ગુજરાતી રંગભૂમિની સાથે સાથે જુની ગુજરાતી ફિલ્મોનો પણ ગુજરાતી સંગીત-દુનિયામાં અમૂલ્ય ફાળો રહ્યો છે. કેટલાય ગીતો ફિલ્મોમાં આવીને – અને પછી નવરાત્રીમાં ગવાઇને આજે લોકગીતની કક્ષાએ પહોંચી ચૂક્યા છે. આજે લાખો-કરોડોના દિલોના રાજ કરનાર ‘જગજીત સિંગ’ ને સૌથી પહેલો ફિલ્મમાં બ્રેક – એક ગુજરાતી સંગીતકારે – ગુજરાતી ફિલ્મના ગીત માટે આપ્યો હતો. ફિલ્મ બહુરૂપી – અજિત મર્ચન્ટનું સ્વરાંકિત થયેલું એ ગીત – ‘લાગી રામ ભજનની લગની’.
અને એ જ સ્વરકાર – અજિત મર્ચન્ટનું સ્વરાંકિત અને દિલીપ ધોળકિયાના સ્વર મઢ્યું, ગુજરાતી ફિલ્મ દીવાદાંડીનું એક ગીત – તારી આંખનો અફીણી – એ હદે લોકપ્રિય થયું છે કે એ ગીતના ૫૦ વર્ષ પૂરા થયાનો સમારંભ રાખવામાં આવ્યો હતો.
જો કે ગુજરાતી રંગભૂમિની જેમ જ ગુજરાતી ચલચિત્રોની બાબતમાં મારી જાણકારી નહિવત છે. એટલે બાકીની બાતો તમારા માટે બાકી રાખું છું આજે ટહુકોની પાંચમી વર્ષગાંઠ સ્પેશિયલમાં – ગુજરાતી ફિલ્મના ગીતોને યાદ કરી સાંભળીએ – ફિલ્મ ‘ગુણસુંદરી’નું વધુ એક નણંદ-ભાભી સ્પેશિયલ ગીત. આ ગીત પપ્પાની કેસેટમાં વર્ષો સુધી ખૂબ સાંભળ્યું છે – એટલે જ કદાચ મારા માટે એ ઘણું જ સ્પેશિયલ છે. અને ગીતની સાથે જ વ્હાલા ભાભી પણ એટલા જ યાદ આવી જાય..! જો કે મેં કોઇ દિવસ ભાભીને એવુ કંઇ સંભળાવ્યું નથી હોં – હું તો એમની ખૂબ લાડકી નણદી છું 🙂
સ્વર – ગીતા રોય
સંગીત – અવિનાશ વ્યાસ
આજ મારી નણદીએ મેણું માર્યું
આજ મારી નણદીએ મેણું માર્યું
ભાઈ ખોવાઈ ગયો ભાભી ના આવતા
બોલ્યા નણંદબા નૈનો નચાવતા
ઘરમાં બધું થાય મારી ભાભી ધાર્યું
એવું મારી નણદીએ મેણું માર્યું
આજ મારી નણદીએ મેણું માર્યું …
સ્નેહલ સમીરભર્યું કામણ તો એવું કર્યું
વહાલભરી બહેન કેરું સગપણ હાર્યું
એવું મારી નણદીએ મેણું માર્યું
આજ મારી નણદીએ મેણું માર્યું …
દિન-રાત રંગમાં ભાભીની સંગ રમે
વહુઘેલો વીરો મારો ભાભી ને ચરણ નામે
________________(??) આજ વિસાર્યું
એવું મારી નણદીએ મેણું માર્યું
આજ મારી નણદીએ મેણું માર્યું …
યોગેશભાઇ,
બે વાતોનો ઉલ્લેખ એક સાથે કર્યો એટલે કદાચ થોડું confusion થયું હોય એવું લાગે છે. ‘તારી આંખનો અફીણી’ – https://tahuko.com/?p=465 પોસ્ટ પર જોશો તો જગજીત સિંગના નામનો ઉલ્લેખ નથી.
ઉપર મુકેલી પોસ્ટમાં થોડી વધુ માહિતી ઉમેરી છે, જેથી બે વાતો અલગ છે એ તરત ખબર પડે. મારું ધ્યાન દોરવા બદલ આભાર.
જયશ્રીબેન.
એક માહિતિ તરફ નમ્રતાપુર્વક ધ્યાન દોરવાનું ….
તારી ‘ આંખનો અફીણી ‘ ગીત ફીલ્મ દિવાદાંડી ,સંગીત અજીત મર્ચન્ટ્,ગીતકાર વેણીભાઇ પુરોહિત,અને – સ્વર સ્વ.દિલી.પ ધોળકીયા – નહિં કે જગજીત સિંહ્.
યોગેશ ચુડગર.-શિકાગો-યુએસ.
લાજવાબ ગીત.જગજીત સિહ વિશે પ્રથમ વાર જાણવા મળ્યુ. મજા આવી
‘ભાભી ના આવતા’ નો અર્થ ભાભી આવવાથી થયો છે પરંતુ ‘ના’ ને ભાભીથી છુટ્ટો પાડીને ભાભી ન આવવાથી ફલિત થાય છે. ‘ભાભીના આવતા’ વધારે યોગ્ય લાગે છે.
જૂની રંગભૂમિ . . . સાંઈઠ, સીત્તેર વર્ષ પહેલાના ‘ટીનેજરો’ અને યુવાનોની એક માત્ર કહી શકાય તેવી સોણલા વીંઝવાની પાંખ.
આ ગીતો જ્યારે તખ્તા પરથી ગવાતા ત્યારે પાત્રોએ પોતે ગાવા પડતા.
પ્રેક્ષક ગૃહની પહેલી હરોળમાં પગપેટી વગાડતા ‘માસ્ટર’ નાટકના સંગીત દીગ્દર્શક રહેતા. તેમની આજુબાજુ તબલા, ઢોલક, સારંગી, વાયોલિન વાદકો ગોઠવાઈ જતા.
‘સાઉન્ડ સીસ્ટ્મ’? ભૂલી જાવ. કલાકારો જ્યારે પોતાના પહાડી અવાજ માં સંવાદો બોલતા કે ગીતો ગાતા તે છેક બાલ્કનીની છેલ્લી હરોળમાં બેઠેલા પ્રેક્ષક સુધી પહોંચી તેઓના હૈયાને ઝણઝણાવી શકતા. કેમકે પાત્રો અને પ્રેક્ષકો ઓતપ્રોત થઈ જતા. પ્રત્યેક દ્શ્ય નો ‘આનંદ’ લૂટતા. હવે ચોતરફ ‘મજા જ મજા’ છે. ‘આનંદ’ લુપ્ત થયો છે. ત્યારે આપ આ રેકર્ડો પર જામી ગયેલા સમયના થરોને ઉવેખી આવા મધુરા ટહુકાઓ લહેરાવી, વર્ષગાંઠની સંન્નિષ્ઠ ઉજાણી કરો છો તે નોંધપાત્ર છે. ગુજરાતી ભાષાનું અને આપની વેબ સાઈટ નું ભવિષ્ય ઉજ્જવળ છે. અભિનંદન સહ ધન્યવાદ.
13 th line -lakheNi laaj muki aaj visaryu
Bolyo nandabaa nahi pan bhulyo nanadaba. ( 4th line )
You can hear this song on You tube
The first break to Jagjitsing was given by Ajit Merchant.the music of Divadandi song – Tari aankhno afiRe-was composed by Ajit merchant.He died recently.
નિરુપા રોય અગણિત ફિલ્મોમા કામ કરી ગયા લાગે છે. સરસ હુંફાળું ગીત. મહેણામા ભાઈ ભાભીના પ્રેમથી લાડકડી નણદીને ગલગલિયાં થાય છે,એ ભાવનો લહેકો લાવનાર ગીતાજીના સ્વરમા જાદુ છે. ખાલી જગા પૂરવાની પહેલી આમ પાછી રમાડેતો મઝા આવશે.
આભાર જયશ્રી.
ંમળે તો ,અમે મુાઈના રહેવાસી ં મુકો.આ જે તો હાલત વધુ ખરાબ ઍ
વાહ્…!
આજકાલ આવા મધુરા ગીતો બહુ જ ઓછા સાંભળવા મળ છે. આભાર.
બહુ ગવાયેલુઁ ગેીત.ગુણસુઁદરી ફિલ્મ ચાર વખત જોયેલી.
આભાર સૌનો !
વાહ વઆહ ઘના બધા વર્શો બાદ સામ્ભલ્યુ. ખુબ મજા આવેી… આભાર્.
જુની રંગભૂમિના ગીતો અમારા સુધી લઈ આવવાથી વિશેષ આનંદ પ્રાપ્ત થયો છે, સામાન્ય સંજોગોમા સાંભળવાનો યોગ આવતો નથી, આપનો આભાર…………..
વહુઘેલો વીરો મારો ભાભીને ચરણ નમે
લાખેણી લાજ મુકી કાજ વિસાર્યુ
મને તો શબ્દો આમ સંભળાયા…
વહુઘેલો વીરો મારો ભાભી ને ચરણ નમે
લાખ એની લાજ મૂક્યું કાજ વિસાર્યું
પછી તો મારા કાનપુરમાં હડતાળ હોય તો ખબર નઈં હોં… 🙂
bhabhina khub ladaka nandi ne aavi bhabhi malava badal khub khub aabhinandan.Tamaro sneh hamesa hamesa aavoj rahe aeva aasirvad.
‘ગુનણસુંદરી’ ફિલ્મ તેના અનેક કર્ણમધુર ગીતો માટે યાદ રહેશે. આ ગીત પણ એમાનું એક. સ્વર ગીતા રોય અને કવિ-સંગીત અવિનાશ વ્યાસ.
ગીતા દત્ત ?