પાગલ થઈ ગઈ -પન્ના નાયક

‘વિદેશિની’ એટલે? ઘણા કવિતાપ્રેમીઓ જાણતા હશે – વિદેશિની એ અત્યાર સુધીનાં (હવે લગભગ અપ્રાપ્ય એવા) પન્ના નાયકના પાંચ કાવ્યસંગ્રહોને સમાવી લેતો સમગ્ર કાવ્યસંગ્રહ.. પ્રવેશ, ફિલાડેલ્ફીઆ, નિસ્બત, અરસપરસ અને આવજાવન એટલે વિદેશિની.

જો કે ફેબ્રુઆરી ૨૦૦૯માં ‘વિદેશિની’ ને એક બીજી વ્યાખ્યા મળી – કવિયત્રી પન્ના નાયકનાં ગીતોની સંગીતમય રજૂઆત..!!
આ આલ્બમમાં એમના કાવ્યસંગ્રહમાંથી લેવાયેલા 7 ગીતો – અને 3 નવા ગીતોનો સમાવેશ કરાયો છે. આલ્બમનાં બધા જ ગીતો ખૂબ જ સુંદર રીતે સંગીતબદ્ધ કરવામાં આવ્યા છે અને એમનું સ્વરાંકન પણ ખૂબ જ કર્ણપ્રિય થયું છે. અમર ભટ્ટ, અમિત ઠક્કર, ગૌરાંગ વ્યાસ, ક્ષેમુ દિવેટિયા, પુરુષોત્તમ ઉપાધ્યાય અને દિલીપ ધોળકિયા -જેવા દિગજ્જોના સ્વરાંકનમાં જ્યારે ઐશ્વર્યા મજમુદાર, ઝરણા વ્યાસ, સોનિક સુથાર, પાર્થિવ ગોહિલ, કલ્યાણી કૈઠાળકર, ગાર્ગી વ્હોરા, અમર ભટ્ટ, વિરાજ-બિજલ અને દીપ્તિ દેસાઈ જેવા સુરીલા કંઠ ભળે – તો આબ્લમ કેટલું સુરીલું બને એ તમે જાણતા જ હશો…

અને હા.. ગઇકાલે ‘વિદેશિની’ને એક ત્રીજી વ્યાખ્યા પણ મળી – પન્ના નાયકનાં કાવ્યોની વેબસાઇટ : http://pannanaik.com/

તો ચલો, સાંભળીએ એમના આબ્લમ ‘વિદેશિની’માં સ્વરબધ્ધ થયેલું આ મઝાનું ગીત..

અને હા, ગુજરાતી સુગમ સંગીતનાં પ્રેમીઓને ખાસ જણાવવાનું કે વિદેશિની સાઈટ પર તમને આ સીડીનાં બધા જ ગીતોનું મુખડું સાંભળવા મળશે… 🙂

સ્વર : કલ્યાણી કૌઠાળકર
સંગીત : ગૌરાંગ વ્યાસ

.

ટહુકો ફોંઉન્ડેશન પ્રસ્તુત “સંવેદનાનની સુરાવલી” કાર્યક્રમમાં આણલ અંજારિયાના અવાજમાં ગવાયેલ ગીત :

હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ,
એવી પાગલ થઈ ગઈ…
હું તો ધરતીની ધૂળ જાણે વાદળ થઈ ગઈ.
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ.

હું તો કંઇ પણ નથી ને મને ફૂલ ફૂટ્યાં,
હું તો બ્હાવરી : મેં તારા કંઇ ગીત ઘૂંટ્યાં;
તારી સાથેની મારી પળપળની વાત,
મારી કોરી આંખોનું કાજળ થઇ ગઇ ;
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઇ ગઇ.

હું તો આંખો મીંચીને ગીત સાંભળ્યા કરું,
મારી છાની આ લાગણી પંપાળ્યા કરું ;
કેવાં આ લાભશુભ : ઓચિંતા એક દિવસ,
હું તો કંકોતરીનો કાગળ થઇ ગઇ ;
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઇ ગઇ.

-પન્ના નાયક

આ ગીત વિશેની પ્રેરણા વિશે પન્ના નાયકનાં થોડા શબ્દો અને પછી નિશાબેને ગાયેલું આ ગીત અહીં સાંભળો…!

————

અને હા… આ જ આબ્લમનું બીજુ એક મઝાનું ગીત સાંભળો : ગાગરમાં સાગર પર

12 replies on “પાગલ થઈ ગઈ -પન્ના નાયક”

  1. SIR/MADUM,
    LISTENED TWO SONGS OF MANOJBHAI AND ONE SONG OF PANNABEN.LAGYU EVU KE JANE AAPANA GIVANANI KOI KSHANNE MURTA SWARUP MALI NA RAHYU HOY? KHUB DILNE JACHI GAYU.JANEKE AAPANE AAPAANI JATMA KHOVAI JATA HOIE.GAMYU.EK VAKATA KE BE VAKHATAMA YAAD RAKHVU TO MUSHKEL HOY CHHEJ,PAN SAMBHLVANO AANAND ANERO CHHE.VISHESHA SHU LAKHU?GAGARMA SAGAR SAMAYELO CHHE.

  2. “હુ તો તારી તે પ્રીત મા પાગલ થૈ ગઈ” આ ગીત અને તેના ભાવ તમને અરપણ જયશ્રી દિદિ. ખુબ આભાર.

  3. એવી તો કેટલી યે ક્ન્કોત્રીઑ કાગળ થઈ ગઈ પણા શબ્દ મા મઢારતા તો કોઈ પન્ના નાયક ને જ આવડૅ!!!લજવાબ

  4. For someone who started writing from 1972 Panna has retained aromantic mischievousness and hope that were getting lost in Gujarati poetry.Ofcourse poetry of entertainment is always written by mediocres.But that also is a confession of hopelessness where the reader is thought to be naive.Panna’s poetry is a transition
    from innocence to awareness.She belongs to the tradition and also searches her identity.This is a continuous process and frustrating also.One can get lost or may come face to face with a shining mirror that reveals the true self in continuity with the entire universe.Hoping that after more than 30 years of writing Panna will be close to that reflective lake where Saraswati resides.Dileep Jhaveri.

  5. ગુજરાતી નૅટજગતમાં આપનું હૃદયપૂર્વક ‘કવિતામય’ ભાવભીનું સ્વાગત !!

  6. ખુબ જ સુંદર ગીત છે આ તો.
    આભાર જયશ્રીબેન આપનો.

  7. ગુજરાતી નેટ-જગતમાં કવયિત્રીનું ભાવભર્યું સ્વાગત હો….

    … બા-અદબ બા-મુલાહિઝા હોંશિયાર !!!

  8. હું તો આંખો મીંચીને ગીત સાંભળ્યા કરું,
    મારી છાની આ લાગણી પંપાળ્યા કરું ;
    કેવાં આ લાભશુભ : ઓચિંતા એક દિવસ,
    હું તો કંકોતરીનો કાગળ થઇ ગઇ ;
    હું તો તારી તે પ્રીતમાં પાગલ થઇ ગઇ.
    બહુ સરસ રચના !!!!!!!!!!!!!!!!!!
    આભાર !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

  9. બહુ સુઁદર » Blog Archive »પાંદડી વાયરાને વળગી શું કામ?
    સરસ રચના
    આભાર !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

  10. ગૌરાગભાઈના સ્વરાઁકન ને કલ્યાણીબેનના સ્વરમાઁ પન્નાબેનના આ ગીતને સાઁભળી અને પણ પાગલ થતા લાગ્યા!
    સુઁદર કામ ચાલુ જ રાખો.

    ગીતા રાજેન્દ્ર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *