આગ પાણી અને હવા સામે
માનવી એકલો બધા સામે
સૂર્ય ઝાંખો પડી ગયો પાછો
કોણ ઊભું છે આયના સામે?
કોઇ પૂછે આ કોણ લોકો છે
કોડિયાં લૈ ઊભા હવા સામે
મૌન પાસેય ક્યાં જવાબ કોઇ?
શબ્દ પ્રશ્નો બની ઊભા સામે
મોં છુપાવીને ખૂબ ઊંઘી લ્યો
ઊભા રહેવાનું છે ખુદા સામે
બેસી રહેવાથી શું વળે ‘આદિલ’?
પગ ઉપાડો તો દ્વારિકા સામે
– આદિલ મન્સૂરી
અસત માં સત ગમય તેમજ ગજલ માં આદીલ ગમય
આદિલ સાહેબની ખૂબ જ સુંદર ગઝલ! મજા આવી.
સુધીર પટેલ.
મોં છુપાવીને ખૂબ ઊંઘી લ્યો
ઊભા રહેવાનું છે ખુદા સામે
બેસી રહેવાથી શું વળે ‘આદિલ’?
પગ ઉપાડો તો દ્વારિકા સામે
-એક શેરમાં ખુદા અને બીજામાં દ્વારિકા…. વાહ, કવિ!
VERY GOOD – IT TOUCHES THE DEEP BOTTOM OF THE HEART
મોં છુપાવીને ખૂબ ઊંઘી લ્યો
ઊભા રહેવાનું છે ખુદા સામે
બેસી રહેવાથી શું વળે ‘આદિલ’?
પગ ઉપાડો તો દ્વારિકા સામે
સુંદર ગઝલ…
‘મુકેશ’