ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઇ – જવાહર બક્ષી

આલ્બમ : લાગણી
સ્વર : આશિત દેસાઇ
સંગીત : તલત અઝીઝ

.

ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઇ
પ્રસંગ, નહિ તો મિલનના જતા કરે કોઇ

મને ઘણાય તમારો સંબંધ પૂછે છે
તમારી પણ કદી એવી દશા કરે કોઇ

તમારી પાસ જવાની નથી થતી ઇચ્છા
મને ફરીથી જવાની મના કરે કોઇ

ભલે અવાજની ક્ષિતીજમાં જઇ ન શકાય
વિચારને તો જતા – આવતા કરે કોઇ

કોઇ નજીક નથી – એ વિષે હું કૈં ન કહું
આ સંકડાશ વિષે સ્પષ્ટતા કરે કોઇ

ગુન્હા કર્યા તો ‘ફના’ મેં ગુન્હા તમારા કર્યા
મને એ માન્ય નથી કે સજા કરે કોઈ.

– જવાહર બક્ષી

(આભાર : લયસ્તરો)

Phari na chhutavanu bal jama kare koi – jawahar bakshi

5 replies on “ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઇ – જવાહર બક્ષી”

  1. અનેક વાર સાંભળેલી અને વારંવાર સાંભળવાની ગમે તેવી રચના.
    તારી પાસેમૂળ્ કેસેટ છે કે, તૈયાર એમ.પી. -3 ?
    અહીં ઉપરની વિગત આપોઆપ લખાઇ જાય તેવું ન કરી શકાય? એસ. વી અને લય સ્તરો માં તો થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *