બે જ પળની જિંદગી છે તો ય જીવાતી નથી :
એક પળ ખોવાઇ ગઇ છે બીજી સચવાતી નથી.
ઓ શિકારી ! પાંખ લીધી આંખ પણ લઇ લે હવે,
આભને જોયા પછીની પીડ સહેવાતી નથી.
હા કદી બિલકુલ અનાયાસે ગઝલ સર્જાય છે,
સો પ્રયત્નો બાદ પણ ક્યારેક સર્જાતી નથી.
ઇશ્વરે કાળા તમસ પર શ્યામ અક્ષરથી લખી,
વાત મારા ભાવિની મુજને જ વંચાતી નથી.
તું હવે તારી જ ગઝલો ભૂલવા લાગ્યો, ‘કિરણ’,
આટલી મૂડી છે તારી, એ ય સચવાતી નથી ?
Gazal , kiran chauhan
મને પન આ ગઝલ ખુબ જ ગમિ.
nice gazal sir
વાહ વાહ!
બે જ પળ…, ઓ શિકારી…., અને ઈશ્વરે કાળા…. એ ૩ શેર ખુબ જ સરસ છે.
ગઝલ ખુબ ગમી…..ખાસ તો મક્તા ખુબ ગમ્યો…
હ્હ ભગ્વન્..હવે હુન પન લખ શકિશ ગુજરતિ મા, જય્શ્રેી લે, આ તો સરસ ચે યર્..બુત હવે એન્ગ્લિશ મ કેવિ રિતે લખઉ યાર્?
ચલ કયિ વન્ધો નહિ..હુન કોશિશ કરુ ચુ.. એક દુમ સરસ કવિત ચે આ..