક્ષરો વિના બીજું પણ હોય છેે કાગળ ઉપર…’ ધ્રૂવ ભટ્ટની આ રચનાનું સ્વરાંકન થયું છે?
જંગલ તો હાથ મૂકો છાતીએ ને
સાંભળી લો એવા થડકારનું નામ છે.
જંગલને પોતાનામાં જીવનાર માણસનું આ કામ છે.
અદ્ભૂત, ધ્રુવ ભટ્ટનો લય ગીત સાથે એટલો તદ્રુપ બની જાય છે, જાણે કોઈ નિર્ઝરનો વલવલતો વલવાટ…
મને આ વ્યક્તિ નિ દરેક રચના ઓ બહુજ પ્રિય ચ્હે અતરપિ, તત્વમસિ , સમુદ્રન્તિકે , એક વર એમને વાચો પચ્હિ બિજુ કૈ બકિ રહ્તુ હોઇ તેમ લગે નહિ
લોક કહે ડુંગર પર ઊગ્યાં છે ઝાડ,
મારા ઝાડવામાં જંગલ રમમાણ છે.
વાહ, ખૂબ જ સુંદર..
‘મુકેશ’
સુદર રચના—–
જંગલ તો હાથ મૂકો છાતીએ ને
સાંભળી લો એવા થડકારનું નામ છે.
ધરતી તો ઊગવાનું જ્ઞાન છે.
નકરા જાદુનું આ કામ છે……!!! વાહ … સરસ !!!
hey man !!! good..very very good….
સુંદર રચના…
સરસ ગીત. પ્રકૃતિનુ જાદુ!!
સપના
જાદુ ભર્યું અનોખું ગીત!
સુધીર પટેલ.
ધુવ ભટ્ટ મારા પ્રિય…. એમની કલમમાં જાદુ લાગે છે !!
ખુબ સુન્દર….
નેહા ધવલ
” ધરતી તો ઊગવાનું જ્ઞાન છે” – અદ્ભૂત
ધુવ ભટ્ટનું ગદ્ય હોય કે પદ્ય બન્નેમાં ગજબની તાજગી અને આગવું પોત મહેસૂસ થયા વગર રહે નહીં.