ઝીલો – ધ્રુવ ભટ્ટ

આજે માણીએ કવિ ધ્રુવ ભટ્ટની આ વરસાદી ગઝલ..!!

આ ઝરમર ઝરમર ઝરી રહ્યાં તે જળને ઝીલો
આ ધરતીથી આકાશ બની સાંકળને ઝીલો.

આ એક જ ટીપું આખે આખાં સરવર દેશે
ધરો હથેળી અચરજના અવસરને ઝીલો

આ કણ કણ લીલી લીલા છે નાચી ચોગરદમ
જીવતર જેણે પ્રગટાવ્યાં તે બળને ઝીલો

આ નથી ફક્ત આકાશી ઘટના ઝીલી શકો તો
ઘટ-ઘટ ઊમટી ઘેરાયાં વાદળને ઝીલો

આ ઉમ્મર પદવી નામ ઘૂંટ્યા તે ભૂંસી દઈને
અંદર અનરાધાર વસ્યા બાળકને ઝીલો

આ મહેર કરી છે મહારાજે મોટું મન રાખી
ખોલી દો ઘૂંઘટપટ વરસ્યા વરને ઝીલો

–  ધ્રુવ ભટ્ટ

16 replies on “ઝીલો – ધ્રુવ ભટ્ટ”

  1. આપણે જો ધ્રુવ ભ઼ટ્ટને પૂછીયે કે જંગલ, પહાડ, દરિયો અને આકાશમાં સૌથી વધુ પ્રિય એમને શું? તો મને લાગે એ આકાશની પસંદગી કરે.

  2. thanks a lot Jayshree…i was looking for this poem and its poet for a long time…but could find… it is sung very very beautifully by Mr.Narendra Shastri

  3. જાણૅ જળ ઝરમર ઝરમર
    પડતુ હોય એવી અનુભુતી થાય છે.
    આ કાવ્યની સાથે એક બીજુ વરસાદી ગીત યાદ આવી ગયુ.

    “આ શ્ાવણ વરસે સરવડૅ કોઈ ઝીલોજિ”

  4. વાહ્ વતનના વરસાદની મહેક લઇ આવી આ રચના. વતનના જ નહિ પણ ગમે ત્યાના વરસાદની યાદ લાવે તેવી આ કવિતા છે. આ ઉમ્મર પદવી નામ ઘૂંટ્યા તે ભૂંસી દઈને અંદર અનરાધાર વસ્યા બાળકને ઝીલો. અંદર વસ્યા બાળકને વરસાવવા બદલ આભાર.

  5. આ મહેર કરી છે મહારાજે મોટું મન રાખી
    ખોલી દો ઘૂંઘટપટ વરસ્યા વરને ઝીલો
    ભીંજવી નાંખતી ગઝલ

  6. ગઝલ બની વરસ્યા તમે…
    ખૂબ જ ઉત્તમ કૃતિ.
    અભિનંદન.
    રમેશ પટેલ(આકાશદીપ)

  7. વર્ષાઋતુના આગમન સાથે ધ્રુવભાઇની આ સુંદર રચના વાંચી મન પ્રફુલ્લીત થઈ ગયું. જીવનની સફળતાનુ રહસ્ય સરળ ભાષામાં હળવેથી બહૂ જ મીઠાશથી રજુ કર્યૂં છે. અભિનંદન.

  8. વરસાદની આ મૌસમને અનુરૂપ …

    મઝા પડી ગઈ..

    ફેસબુક અને ટ્વીટરના વીજેટ ગમ્યાં..

  9. સું દર રચન/દરેકે દરેક શે૪ર તકોરાબંધ છે પણ ‘આ ઉમ્મર પદવી નામ ઘૂંટ્યા તે ભૂંસી દઈને
    અંદર અનરાધાર વસ્યા બાળકને ઝીલો’તો અદભુત્.બસ આટલુ< થઈ શકે તો જીવતર સફળ , અન બહુ અઘરેી વાત છે.

  10. વાહ મજા આવી ગઈ, અત્યાર ઝરમર વરસાદ વરસી રહ્યો છે અહી ને આ સુંદર ગઝલ, ખરેખર મજા આવી ગઈ.

    આભાર,
    દર્શિત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *