સ્વર : નિશા ઉપાધ્યાય-કાપડિયા
સંગીત : સોલી કાપડિયા
આલ્બમ : આપણા સંબંધ
.
મેં તો ઝેર નો કટોરો સ્હેજ પીધો, ને અંગ અંગ મીરાં ફૂટી…!
મેં તો હાથ મહીં હાથ સ્હેજ લીધો, ને ચાર પાંચ રેખા ટુટી..!
મીરાંની આંખમાંથી નીતરે છે રોજ બની વહેલી સવાર એક ઝરણું,
મીરાંનાં તંબુરથી ટુટેલાં તાર મારાં આંગણાનું બોલકણું તરણું,
રાણાને સંદેશો મોકલવા કલમ લઇ બેઠી ત્યાં શાહી સહેજ ખુટી…!
રાધા બનીને સહેજ કહું છું હું ક્હાન, ત્યાં તો પારધીએ તીર એક તાંકયું,
શબરીનાં બોરમાંથી કાંટાને કાઢ્તા જીવનનું ઝાડ ખૂબ થાક્યું,
ગિરિધર નાગર ને રીઝ્વવા નાચું ત્યાં ઘુંઘરુની ગાંઠ એક છુટી…!
મેં તો ઝેર નો કટોરો સ્હેજ પીધો, ને અંગ અંગ મીરાં ફૂટી…!
મેં તો હાથ મહીં હાથ સ્હેજ લીધો, ને ચાર પાંચ રેખા ટુટી..!
– ભાગ્યેશ જ્હા
સુન્દર શબ્દો, સુન્દર સ્વર્
આ ગિત મને ખુબ ગમ્યુ
મજા આવેી ગઈ
મારું ખૂબ જ ગમતીલું ગીત !
મને ગમ્તું ગીત મુક્વા બદલ ટહુકા ટીમનો ખુબ ખુબ આભાર!
સુંદર રચના….
Adbhoot, Very nicely written, composed and sung by Nisha,….Savar savar ma anand anand thai gayo…….
simply superb !!
મારું ખૂબ જ ગમતું ગીત ….
સૂર, શબ્દ અને સ્વર નો સુભગ સમન્વય !!
જયશ્રી બેન,
આ ગીતની સાથે પ્લેયર આવતું નથી. કંઈક મુસ્કેલી લાગે છે.
–ધર્મેન્દ્ર રણા