‘ક્ષેમુ દિવેટીઆ’ સ્પેશિયલ 7: એક પ્રશ્નગીત – રમેશ પારેખ

ટહુકો પર જ્યારે ‘ક્ષેમુ દિવેટીઆ’ સ્પેશિયલ – ક્ષેમુદાદાની રચનાઓની એક અઠવાડિયા સુધી ઉજવણી કરી હતી, ત્યારે અમરભાઇના અવાજમાં રજુ કરેલી આ રચના, આજે એક નવા સ્વરાંકન – એક નવા સ્વર સાથે ફરી એકવાર..!! આશા છે આ સ્વરાંકન પણ ગમશે..!

સંગીત: શ્યામલ-સૌમિલ
સ્વર: સાધના સરગમ
આલ્બમ: હસ્તાક્ષર

***************************

રમેશ પારેખનું આ ઘણું જાણીતું ગીત – અમરભાઇના અવાજ અને શાસ્ત્રીય સંગીત-ગાયકીની અસર સાથે કંઇક અલગ જ નીખરી ઉઠે છે…….

સ્વર : અમર ભટ્ટ
સંગીત :  ક્ષેમુ દિવેટીઆ

દરિયામાં હોય એને મોતી કહેવાય છે, તો આંખોમાં હોય તેને શું?
અમે પૂછ્યું : લે બોલ, હવે તું.

પંખીવછોઇ કોઇ એકલી જગાને તમે માળો કહેશો કે બખોલ?
જોવાતી હોય કોઇ આવ્યાની વાટ ત્યારે ભણકારા વાગે કે ઢોલ ?
બોલો સુજાણ, ઊગ્યું મારામાં ઝાડવું કે ઝાડવામાં ઊગી છું હું?
અમે પૂછ્યું : લે બોલ, હવે તું.

ઊંચી ઘોડી ને એનો ઊંચો અસવાર: એના મારગ મોટા કે કોલ મોટા?
દરિયો તરવાની હોડ માંડે તો દરિયાનું પાણી જીતે કે પરપોટા?
સૂરજ ન હોય તેવી રીતે ઝીંકાય છે એ તડકાઓ હોય છે કે લૂ?
અમે પૂછ્યું : લે બોલ, હવે તું.

– રમેશ પારેખ

32 replies on “‘ક્ષેમુ દિવેટીઆ’ સ્પેશિયલ 7: એક પ્રશ્નગીત – રમેશ પારેખ”

  1. દરિયામ હોય તેને મોતિ કહેવય છે, તો આખો મા હોય તેનુ શુ?

  2. જયશ્રીબેન,

    સુંદર ગીત..ઘણા સમયથી હસ્તાક્ષરના માઘ્યમથી પાસે હતું…પણ સાંભળવા આજે મળ્યુ…નશો ચડી ગયો…સુંદર સ્વરાંક્ન…

  3. Dear Jayshreeben,

    we are really very thankful to you for giving such a wonderful chance to listen gujarati sugam sangeet by posting on the TAHUKO.com and it is in true sense TAHUKO of KOYAL.The recent post in the voice of Amar bhatt is a really nice composition by the shemubhai diwetia of legend poet Ramesh parekh. Jayshree ben tamne mara and mari wife a ghanaj dhanyawad.
    pakaj and vibha danak.usa.

  4. રમેશ પારેખના શબ્દો, ક્ષેમુદિવેટીઆનુ સ્વરાંકન અને અમર ભટ્ટનો સ્વર આ ત્રિવેણી સંગમથી એક સુંદર ગીત રચાયું. લગભગ
    વીસેક વર્ષ પહેલા અહીં મુંબઈમાં કોપવુડ-સ્વરકાર સંમેલનમાં અમર ભટ્ટના મુખે લાઈવ માણેલું યાદ છે.
    વછોઈ શબ્દ રમેશ પારેખ જેવા કવિ જ કવિતા-ગીતમાં લાવી શકે.

    ર.પા.ના “છ અક્ષરનું નામ” માં (પાના નં.૧૬૭ પર) છપાયું છે તે મુજબ “સૂરજ ન હોય તેવી રાતે ઝીંકાય છે…..” તેમ છે.

  5. દરિયામ હોય તેને મોતિ કહેવય છે, તો આખો મા હોય તેનુ શુ?

    વાહ વાહ

    જયેન્દ્ર કોટક

  6. kshemu divatiya legend of gujarati sugam sangeet.so so salam temane.he would be always be remembered by us.

  7. અત્યુત્તમ કવિતા,સ્વરાંક્ન અને સૂર.
    સૂરજ ન હોય તેવી રીતે ઝીંકાય છે એ તડકાઓ હોય છે કે લૂ?
    આ પંક્તિ ગાતી વખતે સૂરજ ન હોય તેવી રાતે ઝીંકાય છે તેમ ગાયું છે તે બરાબર નથી, શબ્દ અને અર્થ બદલાઈ જાય છે.
    આ ભૂલ શ્યામલ-સૉમિલની કહેવાય. સૂરજ ન હોય તેનો અર્થ સૂરજની અનુપસ્થિતિની વાત નથી પરંતુ તડકો અને લૂ જાણ કે પોતે જ સૂરજ હોય તેમ ઝીંકાય છે તે અર્થ અભિપ્રેત છે.

  8. જોવાતી હોય કોઇ આવ્યાની વાટ ત્યારે ભણકારા વાગે કે ઢોલ ?

    વાહ…ર.પા………અને વાહ વાહ શ્યામલ-સૌમિલ, સાધના સરગમ….નવા સ્વર સાથે ના નવૂ સ્વરાંકન …અદભૂત……..

  9. Thank you so much Jaishree Didi for putting up this song… 🙂 I have it in voice of Kavita Krishnamurthy I guess… I will mail you the song you can put it up here… can you plz let me know how to send it to you:) Thanks a Million once again for the song:)

  10. Gujarati Sugam Sangeet have achived new Milestones under the guidence of Kshemubhai,Amar Bhat and so many other versatile artists,Poets,music directors ,Singers that millions of Gujaratis living across the GLOBE are able to enjoy those beautiful songs and understand and Experience the Deep Emotions in their heart.In true sense the technological versatality of Internet and such good WESITES have really brought world together.Good Music is Truely Happiness Personified.

  11. A true creator of music never dies. Kshemu Divetiya was a true soul of a creator. He will always be in our hearts for ages to come. We had an amazing rapport with each other to the extent that it is difficult for me to accept that Kshemubhai is no more alive physically!
    Life has to go on… Music has to progress… Show must go on…!
    Today, as I am going to sing some of my most favorites of his creations at Bhavans Cultural Centre, Andheri west, Mumbai,”maiya mharo manvo huvo bairagi…”, “ek sathvaaro sagpan no..”,I am sure, will connect with the beautiful times we shared with each other!
    May his soul rest in music!

    Soli Kapadia
    +91-98211 31793

  12. સૂર, શબ્દ અને સ્વરનો અદ્.ભૂત સમન્વ્ય !!

    અમરનો અવાજ, ક્ષેમુદાદાના સુર અને ર.પા.ના શબ્દોનો કેફ હજી ઉતરતો નથી…

    ધન્યવાદ્

  13. સ્વ્રર અને સન્ગિત બન્ને સુન્દર છ્ઍ.

  14. અદભૂત રચના અને એવું જ અદભૂત સ્વરાન્કન. મજા આવી ગઈ.

  15. Gujarati ma lakhavani kosihsh to kari pan kadach keyboard sathe kaik risamana thaya hoy evu lagyu.
    aa geet sambhavane mate me ochha ma ochha 5 varsh rah joi chhe. 5 varsh pehla radio par aa geet in chelli 2 liti sambaleli ane tyare thi aa geet mara andar ma ghumatu hatu. ek vakaht me aa geet mukava mate ahiya ek vinanti pan mukeli.
    aaje anero aanad thay chhe.
    khub khub aabhar.

  16. સૂર, શબ્દ અને સ્વરનો અદ્.ભૂત સમન્વ્ય !!

    અમરભાઈનો અવાજ, ક્ષેમુદાદાનાં સૂર અને ર.પા.ના શબ્દોનો કેફ ના ચઢે એવું કેમ બને, વિવેકભાઈ ?!!

  17. આજે આ ગીત વારંવાર સાંભળ્યું… નશો ર.પા.ની કલમમાં છે કે આ સ્વરાંકન અને અવાજમાં છે ખબર ન પડી પણ કેફ હજી ઉતરતો નથી…

  18. જેવું સુંદર ગીત એવું જ અદભુત સ્વરાંકન.. લાંબા સમયથી હસ્તાક્ષરના માધ્યમથી જ આ ગીત માણતા રહ્યા પછી આ સાવ અલગ રીતે ગવાયેલું ગીત સાંભળવું ગમ્યું… કે પછી ખૂબ ગમ્યું એમ કહું???

  19. એક વિનંતી: ગુજરાતીઓનુ સૌથી મોટું ઇ-મેઇલ ગ્રુપ
    fun_4_amdavadi-Gujarati
    એમા આપ જયારે -જયારે બ્લોગ અપડેટ કરો ત્યારે જાણ કરતા રહેશો તો મારા જેવા અસંખ્ય ચાહકો અહીં દોડતા આવીને રસના ઘૂંટડા ભરી શકશે! [ અત્યારે પણ ઘણા બ્લોગ અપડેટની જાણકારી ત્યાંથી જ મળે છે.]
    થેંક યૂ!

  20. આજે જ જોગાનુજોગ સૂરતના એક રેડિયો સ્ટેશન પર કલાક પહેલાંજ આરતી મુન્શીના સ્વરમાં ‘હસ્તાક્ષર’ આલ્બમનું આ ગીત સાંભળ્યું. અને હવે શાસ્ત્રીય રૂપે. વાહ! મજા આવી ગઇ. આભાર.

  21. સૂરજ ન હોય તેવી રીતે ઝીંકાય છે એ તડકાઓ હોય છે કે લૂ
    સરસ ગિત રચના
    અદભત!!!!!!!!!!!!!!!!!!!!!!
    આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *