છલોછલ છલકતી શ્રધ્ધા – મકરંદ મુસળે

અળગી નથી કરી તને મેં અવગણી નથી,
તું પ્રેમને ન માપ એની માપણી નથી

મળવાનું મન કરે કદી ઠેકીને આવજે,
ભીંતો અમારી એટલી ઊંચી કરી નથી.

આવે ગઝલમાં જે રીતે બસ આવવા દીધી
મેં લાગણીની કોઇ દી’ માત્રા ગણી નથી

હું આયનામાં જાત જોઇ ખળભળી ઊઠ્યો,
સારું છે એમની નજર મારા ભણી નથી.

દેખાઉં છું, તે છું નહીં, ને એટલે જ તો,
મારી છબીને મેં કદી મારી ગણી નથી.

એથી જ પ્રેમ પામવાની આશ છે હજી
તેં હા કહી નથી મને, ના પણ ભણી નથી.

13 replies on “છલોછલ છલકતી શ્રધ્ધા – મકરંદ મુસળે”

  1. BHEETO AMAAREE AETALI OONCHEE ‘CHANEE’ NATHEE (ALONG WITH AN EQUALLY BEAUTIFUL PHOTO)SO NICE AN EXPRESSION.(UNCHI HOY K NICHI, DIWAL RALYAMANI HOY TO AE PAN HOVI NE JOVI GAME K NAHI?.

  2. આવે ગઝલમાં જે રીતે બસ આવવા દીધી
    મેં લાગણીની કોઇ દી’ માત્રા ગણી નથી વાહ ભાઈ વાહ્…સલ્લામ્….

    મળવાનું મન કરે કદી ઠેકીને આવજે,
    ભીંતો અમારી એટલી ઊંચી કરી નથી ખુબશુરત્…

    દેખાઉં છું, તે છું નહીં, ને એટલે જ તો,
    મારી છબીને મેં કદી મારી ગણી નથી…..નિખાલસ્તા આને કેહ્વવાય્….

    એથી જ પ્રેમ પામવાની આશ છે હજી
    તેં હા કહી નથી મને, ના પણ ભણી નથી. પ્રેમ પામવા ની છલોછલ છલકતી શ્રધ્ધા
    મકરંદ મુસળે ને અમારી સલામ્….

  3. નખશિખ સાંગોપાંગ સુંદર રચના…….!!

    નૈસર્ગી- મોરના ઈંડા ચીતરવા ન પડે…

  4. bahu sunder shabdo che..
    jane man ni ander jhankine lakhyu hoy!!!
    jayshree,
    avi sunder kavitao post karva badal aabhar!!
    nandini-deep..

  5. એથી જ પ્રેમ પામવાની આશ છે હજી
    તેં હા કહી નથી મને, ના પણ ભણી નથી

    ….સુંદર. વાહ!

  6. અળગી નથી કરી તને મેં અવગણી નથી,
    તું પ્રેમને ન માપ એની માપણી નથી.

    મળવાનું મન કરે કદી ઠેકીને આવજે,
    ભીંતો અમારી એટલી ઊંચી કરી નથી.

    આવે ગઝલમાં જે રીતે બસ આવવા દીધી
    મેં લાગણીની કોઇ દી’ માત્રા ગણી નથી

    વાહ… ખૂબ જ સુંદર!!

  7. આવે ગઝલમાં જે રીતે બસ આવવા દીધી
    મેં લાગણીની કોઇ દી’ માત્રા ગણી નથી…

    ….સુંદર અભિવ્યક્તિ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *