તા. 6 ઓગસ્ટ, 2007.
લગભગ એક વર્ષ પહેલા જ્યારે આ ગીત ટહુકો પર મુકેલું, ત્યારે એનો વિડિયો નો’તો મુક્યો. તો મને થયું કે જ્યારે વ્હાલું સુરત શહેર ખરેખર હસતું રમતું થઇ ગયું છે, અને આ ગીત બનાવીને મેહુલભાઇ, મુકુલભાઇએ જે હાકલ કરી હતી, તે સાંભળવાની સાથે સાથે જોવું પણ ગમશે.
——————————
તા. 14 સપ્ટેમ્બર, 2006.
સૂરત શહેરને પૂરના પાણીથી થયેલ ખાનાખરાબીની ઘીમે ધીમે મરામત થઈ રહી છે. પણ ખરું નુકશાન તો માલસામાનને થયેલા નુકશાનથી ક્યાંય વધારે છે. આવી પરિસ્થિતિમાંથી જે લોકો પસાર થાય એમના દિલ અને દિમાગને જે હાની પહોંચી હોય છે એની સારવાર કરવી ખૂબ કપરું કામ છે. આવા કપરા કાળમાંથી પસાર થનાર વ્યક્તિના માનસને થતી વિપરીત અસર માટે તબીબો Post Traumatic Stress Disorder એવું નામ આપે છે. આખા શહેરના દિલ પર લાગેલ જખમની સારવાર કરવી તો પણ કઈ રીતે એ મોટો સવાલ છે.
સૂરતના મનોરોગ તજજ્ઞ અને જાણીતા કવિ મુકુલ ચોકસીએ આ દિશામાં એક નવો પ્રયોગ કર્યો છે. એમણે સૂરતના જખ્મી ખમીરને જગાડવા માટે એક ખાસ ગીત લખ્યું છે. જે સૂરતના જ સંગીતકાર મેહુલ સૂરતીએ સ્વરબદ્ધ કર્યું છે અને ગાયું છે અમન લેખડિયાએ. આ પ્રકારનો આ પહેલો જ પ્રયોગ છે. આના વિષે વધુ માહિતી ટાઈમ્સ ઓફ ઈંડિયાના આ લેખમાં છે.
તમે પણ સાંભળો સૂરતના ઘા મટાડતું આ ગીત.
સંગીત – મેહુલ સૂરતી
સ્વર – અમન લેખડિયા
.
ચાલો ફરી પાછા હસતાં થઇ જઇએ
તાપીને કિનારે વસતાં થઇ જઇએ
રડવાનો નથી આ, લડવાનો સમય છે
તકલીફના પહાડો ચડવાનો સમય છે
ખૂબ ઉંચે જનારા રસ્તા થઇ જઇએ
ચાલો… ચાલો… ચાલો… ચાલો…
પાણીમાં ડુબે ઘર, સામાન ને મિલકત,
કિંતુ નહીં ડુબે, વિશ્વાસ ને હિંમત
પહેલાથી વધુ ઝડપે, વિકસતા થઇ જઇએ
ચાલો… ચાલો… ચાલો… ચાલો…
ચાલો ફરી પાછા હસતાં થઇ જઇએ
તાપીને કિનારે વસતાં થઇ જઇએ
ખુબ સરસ લખેલું આ ગીત તેટલું જ સરસ રીતે ગવાયેલું છે તે સાંભળવાની મજા આવી ગઈ મુકુલભાઈ-અને મેહુલભાઈ!!!
“રડવાનો નથી આ લડવાનો સમય છે
તકલીફ ના પહાડો ચડવાનો સમય છે.”
સુરતના ખમીરને જાગતું કરવા મુકુલ ભાઈએ તન મન ધનથી કરેલો પુરૂષાર્થ દાદ માંગી લે તેવો છે.
મુકુલભાઈ એક સારા ડૉકટર અને સારા કવિ છે એ આપણે બધાં જાણીયે છીએ,પણ તેઓ એક સારા વહીવટ કર્તા પણ છે – સુરત માં પૂર પછી મુકુલભાઈ એ હાથ માં ડોલ લઈ જે રીતે સુરત નો કાદવ સાફ કર્યો છે તે સૌ સુરત વાસીઓ માટે પ્રેરણા રૂપ સાબિત થયું, એ વાત ગુજરાત ડીજાસ્ટર મેનેજમેન્ટ ના ,આઈ એ એસ ઓફીસર શ્રી ઝા સાહેબે, મુંબઈમાં પર્યુષણ વ્યાખયાન-માળા વખતે હાજર શ્રોતાઓ ને કહી.
મુકુલભાઈ આપનાં સૌ યોગદાનો બદલ આભાર.
પહેલાથી વધુ ઝડપે, વિકસતા થઇ જઇએ
ચાલો… ચાલો… ચાલો… ચાલો…
ચાલો ફરી પાછા હસતાં થઇ જઇએ
તાપીને કિનારે વસતાં થઇ જઇએ
ડૉક્ટર અને કવિ મુકુલભાઈના નવો પ્રયોગને અભીનંદન..
અવુ હિમ્મત આપ્નઅરુઉ ગેીત મત્ર દોતોર મુકુલ જ લખેી શકે. ખુબ ખુબ અભિનન્દન્
very nice song.
if i want to download this video, then what should i have to do? pls guide me…
જોરદાર ગીત. લાગે છે મારે અમન ને આજે જ ફોન કરીને અભિનંદન આપવા પડશે.
ખુબ જ સરસ ગેીત
bhaadarvo chaaley chhey pan video joine hriday ma sawan nu aagman thai gayu……….cool work keep it up!!!
Mehul ! you sounds very creative.Gujarati Sugam Sangeet needs this kind of creative turn. All the best !
Very nice song….
Dilipbhai,
Plz visit http://www.mehulsurti.com/production.htm
સરસ ગીત
ભાઈશ્રી અમને સુન્દર રીતે રજુ કર્યુ છે.
અભિનન્દન!!!!!!!!!
અમારે આ ગીતો ડઉન્લોદડ કરવા હોય તો શુ કરવુ?
મુકુલભાઈ એક સારા ડૉકટર અને સારા કવિ છે એ આપણે બધાં જાણીયે છીએ,પણ તેઓ એક સારા વહીવટ કર્તા પણ છે – સુરત માં પૂર પછી મુકુલભાઈ એ હાથ માં ડોલ લઈ જે રીતે સુરત નો કાદવ સાફ કર્યો છે તે સૌ સુરત વાસીઓ માટે પ્રેરણા રૂપ સાબિત થયું, એ વાત ગુજરાત ડીજાસ્ટર મેનેજમેન્ટ ના ,આઈ એ એસ ઓફીસર શ્રી ઝા સાહેબે, મુંબઈમાં પર્યુષણ વ્યાખયાન-માળા વખતે હાજર શ્રોતાઓ ને કહી.
મુકુલભાઈ આપનાં સૌ યોગદાનો બદલ આભાર.
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા..
સરસ ગીત ,
શ્રી મુકુલ ભાઇ તરફથી સુરત વાસી ઓને પ્રેરણાસમ.
આભાર.
સુંદર ગીત….
મુકુલભાઈને ખબર છે કે એ આ ગીત નહીં લખે તો માનસિક દર્દીઓ એમને ખાવાનો સમય પણ નહીં આપે…