આજે ફરી એકવાર આ મઝાની ગઝલ – સ્વરકાર શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં ફરી એકવાર… ગમશે ને? 🙂
—————-
Posted on May 12th, 2009
થોડા વખત પહેલા વડોદરામાં ‘કાવ્યધારા’ નું આયોજન થયું હતું, એની એક નાનકડી ઝલક લાવી છું તમારા માટે. આમ તો ટહુકો પર થોડા મહિનાથી ગુંજતી આ ગઝલ, આજે એક નવા સ્વરાંકન સાથે સાંભળવી ચોક્કસ ગમશે. અને સાથે બોનસમાં છે તેજસભાઇની મજેદાર પ્રસ્તુતિ.
સ્વર : અચલ મહેતા
સંગીત : નરેન્દ્ર જોશી
પ્રસ્તાવના : તેજસ મઝમુદાર
————————————
Posted on November 23, 2008
મરીઝ સાહેબની આ સદાબહાર ગઝલ… ફક્ત 6 શેર સાથે તો ટહુકો પર ઘણા વખતથી હતી જ, આજે એક સુમધુર સ્વરાંકન અને બીજા 4 શેર સાથે ફરી એકવાર…
સ્વર : સંગીત : શ્યામલ મુન્શી – સૌમિલ મુન્શી
.
બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે, બધાના વિચાર દે.
માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી,
જીવનના દર્દની તો કોઈ સારવાર દે.
ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને દીધું,
એ શું કે તારા માટે ફક્ત ઈન્તજાર દે.
આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે.
પીઠામાં મારું માન સતત હાજરીથી છે
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે !
નવરાશ છે હવે જરા સરખામણી કરું,
કેવો હતો અસલ હું, મને એ ચિતાર દે.
તે બાદ માંગ મારી બધીયે સ્વતંત્રતા,
પહેલાં જરાક તારી ઉપર ઈખ્તિયાર દે.
આ નાનાં-નાનાં દર્દ તો થાતાં નથી સહન,
દે એક મહાન દર્દ અને પારાવાર દે.
સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે,
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.
દુનિયામા કંઇકનો હું કરજદાર છું ‘મરીઝ’,
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.
– મરીઝ
This is in fact composed by Kshemubhai Divetia – and sung by Saumil / Shyamal .
સદાબહાર
ખરા છે આ કવિઓ !
ગૂંથે શબ્દોની અવરજવર, છાંદસ, અછાંદસ કે અલંકાર
જીવન પ્રેમ વ્યથા તો કવચિત પ્રતિશોધ,
શબ્દ અવશ્ય માત્ર ચાર, કિન્તુ ઝાંખી બરછી ની ધાર!
ખરા છે આ કવિઓ !
આનંદ એને સ્વ-શૂન્યતાનો તો ક્યારેક પરાઈ વિશાળતાનો,
સુક્ષ્મ એનું દર્દ, પડઘમ અચૂક દરિયાપાર !
ખરા છે આ કવિઓ !
શમણાં નું સંગઠન, વ્યથા નું વળગણ કે હૈયા ની વરાળ,
વાંચે પુષ્પંકિત સ્મિત, વૈચારિક ક્રાંતિ, અંતરંગ આનંદ ધોધમાર!
ઓ કવિઓ ! ભલે ને રહે, આ અસ્ખલિત શબ્દનો મેહુલ અનરાધાર !!
– મેહુલ વૈદ્ય
ખૂબ સરસ !
મરિઝ ગઝ્હલ નિ દુનિયા ન્ના બેતાજ્જ્બાદશહ હ્તા અને રહએશે. મનિલાલ મ મારુ
એકદમ સ્લો પ્રસ્તાવના
વાહ ભઈ વાહ મઝા પડી ગઇ…સરસ વિચાર અને સરસ ગઝલ…!!!
મારી પાસે હેડ ફોન નથી છત ફક્ત સાંભળવાની મજા પણ અલગ છે. This is amongst finest creation of Mariz. the site really rocks. And I am unable to copy paste content of the post as the font are not accepted by MS-word. I would be obliged to have this info from your side.
Many Thanks
ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને દીધું,
એ શું કે તારા માટે ફક્ત ઈન્તજાર દે.
દુનિયામા કંઇકનો હું કરજદાર છું ‘મરીઝ’,
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.
સરસ વિચાર, સરસ ગઝલ.
ખુબજ સરસ વિચાર છે ……મરીઝ સાહેબ ને સલામ ગાયક કલાકારો ને અભિનંદન …..!!!
બહુજ સરસ્.. પર્શોત્તમ્ભૈ અને મરિઝ સહેબ્.. શુ સુન્દર સમન્વય્
આ ગઝલ ,મરિઝ્ભૈ , શઉ, બહુજ યાદ , આવે , પર્વર્દેગાર , બસ , આવિજ ,જિન્દગિ દે , ………ફરિ …….ફરિ ……..આજ્…..મારા ……..અર્માન ,
એક ખુબ સુન્દર રચના. કદાચ આને જ ખુદા ની બંદગી કહેવાતી હશે. ચુકવું બધાંનું દેણઃ જો અલ્લાહ ઉધાર દે.
આફરીન……ન્યૂ ઇયર ખરેખર હેપી હેપી થઈ ગયુ…..
માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી,
જીવનના દર્દની તો કોઈ સારવાર દે.
ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને દીધું,
એ શું કે તારા માટે ફક્ત ઈન્તજાર દે…
Nice One…
જેીવન ન વસ્ત્વિક અને પ્રતેક માનવેીનેી ભેીતર્મા ચ્હુપયેલેી વ્યથાનુ સુન્દેર કાવ્યાન્કન્.
વાહ વાહ્…..મઝા આવિ ગઈ……દુનિયામા કંઇકનો હું કરજદાર છું ‘મરીઝ’,
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.જોકે જગજિતે બહુ સુન્દર ગાયુ ચ્હે…..
બહુજ સરસ ગઝલ છે પુ.મોરારિબાપુ એ એક વખત ગાયેલી ત્યારે સામ્ભ્ળેલી
બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે, બધાના વિચાર દે.
સુંદર ગઝલ મરીઝ સાહેબ ની આપવા બદલ આભાર>
આ ગઝલ શ્રઇ જગ્જિત્સિન્ઘે પન ગઐ ચ્હે.ભવિશ્યમા અચુક તહુકો પર મુકજો
દુઃખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે,
હારેલી જીંદગી જીવવાની પણ મઝા અનેરી હોય છે.
કીનારા પર વહાણ હંકારનારાઓ તમને શું ખબર,
તૂફાન માં કશ્તી ગુમાવવાની પણ મઝા અનેરી હોય છે.
તમામ ઉમર જેને પામવાની તડપ હોય પરંતુ,
તેને મેળવીને ગુમાવાની પણ મઝા અનેરી હોય છે.
બે હાથ વડે ઝીંદગી ઉલેચનારાઓ એટલું પણ જાણો કે,
છેલ્લા શ્વાસે હથેળી ખાલી જોવાની પણ મઝા અનેરી હોય છે.
એક વાટ પકડી ને ચાલનારાઓ મંઝીલ જરુર પામે છે,
કીન્તુ માર્ગ માં ભટકી જવાની પણ મઝા અનેરી હોય છે.
દુનીયા જીતનારા ઘણાં સીકંદરો ભૂલાઈ ગયાં ‘મક્કુ’,
એક-બે ના દીલ જીતી ચાલી જવાની પણ મઝા અનેરી હોય છે..
ખુબ જ સરસ રચના
ખુબ જ સરસ વિચાર
Hi pragnaju
this song is i am pretty sure is sung by Shymal and Saumil because i have it. but if you have in jaggit singh send it. Iwould love to listen it.
Prarthana
if you listen some other song here and not the same as written below OR you don’t see any player icon here, click on the title of this post to open the post in separate window and then click on play again.
I couldn’t listen to this song – It plays Rajendra Shukla song.
મને ખૂબ ગમતી ગઝલ મુકવા બદલ જયસ્ર્રી બેન તારો આભાર
મરીઝની શિરમોર રચનાઓમાંની એક… આવું સરસ સ્વરાંકન એટલે સોનામાં સુગંધ…
For some reasons, when I play this, it plays other Gazal – LYO KARU KOSHISH NE FAVE’ TO KAHU….by Rajendra Shukla. Please fix it. Thanks,
Vijay
Vahh..good one “Shyamal-Saumil”….
Shailesh Prajapati
homepage પરથી આ ગઝલ સાંભળવા પ્લેયર પર ક્લિક કરતાં “લો કરું કોશિશ” સંભળાય છે. individual post પર બરાબર છે.
વૈભવ, ચિતાર એટલે overview/description
સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે,
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે
વાહ, શ સરસ વિચાર છે.
વૈભવ, ચિતાર એટલે overview / description
hi all
http://firdoshdekhaiya.wordpress.com/
this is my website url.
it comprises my own and other creations.
pls.visit.
Dr.Firdosh Dekhaiya
માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી,
જીવનના દર્દની તો કોઈ સારવાર દે.
ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને દીધું,
એ શું કે તારા માટે ફક્ત ઈન્તજાર દે.
આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે….
aa lines mane vadhare gami…
જગજીત સિંહના સ્વરમાં મધુરી ગાયકી
આ ફ રી ન
Shyamal an Saumil Munshi are singers.
બહુ જ સરસ ગઝલ,પહેલા આ ગઝલ પુરુશોત્તમભાઈ ના અવાજ માં સાંભળી હતી,આ ગઝલ શ્યામલભાઈ સૌમિલભાઈ મુન્શી ના અવાજ માં છે એવુ લાગે છે.
દુનિયામા કંઇકનો હું કરજદાર છું ‘મરીઝ’,
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.
ચિતાર એત્લે શુ??
સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે,
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.
ખુબ સુંદર !!! ખુબ ઉમદા વાત.
good gazal of mariz……..and congratulation to ur good job ……babu desai ahmedabad gujarat…….
my one of the most favourites.
i have never listen it by Manhar udas.
બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે બધાના વિચાર દે.
સુંદર !!!
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે !
‘મરીઝ’ને દેવું કરી ઉધાર માગી પાછું
દેવું વધારવું છે ?રચના સારી છે.આભાર !
one of my fevriout
manhar udhas na aawaj ma aa gazal sambhadi hati
aaje vanchvani pan maza aavi
khub sundar collection