SMS કરવાનું બંધ કરો શ્યામ !
હવે રૂબરૂમાં આવવાનું રાખો.
વૃંદાવન મથુરા તો રોમરોમ જાગ્યાં છે,
મોરલી મોબાઇલ જેવી રાખો.
સાઇબરકાફેમાં હવે સર્ફિંગ કરે છે
પેલી ગોપીઓની યુગજૂની આંખો,
ઇચ્છાના ગોધણને વાળો, હો શ્યામ !
હવે ગોવર્ધન માંગે છે પાંખો,
ટચલી આંગળીએ હવે સાચવજો માઉસ,
અને માખણને ફેટ ફ્રી રાખો
SMS કરવાનું ….
વેબકેમ આંખોમાં આંજીને ગોપીઓએ
સંતાડી દીધા ઉજાગરા,
કપડાં તો સૂકવ્યાં છે સદીઓથી ડાળ ઉપર
વહેવડાવો વાયરા કહ્યાગરા,
રાધાના આંસુના અટકાવો શ્યામ !
હવે મેકઅપને મોભામાં રાખો
SMS કરવાનું ….
ઇ-મેઇલ વાંચીને હવે અર્જુનને સમજાવો
કે મનમાંથી કાટમાળ કાઢે
ગાંડીવ ને શંખધ્વનિ સાચવે ભલે
પણ પર્સમાંથી પામટોપ કાઢે,
કૌરવના કમ્પ્યુટર વાયરસ લખે છે,
તેની ભોળી કોઇ ભાળ હવે રાખો
SMS કરવાનું બંધ કરો શ્યામ !
હવે રૂબરૂમાં આવવાનું રાખો.
Ek sandesh shyam ne – bhagyesh jaha
વાહ ભાગ્યેશભાઈ,ખુબ સરસ કવિતા! જયશ્રિબેન થેન્ક્સ આવિ સરસ કવિતા રજુ કરવા બદલ!
ઝા સાહેબ ખરેખર વસ્તવિક વિચારો ને ક્રશ્ન જિવન સાથે મુકિને એક સુન્દર રચના …..
કોઈ રાધાને તો કહોકે ઇ-મેઇલ કે ફોન કરે. કાના ના તો હાથ બંધાયેલ છે..બહુજ સરસ રચના..
Perfect for this century. Joyful poetry.
નવા યુગની નવી રચના…
Bhagyesh Jha is better a poet and a human being than an I.A.S. He should dedicate to literature than playing in to the hands of polititions.
oh ok then its fine, i thought that i cant listen only..thanks a lot for quick reply. i highly appriciate your efforts. hats of to you
જીજ્ઞા,
મારી પાસે આ ગીતની music file નથી, એટલે આ ગીત અહીં ફક્ત શબ્દો સાથે જ છે.
i cant listen this song, there is no play button anywhere. can you please help me as this is my one of the favorate song.
DEAR JAISHREE,
HOPE TO SEE YOUR GOOD WORK.
TULSIDAL IS THANKING FOR TAHUKO’S JOB WELL DONE.
WAITING FOR THE GOOD NEWS.( WHAT IS GOING TO MAKE 1+1=1)
Geeta Rajendra
thanks for giving nice poem to gujarti people
થોડા દિવસ પેલા જ આ કૃતિ વાંચી , ( ગુજરાતના દિવાળી અંકમાં )
આધુનિક શબ્દો જોડીને સરસ રચના બનાવી છે…
Joyful poetry. Enjoyed immensly. Thanx Jayshree.
-Harshad Jangla
Atlanta, USA
બહુ જ મઝા આવી…
સાચી વાત છે દાદાની…
કૃષ્ણ દવે ની વાંસલડી ડોટ કોમ યાદ આવી ગઇ…
મઝા આવી ગ ઇ. કૃષ્ણ દવે ની વાંસલડી ડોટ કોમ યાદ આવી ગઇ