પક્ડીને બેઠા છો – અશરફ ડબાવાલા

નથી ઝગતી કદી એવી ચલમ પક્ડીને બેઠા છો,
એને દીવાસળી આખો વખત પક્ડીને બેઠા છો.

સરસ ગીતો, અછાંદસ જેવા માણસ ઝંખે છે તમને;
તમે તમને જ ગમતી એક ગઝલ પક્ડીને બેઠા છો.

હથેળીમાં પવન સાથે રમો છો એમ છો લાગે;
હકીકતમાં વિવશ થઈને સ્મરણ પક્ડીને બેઠા છો.

યશસ્વી હો કે યાચક હો તમારી પીડ ઈચ્છા છે;
તમે હર રૂપમાં એક જ રટણ પક્ડીને બેઠા છો.

જનમને તો તમે જૈવિક અકસ્માત જ કહો છો ને;
તમાર નામની સાથે અટક પક્ડીને બેઠા છો.

તમે જે બસમાં બેઠા છો એ વાતાનુકૂલિત છે પણ;
નથી એ જાણ કે ખોટી સડક પક્ડીને બેઠા છો.

ઊછળતું કૂદતું ગમતું હતું એ એટલે અશરફ!
પલાંઠી આંગણે વાળી હરણ પક્ડીને બેઠા છો.

10 replies on “પક્ડીને બેઠા છો – અશરફ ડબાવાલા”

  1. ખબ સરસ ઉમદા ગઝલ છે.

    તમે જે બસમાં બેઠા છો એ વાતાનુકૂલિત છે પણ;
    નથી એ જાણ કે ખોટી સડક પક્ડીને બેઠા છો.

    મજા આવી ગઇ

  2. આખી ગઝલ બેમિસાલ છે પણ આ પંક્તિઓ મને ખુબ ગમી.

    હથેળીમાં પવન સાથે રમો છો એમ છો લાગે;
    હકીકતમાં વિવશ થઈને સ્મરણ પક્ડીને બેઠા છો.

    ઊછળતું કૂદતું ગમતું હતું એ એટલે અશરફ!
    પલાંઠી આંગણે વાળી હરણ પક્ડીને બેઠા છો.

    જીવન ની ફીલસુફી થી સભર આ ગઝલ બદલ ડૉ.અશરફ ડબાવાલાને અભિનંદન.

  3. ઊછળતું કૂદતું ગમતું હતું એ એટલે અશરફ! પલાંઠી આંગણે વાળી હરણ પક્ડીને બેઠા છો…!!!રૂબરુ માં સાંભળ્યા ત્યારે ચગળતી ગઝલ નો મીઠ્ઠો સ્વાદ માણ્યો…ધબકારનો વારસ..ખજાનો મજાનો ..ને આંગણે કુદતું હરણ …કશાયની ના ખોટ ડો.અશરફના ચમનમાં…!!!

  4. સુન્દર કવિતા, સુન્દર આધ્યાત્મિક સન્દેશ.
    નામ જપન ક્યુ છોડ્ દિયા ભજન યાદ આવી ગ્યુ.

  5. નવા પ્રતિકો સાથે પરંપરા ને જાળવી રાખતી એક ખુબજ સુંદર ગઝલ.

  6. બહુ સરસ !અસરફ્ભાઈ….વાહ અમરેલી {ર.પા.નુ } વાહ્……..from DHARMESH MEHTA AMRELI

  7. ડૉ.અશરફભાઈની ગઝલઓમાં, સહજ અભિવ્યક્તિ અને રદિફ સાથે કાફિયાનું સાયુજ્ય ઊડીને આંખે વળગે એવું રહ્યું છે,કલ્પનોનું નાવિન્ય પણ એમની ગઝલને અન્યથી અલગ તારવે છે.
    ખૂબ ગમ્યું,જાણવા/માણવા અને શીખવા મળ્યું….
    -અભિનંદન સર!
    મારી ગઝલો માણવા આમંત્રણ છે http://www.drmahesh.rawal.us
    પધારજો.

  8. હથેળીમાં પવન સાથે રમો છો એમ છો લાગે;
    હકીકતમાં વિવશ થઈને સ્મરણ પક્ડીને બેઠા છો.

    વાહ વાહ!

  9. જનમને તો તમે જૈવિક અકસ્માત જ કહો છો ને;
    તમાર નામની સાથે અટક પક્ડીને બેઠા છો.

    ખુબ સરસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *