રમેશ પારેખના ચાહકો માટે વધુ એક ‘આ હા હા… ‘ કહેવા જેવું ગીત..! ‘કાચમાં રહે છે પારદર્શકતા એમ તમે મારામાં આરપાર રહેતાં’ – જાણે આ એક પંક્તિ એક આખા ગીતની ગરજ સારે એવી છે..!
સ્વર – સંગીત : નયનેશ જાની
કાચમાં રહે છે પારદર્શકતા એમ તમે મારામાં આરપાર રહેતાં
કાચમાં રહે છે પારદર્શકતા એમ તમે મારામાં આરપાર રહેતાં
ફૂટી ગયેલી આરપારતાને વળગીને
તાકતી સપાટીઓ તો અંધ
ડાળમાંથી પાન જેમ ઊગી નીકળે છે
એમ આપણને ઊગ્યો સંબંધ
પાન ને લીલાશ બેઉ વચ્ચેની દૂરતામાં જોજનનાં પૂર હવે વહેતાં
પાન ને લીલાશ બેઉ વચ્ચેની દૂરતામાં જોજનનાં પૂર હવે વહેતાં
આખ્ખા એ પૂરને હું બે કાંઠે ઘૂઘવતી
ઘુમ્મરીની જેમ રે વલોવું
ઘૂમ્યા કરે છે એકધારી ભીનાશ
મને લાગતું ન ક્યાંક મારું હોવું
હોવા વિનાની કોઇ શક્યતામાં ઓગળીને જળનો આકાર તમે લેતાં
હોવા વિનાની કોઇ શક્યતામાં ઓગળીને જળનો આકાર તમે લેતાં
encyclopidia of emotion
sabdh ane sur nu prayagmilan……………………………………………………………………………………..
જયારથી ટહૂકૉ સાંભળ્યો છે ત્યારથી વિહંગ બનીને વિહરવાનું મન થઈ રહ્યું છે.
વાહ ! રમેશ પારેખ અને વાહ ! નયનેશભાઈ!
મને સાંભળવું ખૂબ ગમે છે આશા રાખું છું કે નવા અને જુના સુગમ સંગીતના ગીતો ઉમેરતાં જશો
ખૂબ જ આભાર – ધન્યવાદ.
– દિલીપ મહેતા {વઙૉદરા}
બહુ જ સુન્દેર સુન્દેર સુન્દેર રમેશ પારેખ ને સલામ્
વાહ ! મનનિ લાગણિઓ ને જાણૅ વાચા મળી ગઈ,સુન્દર શબ્દો ને વહેવાનિ જાણે રિત મળિ ગઈ.આભાર જયશ્રિબેન
ડાળમાંથી પાન જેમ ઊગી નીકળે છે
એમ આપણને ઊગ્યો સંબંધ
રમેશ પારેખ ની કલ્પના એટલૅ રમેશ પારેખ ની કલ્પના…..
ખુબજ ભાવવાહિ ગીત! very touching. નયનેશભાઈ એ ખુબજ સરસ રીતે ગાયુ છે.
ખુબ સુદર, Poetry અનેઆવાજ.
સુંદર ગીત અને પૂર્વભૂમિકામાં કહેલી વાત પણ એવી જ સચોટ…
ખૂબ સુંદર ગીત અને સરસ મજાનો અવાજ
બહુ સરસ ગીત !