તારી આંખનો અફીણી – વેણીભાઇ પુરોહિત

લગભગ 13-14 વર્ષની હતી, ત્યારથી અમુક ગુજરાતી ગીતો સાંભળ્યા છે… છેલાજી રે, પંખીડાને આ પીંજરું, એક રજકણ સૂરજ થવાને શમણે, હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું, આજ મારી નણદીએ મેણું માર્યું.. ઘણા ગીતો નો તો ભાવ પણ નો’તો સમજાતો, તો યે મનભરીને મજા લીઘી છે એ ગીતોની. આજે જો એ બધા ગીતો સાંભળવા મળે તો કદાચ બાળપણ પાછું મળ્યું હોય એવી ખુશી થાય.

મારા ગુજરાતી સંગીત પ્રત્યેના લગાવની શરૂઆત ત્યાંથી થયેલી… પરંતુ આજે પણ જો કોઇ મને ગુજરાતીમાં કંઇ ગાવા કહે ( નસીબ સાંભળનારના, બીજુ શું? ) , કે કોઇ પ્રોગ્રામમાં મારે ફરમાઇશ કરવાની હોય, તો મને સૌથી પહેલા યાદ આવતું ગીત એટલે વેણીભાઇ પુરોહિતની કલમે લખાયેલું આ અમર ગીત. “તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી”.

આ ગીતના વખાણ કરવા, કે એના વિષે કંઇક પણ કહેવું એ કદાચ મારા ક્ષમતાની બહાર છે. પણ હા, મને એક વાત કહેવાની ઇચ્છા જરૂર થાય છે. ગુજરાતી પ્રણય ગીતોના કોઇ કાઉન્ટ ડાઉન કાર્યક્રમનું સંચાલન મને આપવામાં આવે, તો મારે એ જ વિચારવું પડે કે 2 થી 10 નંબરમાં કયા કયા ગીતો મુકવા? પ્રથમ સ્થાન તો આ જ ગીત ને મળે.

અને આજે આવું ખાસ ગીત મુક્યં હોય, તો એને જરા વધુ ખાસ બનાવીએ, તો કેવું ?

indian_beauty_PH66_l

સૌથી પહેલા તો સાંભળો દિવાદાંડી ફિલ્મમાં શ્રી દિલિપભાઇ ધોળકિયાના કંઠે ગવાયેલું અને અજિત મર્ચન્ટનું સ્વરાંકિત થયેલું આ ગીત.

.

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો (2)

આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો… હે તારા રૂપની….
તારી આંખનો અફીણી….

પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો
અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

( આ ગીતની બાકીની 4 કળીઓ અહીં મોરપિચ્છ પર વાંચો )

( કવિ પરિચય )

109 replies on “તારી આંખનો અફીણી – વેણીભાઇ પુરોહિત”

  1. આવા સુન્દર ગીતને પ્રથમ વાર માણવા મળ્યુ અને અમારો ખાલિપો પુરાઈ ગયો.આભાર,

  2. આ ગીતની ઊંચાઈ અને ઊંડાઈ…….ક્યા બાત.
    સ્વરકાર અજીતભાઈ મર્ચંટને પણ યાદ કરી સલામ.

  3. આતિ સુન્દર્. આ મારુ પ્રિય ગિત ..મારા પપ્પા ખાસ આ ગિત ગાતા …

  4. આ ગીત મને અતિપ્રિય ચ્હે. & thanx to tahuko.com…4 this song.Thank you very much for the launch of the web site. My all friend told me to search the song for him and i found this site. Thank you once again
    Regards,
    KeTuL

  5. મજા આવી ગયી. આ ગીત navratri વખતે સાભંસળવા મા આવે. good job!!!

  6. વા હ્!….. ખુબ સરસ.
    આ અપ્રતિમ ગીત નો લાભ આપવા બદ્લ ધન્યવાદ્.

  7. NO SOUND!!!! CAN YOU HELP PLEASE!!! MY ONE OF THE MOST FAVORITE SONG!!!! CAN YOU PLEASE LET ME KNOW WHEN IT IS SET RIGHT???!!!!

  8. આ ગેીત ખુબ સુન્દર ચ્હે વ્હા,,,,,,,,, મ્જા આવિ ગેઈ

  9. Thank you very much for the launch of the web site. My friend Nahush Rana told me to search the song for him and i found the site. Thank you once again
    Regards
    Naishadh

  10. આ ગીત ઘાણા બધા વખત પછી સાંભળ્યુ.

    ફરી એકવાર જયશ્રિબેન તમારો ખુબ ખુબ આભાર.

  11. ….તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
    તારા રૂપની પૂનમનો પાગલ એકલો….

    ….reminds me of someone special…

  12. નમસ્કાર .
    હુ સેતુ .
    ઐન્તકરણ થી આભાર .
    આ અપ્રતિમ ગીત નો લાભ આપવા બદ્લ ધન્યવાદ્.

  13. ખુબ મજા પદિ ગઈ બહુઉ વખત પચિ સાભદ્યુ

    આભાર્

  14. વાહ મજા પડીગઈ અમુક ગીતૉ બરાબરા વાગતા નથી તેમજ અધુરાવાગે છે. ગમતા ગીતો ડઊનલોડકરી શકાઈ કૅૅ કેંમ

  15. તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
    તારા રૂપની પૂનમનો પાગલ એકલો (2)

  16. મને આ વેબ સાઇટ જોઇને ઘણો આનંદ થયો. આપની ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવી શુભ કામનાઓ. ગુજરાતી લખવામાં થોડી તકલીફ પડે છે પણ પ્રયત્ન ચાલુ રાખવા. આપને ખુબ ખુબ અભિનંદન!!

  17. પહેલી વાર ગીત બરાબર વાગ્યુ હતુ પણ બીજી વાર અટકતુ અટકતુ વાગ્યુ. તમારી જાણ ખાતર લખ્યુ

  18. excellent I am very happy to get the treasure of knowledge in gujarati literature. thanks gautam kaji

  19. Does anyone have a English translation of the lyrics? Unfortunately I do not speak Gujurati but ive heard this is the song to know and sing to a loved one.

  20. LAST ONE IS NOT PLAYING FROM THE BEIGINING. PLEASE MAKE IT TO PLAY RIGHT FROM THE STARTING I MEAN FROM THE MUSIC PART……….

  21. કેત્લા વખત થિ ઓરિજિનલ ગિત નિ સોધ મા હતો. ગિત ના સુબ્દો, એનુ મુસિક, અને દિલિપભાઈ ના કંઠ ગવાયેલું આ ગિત સાભ્ળવા નિ ખુબ્ મજા આવિ. તમારો ખુબ ખુબ આભાર

  22. ખુબ આનન્દ થ્યો શ્રી દિલિપભાઇ ધોળકિયાના કંઠે ગવાયેલું અને સંગીતબધ્ધ થયેલું આ ગિત ને ડાઊનલોડ કરવા માટે શુ કરવુ પડ્શે તે જણાવશો

  23. good Its very nice to hear a song of my choice. Its a very good attempt to make gujjus a global community. keep it up.

  24. Hi!,I have been surfing since’ 99.I always felt sorry about lack of gujarati content.Suddenly,I came across Tahuko.com,I am happy to say,I am overjoyed!I have just begun and I am sure,I will click here every day!.Putting three versions of ‘Tari Ankh no Afini..’ together,you have played a master stroke!It is like Dhoni’s Sixer!!Please accept my gratitude with lots of thanks.

  25. Dilipbhai Dholakia’s original song is digging, and chips away my age by 50 years to remind his voice I heard in 1957-1959 on Mubai-A radio during “Mahila Mandal” programme. Thanx to all in chipping away our ages by almost half a century. Love you all for an excellent collection I will take a year to uncover.

  26. There is one more beautiful song sung by Dilipbhai:

    BHINT FADINE PIPLO RE UGYO, JIRAN ENI KAYA RE HO JIRAN ENI KAYA. KOK KODILI PUJVA RE CHALI, NAKHE KANKU CHHNTA RE HO NAKHE KANKU CHHANTA.

    I would be highly obliged if this song is place.

  27. Saw Amit N Trivedi’s post. Here is a clarification. Ismail Merchant who has left this world was a very renowned film director and producer whose movies like “Room with a view”, “The Guru”, “Shakespear Wallah” etc. are classics. He was an Urdu and Hindi speaking gentleman.

    Music director for the Gujerati movie “Divadandi” was Ajit Merchant, a Gujerati.

  28. Hi

    This is Hitendra Shah From Algeria.

    Lovely site.

    Lovely song.

    Simply the best.

    i am thankful to organisers of Tahuko for making available such a vauable collection on website.

    many songs i have not heared in Gujarat in my 42 years age which i can listen here on this site.

    good job.

    keep it up.

    With best regards

    Hitendra Shah

  29. Sorry,today there is some problem, I am not able to change to Gujarati fonts.
    I grew up with the notion that the the composer of the song “Tari Annkh no Afini..” was (music of Film Diwadandi)of “Ismail Merchant”. Can some one let me know whether this particular song was composed by Shri Dilipbhai ??

    I have been searching for another song sung by Dilipbhai (heard on Aakashwani)
    “Sehaj hansi lyo hoth nain nirkhi lyo duniya,
    Saame teer jukavo sajan te anjaanya tate koina meet maandi betha lochanya…”
    Wish to hear this song from some where, some day.

    Amit N. Trivedi.

  30. THIS IS AWSOME..I have to admit. This is my favourite song of all the time. I have downloaded it from a different website. but it is the voice of Soli Kapadia. I never expected in my wildest dream that I will be lucky enough to even hear the original song in the voice of great Dilipbhai Dholakia…Once again Thank you in Tons.

  31. આ બધા સોન્ગ્સ ખુબ જ સરસ સેતુ બાંધો છો. અને હવે મારી આ એક વિનંતી છે કે એવુ સેત કરો કે આ ગીતો ઉતારી શકીયે.
    આભર્
    કેતન લખનિ

  32. દિલિપભાઈના ગીતો શોધતો હોઉ ત્યારે “વગદા વચે તલાવડી..” અને “ભીત ફાડી ને પિપલો રે ઊગ્યો..” એ બન્ને ગીત ન મલવાથી નિરાશ થવાય છે. કોઈ શોખિન જિવડો શોધી આપશે? દિલિપભાઈનો અવાજ અજોડ હતો, એમના ગાયેલા ગીતો પછી બીજા કોઈના અવાજમા પસન્દ નથી આવતા.

  33. JAISHREE BEN
    VALENTAIN DAY NA KOI KAI KAHE K N KAHE AA GIT SAMBHDINE EM THAU K MARI MATE J GAI RAHYA CHE. POTANI DUNIYAMA KHUSH RAHEVA MATE MAST RASTO MALI GAYO CHE. KHUB KHUB AABHAR. NEETA

  34. આભાર,
    જેટલુ પણ છે તે ખુબજ છે. તે બદલ ગણો આભાર,

    ફરી થી ઍક વખત Jayshree ben નો ખુબજ આભાર,

  35. Sorry Sanket,
    ટહુકો.કોમ પર મુકાયેલા ગીતો કોમ્યુટર પર ઉતારવા નહીં મળે ઃ)

  36. ટહુકો.કોમ પર મુકવામાઆવેલા ગીત કોમપુટર મા કઇ રીતે ઉતાર્વા તે જણાવ સો.
    આભર

  37. મજા આવેી ગૈ.અમે આ ગેીત ઘના વખત થેી શોધતા હતાએ પન દિલિપ ધોલકેીયા ના અવાજ મા,ખુબ ખુબ ધન્યાદ્

  38. નરસિંહનિ હુંડિનુ ગીત “મને પરણાવૉ ઍક છોકરી” પોષ્ટ કરશો ઘણો આભાર

  39. હુ જ્યારે લોકોની વિદેશી ભાષા માટેની ઘેલછા જોવુ છુ ત્યારે થાય છે કે આ પામર લોકો કદી આ અમૃત પ્યાલો હોઠે માંડી નહિ શકે

  40. […] મોરપિચ્છ અને ટહુકા પર આ પહેલા ઘણીવાર સરખા સરખા લાગતા ગીતો મુક્યા છે, યાદ છે ને ? પણ આજે એક જ ગીત બન્ને બ્લોગ પર. ટહુકા પર ત્રણ અલગ અલગ રીતે એક જ ગીત સાંભળો. […]

  41. પ્રથમ તો આપને ખુબ ખુબ અભિનંદન આ જાણીતા ગીત વીશે, સાથે સાથે આ ગીત સોલી કાપડિયાના અવાજ માં પણ આ ગીત સાંભળવાની ખુબ ખુબ મઝા આવી!

  42. વાહ!! મઝા પડી ગઇ ! એક જાણીતા ગીત વીશે, આટલુ બધુ, પહેલી વાર જાણ્યુ ! The picture is perfect too…!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *