હ્રદય છલકાઇને મારું – કૈલાસ પંડિત

ગાયક : મનહર ઉદાસ

.

હ્રદય છલકાઇને મારું તમારો પ્યાર માંગે છે
ભરેલા જામ જાણે ખુદ હવે પીનાર માંગે છે

ન વર્તન જો ગમે મારું તો તું વ્યવહાર રહેવા દે
જમાના કેમ તું હાથે કરી તકરાર માંગે છે

ખરે છે રોજ તારાઓ ભલા શાને ગગનમાંથી
મુલાયમ કોણ એવો નિત્યનો શણગાર માંગે છે

સહારો આંસુઓનો પણ હવે ‘કૈલાસ’ ક્યાં બાકી
રુદનના કારણો દુનિયા ખુલાસા વાર માંગે છે

29 replies on “હ્રદય છલકાઇને મારું – કૈલાસ પંડિત”

  1. દરેક વખત આ ગઝલ આપન ને એક એવા ભાવ્ વિશ્વ લઇ જાય કે જયા તમે તમારી હાજરી ની પ્રતીતી કરાવતુ રહે….

  2. ખુબજ સરસ રિતે સરલ અને રસદાર ર્ર્જુઆત કરવામા આવેલ

  3. આવી સુંદર રચનાઓ સાંભળવા આ ચાહક વારંવાર માંગે છે .આવી સુંદર ગઝલ મુકવા બદલ ખુબ ખુબ આભાર . હેપ્પી ન્યુ ઈયર .

  4. આ ગિત નિ રચના ખુબ ગમિ
    આભાર…
    આવિજ વધુ રચના આપતા રહો એજ વિન્ન્તિ
    લિ.
    જગશિ શાહ
    વિલેપાર્લા, મુમ્બઇ

  5. સહારો આંસુઓનો પણ હવે ‘કૈલાસ’ ક્યાં બાકી
    રુદનના કારણો દુનિયા ખુલાસા વાર માંગે છે
    સ્વપ્ન આંખોએ કેટલાં જોયાં ?
    ચાલો, આંસુભીનો હિસાબ આપો.

    આંખોઆંખોમાં પ્રશ્ન પૂછ્યો છે
    હોઠથી હોઠને જવાબ આપો.

  6. …ખરે છે રોજ તારાઓ ભલા શાને ગગનમાંથી
    મુલાયમ કોણ એવો નિત્યનો શણગાર માંગે છે…

    very beautiful!!

  7. હવે તો આવો હે ઈસ્વર્…. આપન ભક્તો તમારો સાક્સાત્કાર માગે છે……
    નાભિમાથી નિક્ળ્યો આ સુર…
    કૈલાસજી પંડિત આપ ને…જોવા… એકવાર માગ છે…..
    “હ્રદય છલકાઇને મારું તમારો પ્યાર માંગે છે”
    અને ઈસ્વર પણ હવે.. “સ્રુસ્ટી ના સર્જનહાર”
    “ભરેલા જામ જાણે ખુદ હવે પીનાર માંગે છે” છે છે છે ..
    વાહ્…વાહ્

  8. “નયનો ને પાપણો સાથે જીવવા કિકિઓ બધી ઊજાસ માગે છે
    આસુઓ ના પગલાઓ ચાલવા નજરો ઉધાર માગે છે……

    ધડ્ફકનો એ બધી મ્હારી ના હતી “ગાફિલ્”
    હ્રિદય પણ હવે પ્રેમ નો હિસાબ માગે છે……..પ્રિયતમ્…..

    સહારો આંસુઓનો પણ હવે ‘કૈલાસ’ ક્યાં બાકી
    રુદનના કારણો દુનિયા ખુલાસા વાર માંગે છે

    હ્રદય છલકાઇને મારું તમારો પ્યાર માંગે છે
    ભરેલા જામ જાણે ખુદ હવે પીનાર માંગે છે

    તમે હ્સી ને આવો તો…. આ સસાર આખો તમારો સન્ગાથ માગે છે…..
    કદમ ચાલતા જશે…. ને મઝિલ બધી રસ્તાઓ બ ચાર માગે છે….

    ઇસ્વર ને પણ આવી જવુ પડશે…આપણી આસપાસ્….
    મદિરમા પણ એ હમ ભક્તો પાસ ફ્ક્ત “ભાવ” માગે છે…..

  9. ટપકતું દર્દ છલકતી પીડા, સદાબહાર સર્જન, આપનો ક્યા શબ્દોમાં અભાર માનું.મારી પ્રિય ગઝલ અહીં પંહોચાડવા બદ્લ મારી પાસે શબ્દો નથી. Jay shreeji thank you very much and god bless you

  10. આ અવાજ મનહર ઉધાસ નો લાગે છે. મુકેશે ગાયેલુ નથી.

  11. ખુબ જ ખુબ જ ખુબ જ ખુબ જ ખુબ જ આભર.

    હું લગભગ છેલ્લા ઘણા સમય ની આ રચના ની તલાશ મા હતો

    દિપેન~~~~
    ~~~~~~~મિત્રતા.

  12. જયશ્રીબેન એક ભુલ સુધરવા વિનતી આ ગઝલ મનહર ભાઈ એ ગાઈ છે પુરુષોતમ ઉપાધ્યાય ના સંગીત હતુ ઇ પી બહાર પડી હતી એચ્ એમ વી ની નામ યાદ નથી એમા ચમન તુજ ને હ્યદય છલકાઈ ને અહી કોણ ભલા ને પુછે છે અને કોઇની બેવફાઈ શાયરી ની શાન થઈ જાશે એ ગઝલો હતી આભાર

  13. દુનિયાની નફ્ફટાઈ કેવી કે હવે આંસુઓનો સહારો લેતાય ગબરાવુ પડે! વાહ કૈલાસભાઈ.

  14. ટપકતું દર્દ છલકતી પીડા, સદાબહાર સર્જન, આપનો ક્યા શબ્દોમાં અભાર માનું.મારી પ્રિય ગઝલ અહીં પંહોચાડવા બદ્લ મારી પાસે શબ્દો નથી.

  15. a really excellent track. i know you have been getting thanks a lot all the time 🙂 but once more.
    Thanks a lot whoever you are managing this site.

  16. Hello Darshan,
    I just checked it, every song by Mukesh is working fine. If you can give me the name or link of specific song, I can look at it again.

  17. કૈલાસ પંડિત ની ગઝલો વાંચીને, કાયમ એક જ ચિત્ર ઉપસે, દુનિયા સામે બગાવતે ઉતરેલો, પ્રેમ માં અસફળ, સવાર સાંજ મ્રુત્યુ સાથે બેઠક કરતો, કવિ. “હ્રદય છલકાઈ ને ” જેવિ ક્રુતી, ને તેને મુકેશ નાં સ્વર મળે એટલે સોના માં સુગંધ ભળે. આવી રચનાઓ મળવી એ ગુજરાતી સંગિત નુ સૌભાગ્ય જ કહેવાય. મને ખેદ છે કે મને સંગિતકાર નુ નામ નથી ખબર, પણ અધભૂત રચના કરી છે, ખરેખર આ ક્રુતી ને તાલ ના બંધન માં બાંધી જ ન શકાય.

    Thanks jayshree, for searching and posting the original composition.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *