એક છોકરીના હોય ત્યારે કેટલા અરીસાઓ – રમેશ પારેખ

આજે ફરી એક વાર હસ્તાક્ષર…

આમ તો હસ્તાક્ષરના દરેક આલ્બમની જેમ આ ‘રમેશ પારેખ’ ના હસ્તાક્ષરમાંથી પણ કોઇ એક ગમતુ ગીત પસંદ કરવું હોય તો મુશ્કેલ કામ. એમ થાય કે ‘સાંવરિયો’ને પસંદ કરું, તો ‘મનપાંચમના દરિયા’ને ખોટું ના લાગે? ‘આંખોના દ્રશ્યો’ને યાદ કરું કે ‘છોકરીના હાથથી પડતા રૂમાલ’ને ?

છેવટે મેં પસંદ કર્યું આ ગીત : ‘એક છોકરીના હોય ત્યારે કેટલા અરીસાઓ સામટા ગરીબ બની જાય છે’.
શ્યામલ-સૌમિલની જોડીએ ઘણો સરસ કંઠ આપ્યો છે. આ આખા ગીતમાં મને સૌથી પહેલા યાદ રહી ગયેલી, અને સૌથી વધુ ગમતી પંક્તિઓ :

સૌ સૌ નો સૂરજ સૌ સાંચવે પણ છોકરીના હિસ્સાના સૂરજનું શું?
આમ તો સવાલ આખા ગામનો છે પણ, કેવળ છોકરાને આવે આંસુ.

indian_princess_PI51_l

સ્વર અને સંગીત : શ્યામલ – સૌમિલ મુન્શી

એક છોકરી ન હોય ત્યારે
કેટલાં અરીસાઓ
સામટા ગરીબ બની જાય છે

બીજું શું થાય
કંઈ પથ્થર થઈ જાય
કંઈ ચોખંડી ચીજ બની જાય છે

શેરીના છેવાડે ઊભેલા છોકરાને
શું શું નહિ થાતું હોય બોલો
હાથમાંને હાથમાં જ મોગરાનું
ચીમળાતું ફૂલ બની જાય ફરફોલો

અંધારું સાંજ પહેલા
આંખોમાં ઘેરી વળે
એવો બનાવ બની જાય છે

સૌ સૌનો સૂરજ સૌ સાચવે પણ
છોકરીના હિસ્સાના સૂરજનું શું
આમ તો સવાલ આખા ગામનો છે
પણ કેવળ છોકરાને આવે આંસુ

ગામ વચ્ચે ઓગળતો
ઓગળતો છોકરો
કંઈ પણ નથી જ બની જાય છે

( કવિ પરિચય )

62 replies on “એક છોકરીના હોય ત્યારે કેટલા અરીસાઓ – રમેશ પારેખ”

  1. તમારો આભાર!

    આપ ની અખંડ તપસ્યા એ આ વેબસાઈટ ને ગુજરાતી સંગીત નો સૌથી મોટો સંગ્રહ બનાવી દિધો છે.

    આપ ની આ મહેનત નું ઋણ કદાચ હું મારા આ જન્મ માં પણ નહિ ચૂકવી શકું.

    પરેશ પટેલ

  2. એક છોકરી ન હોય ત્યારે
    કેટલાં અરીસાઓ
    સામટા ગરીબ બની જાય છે

    બીજું શું થાય
    કંઈ પથ્થર થઈ જાય
    કંઈ ચોખંડી ચીજ બની જાય છે

    શેરીના છેવાડે ઊભેલા છોકરાને
    શું શું નહિ થાતું હોય બોલો
    હાથમાંને હાથમાં જ મોગરાનું
    ચીમળાતું ફૂલ બની જાય ફરફોલો

    અંધારું સાંજ પહેલા
    આંખોમાં ઘેરી વળે
    એવો બનાવ બની જાય છે

    સૌ સૌનો સૂરજ સૌ સાચવે પણ
    છોકરીના હિસ્સાના સૂરજનું શું
    આમ તો સવાલ આખા ગામનો છે
    પણ કેવળ છોકરાને આવે આંસુ

    ગામ વચ્ચે ઓગળતો
    ઓગળતો છોકરો
    કંઈ પણ નથી જ બની જાય છે

  3. Gulzar’s Vaada આલ્બમ નું ચોરી ચોરી ગીત જો સાંભળવા મળી જાય તો ભૈ મોજડો આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *