આજે કવિ શ્રી હરિન્દ્ર દવેનો જન્મદિવસ… એમના સર્જનો થકી હજુ આપણી વચ્ચે ધબકતા રહેલા.. અને આવનારા અસંખ્ય વર્ષો સુધી ગુજરાતી પ્રજા વચ્ચે જે ધબકતા રહેશે – એમને ફરી એકવાર યાદ કરી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે આજે માણીએ એમનું આ મઝાનું કૃષ્ણગીત – એમના પોતાના અવાજમાં, અને સાથે આશિતભાઇના કંઠે દક્ષેશભાઇનું અદ્ભૂત સ્વરાંકન..! (આમ તો ચાર વર્ષથી આ ગીત ટહુકો પર મૂક્યું હતું – પણ હમણા થોડા દિવસ પહેલા લયસ્તરો પર વાંચ્યું ત્યારે જ યાદ આવ્યું કે આનું સ્વરાંકન ટહુકો પર મુકવાનું બાકી જ હતું, તો હરીન્દ્રભાઇના જન્મદિવસે આ ગીત સ્વરાંકન સાથે ફરી લઇ આવી તમારા માટે..)
કાવ્ય પઠન – હરિન્દ્ર દવે
.
સ્વર – આશિત દેસાઇ
સ્વરાંકન – દક્ષેશ ધ્રુવ
.
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે,
બાળુડાને બાંધ્યો છે હીરના દોરે.
કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવા
આંગળીથી માખણમાં આંક્યાં,
નાનકડાં નેણ થકી ઝરમર ઝરે છે જેવાં
ઢળતાં શીકેથી દહીં ઢાંક્યા,
એના હોઠ બે બિડાયા હજી તોરે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.
માથેથી મોરપિચ્છ હેઠે સર્યું, ને સરી
હાથેથી મોગરાની માળા,
આંખેથી કાજળ બે ગાલે જઇ બેઠું
કાનકુંવર શું ઓછા હતા કાળા?
બંધ છોડે જશોદને કહો રે
કોઇ જઇને જશોદાને કહો રે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.
None of these two traccks worked. Please check. Thanks…
વાહ્…!
આ રચના જ્યારે પ્રથમ વખત સાંભળી I got tears in my eyes
got tears in my eyes….. fantastic
શ્રી હરીન્દ્ર ભાઈને કૃષ્ણ પ્રત્યે ખાસ લગાવ હતો અને તેથી તેમણે ઘણા સુંદર કૃષ્ણ-ગીતો લખ્યા.
સારુ સ્વરાંકન અને ગાયકી.
શ્રી હરીન્દ્રભાઈ ઍક વરિષ્ઠ પત્રકાર, લેખક, કવિ અને વિવેચક હતા.ગુજરાતી ભાષા માટે તેમનુ યોગદાન મહત્વપૂર્ણ છે.તેમને હૃદયપૂર્વક વંદન.
વાહ વાહ આન ન્દ થયો..
અદભૂત !
હરીન્દ દવેનુ ગીત આશિત દેસાઈના અવાજમાં સાંભળવાની મઝા આવી એમના રાધાકૃષણ વિષેના કાવ્યો બેનમુન છે. એના થકી એ સદા જિવન્ત રહેશે.
આજે ધબકાર મુંબઈ કાવ્ય ગોષ્ઠીમાં હરીન્દોત્સવ મનાવીએ છીએ. હરીન્દ્રભાઈના ગીત ધબકાર ના ગાયકો ગાશે.
બીજું આજે અજીત શેઠ ની પુણ્યતિથી છે સાથે
ભીખુદાન ગઢવી-દેવેન ભોજાણી અને તરુલતાબેન દવેનો જન્મ દિવસ પણ છે.
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
વાહ મઝા પડી ગઈ..
આ રચના જ્યારે પ્રથમ વખત સાંભળી હતી ત્યારે આખો દિવસ સાંભળી હતી,
મારી પાસે સમન્વય માં અમર ભટ્ટ એ ગાઈ હતી એ છે,
ખુબ સંદર ગાઈ છે,
આપની પાસે ન હોય તો મોકલી આપુ…….
આભાર
So Beautiful…. Aa Rachna mein sambhleli chhey… I dont remember the singer but the album is Madhav Kyay nathi madhuvan… Can you put it up Jayshree ben?
હરિન્દ્ર દવેની શ્રેષ્ઠ રચનાઓમાંથી એક… ઘણા વખત સુધી તો હું એમ જ માનતો કે આ લોકસહિત્યની વરસોવરસથી ચાલી આવતી રચના છે !
જશોદામૈયા !કૃપા કરીને કાનુડાના બંધ છોડો !
નંદ ઘર આનંદ ભયો ! જય કનૈયાલાલકી !
હાથી ઝૂલે, ઘોડા ઝૂલે,ઔર ઝૂલે પાલખી !
વૃન્દાવનવિહારી ,દ્વારિકાધીશ,ગોવર્ધનધારી
વ્રજવાસી,બાલ કૃષ્ણ લાલકી જય !