મુક્તકો – રમેશ પારેખ

હોઇશ જો હું ફૂલ તો કરમાઇ જાવાનો
દીવો જો હું હોઇશ તો બુઝાઇ જાવાનો
સ્મૃતિ રૂપેય રહીશ તો સિક્કાની જેમ હું
અહીંયાથી ત્યાં પહોંચતા ખરચાઇ જાવાનો

ક્યાં છે વિશ્વાસના વહાણો તરી શકે એવું?
કયાં છે રણમાંય દરિયો ભરી શકે એવું?
મારી પાસે તો ફક્ત ક્ષણની પારદર્શકતા
ક્યાં છે આંખોમાં સ્વપ્ન થઇ ઠરી શકે એવું?

થોડી દુર્ધટના ભરી થોડી ક્ષણો ખાલી ગઇ
હું ગયો, ખૂશ્બૂઓ જ્યાં હાથ મારો ઝાલી ગઇ
ઊંઘ આવી નહીં, તો શું થયું? ના કૈં જ થયું
આંખની સપનાંઓ જોવાની ટેવ ચાલી ગઇ

મૌનથી વધુ કોઇ વાત જાય ના આગળ
સ્વપ્નથી કદી મુલાકાત જાય ના આગળ
ખંડના દીવાઓ તો ઠારીએ પ્રભાતે, પણ
પાંપણોમાં અટવાતી રાત જાય ના આગળ

12 replies on “મુક્તકો – રમેશ પારેખ”

  1. ર.પા.ના ગીતો વાંચુ કે સાંભળુ પણ અંતે તો અનુભવવી પડે બેહોશી! ખુશીભરી પણ શાંત અને નિરવ.આ બ્ર્હમાનંદ કે નિજાનંદ?

  2. મૌનથી વધુ કોઇ વાત જાય ના આગળ
    સ્વપ્નથી કદી મુલાકાત જાય ના આગળ
    ખંડના દીવાઓ તો ઠારીએ પ્રભાતે, પણ
    પાંપણોમાં અટવાતી રાત જાય ના આગળ
    મઝા આવી ગઇ ખુબ સરસ

  3. “સુવર્ણ્ અક્ષ્રરે લખશે કવિઓ યશ ગાથા ગુજરાત્ નિ”
    can you show this creation? I am searching it from four years.

  4. i dont know what they eat…but their creations are so powerful that everything else seems powerless….gujarati poets impress me like anything.

  5. ખંડના દીવાઓ તો ઠારીએ પ્રભાતે, પણ
    પાંપણોમાં અટવાતી રાત જાય ના આગળ

    ધવલભાઇ એ કહ્યુ એમ રમેશ પારેખ એટલે રમેશ પારેખ … ભાઇ ભાઇ !!!

  6. મૌનથી વધી કોઇ વાત જાય ના આગળ !
    વિચાર ,ને અંત:સ્ફૂરણા ઉદાત્ત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *